- આગામી દિવસોમાં PSIની પણ બદલી કરવામાં આવશે
રાજ્યમાં એક જ શહેરમાં 3 વર્ષ કે તેથી વધુ સમય થયો હોય અથવા વહીવટી કારણોસર રાજ્યના 88 PIની સામુહિક બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ 7 PIની બદલી કરવામાં આવી છે. રાજ્યના PIની બદલી કરીને તેમના જિલ્લા પણ ફેર કરવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ બેડામાં મોટી સંખ્યામાં બદલી થવાની માત્ર વાતો થઈ રહી હતી. ત્યારે આજે રાજ્યના DGPએ અલગ અલગ જિલ્લાના 88 પોલીસ ઇન્સ્પેક્ટરોની સામુહિક બદલી કરી છે. આજે PIની બદલી આવી છે, તે બાદ એક જ શહેર કે જિલ્લામાં 3 વર્ષથી વધુ સમય ફરજ બજાવી હશે તે PSIની પણ બદલી કરવામાં આવશે. આ ઉપરાંત IPS અધિકારીઓની પણ ટૂંક સમયમાં બદલી થવાની શકયતા છે.