ભરૂચ જિલ્લામાં રંગેચંગે કરાઈ ઈદની ઉજવણી

0
75
  • ઇદગાહમાં ઇદની નમાજ અદા કર્યા બાદ એકમેકને ભેટી શુભેચ્છા પાઠવતા મુસ્લિમ બિરાદરો

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્રની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાનનાં પવિત્ર ૩૦ દિવસોનાં રોજા બાદ ચાંદ દેખાતા સોમવારે ઈદ ઉજવવામાં આવી હતી. ભરૂચ, અંકલેશ્વર સહિ‌ત અન્ય તાલુકાઓમાં આવેલી મસ્જિદોમાં સવારે ઈદની નમાજ અદા કરી તમામ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ભેટી ઈદની તમામ મુબારક બાદી આપી હતી.

પવિત્ર રમજાન માસ દરમિયાન રોજા રાખી ખુદાની બંદગી અને ઈબાદત કરી હતી તેમજ ગત રોજ રમજાન ઇદ નો ચાંદ જોયા બાદ આજ રોજ ભરૂચ ના ઇદ ગાહ મેદાન ખાતે ઇદ ઉલ ફિત્ર ની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી અને દેશ માં ભાઈ ચારા સાથે અમન અને શાંતી બની રહે તે માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી.ભરૂચ ના કાળીતલાવડી વિસ્તાર માં આવેલ ઇદ ગાહ મેદાન માં સવારે મોટી સંખ્યામાં મુસ્લીમ સમાજ ના લોકોએ ભેગા થઇ ઈદ ની નમાજ અદા કરી એક બીજાને હર્ષોઉલાશ સાથે ખુશીના પર્વ ઇદ ની શુભકામનાઓ પાઠવી હતી.તો અંકલેશ્વર અંબોલી રોડ પર આવેલી ઈદ ગાહ માં મુસ્લિમ બિરાદરો એ મોટી સખ્યામાં માં ઉપસ્થિત રહી ખુબજ શાંતિ પૂર્વક રીતે ઈદ ની નમાઝ અદા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here