- મંદિરના નવનિર્મિત હોલની બારીના કાચ સાથે સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા
ભરૂચના અતિપૌરણિક નીલકંઠ મહાદેવ મંદિર વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.ભરૂચના અતિપૌરણિક અને લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના એવા નીલકંઠ મહાદેવ મંદિર સંકુલના નવનિર્મિત હોલની બારીના કાચ અને સીસીટીવી કેમેરા અસામાજિક તત્વોએ પથ્થરો મારી તોડી નાખ્યા હતા.
સિદ્ધાર્થ નગર નજીક સેવાશ્રમ હોસ્પિટલની પાછળ આવેલી નીલકંઠ મહાદેવની વાડીમાં અસામાજિક તત્વોએ પથ્થરો મારી રાત્રીએ ધારાસભ્ય દુષ્યંત પટેલની ગ્રાન્ટ માંથી નવનિર્મિત હોલની બારીના કાચ અને સીસીટીવી તોડી નાખ્યા હતા. સવારે રાબેતા મુજબ ટ્રસ્ટીઓ વાડીએ પહૉંચતા હોલની ત્રણ બારીના કાચ તૂટેલા નજરે પડ્યા હતા. તો બહારની બાજુએ લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હોવાનું જણાયું હતું. આ બનાવ સંદર્ભે ટ્રસ્ટીઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.