રાજકોટ શહેર વિસ્તારમાંથી પ્રોહી./જુગાર અંગેની પ્રવૃત્તિ સદંતર બંધ રહે તે રીતે અસરકારક કામગીરી કરવા માટે તેમજ રાજકોટ શહેર તિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરી પ્રોહી. ની પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે સુચના આપતા ડી.સી.બી. ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમિયાન સંયુકતરીતે મળેલ હકિકત આધારે જુના માર્કેટીંગ યાર્ડના પુલ પાસેના સર્વીસ રોડ ઉપરથી સ્કોડા લોરા કાર નં. જી.જે. ૦૬- ડી.જી.-૮૦૮૫ને બાતમી આધારે અટકાવતા કારનો ચાલકે કાર ઉભી રખેલ નહિ અને પુરઝડપે ભયજનક રીતે કાર લઇને ભાગવા જતા પોલીસ ટીમે કારનો આશરે સાતેક કિલોમીટર પીછો કરતા આજીડેમ પો. સ્ટે. થી આગળના નાયારાના પેટ્રોલ પંપ ની સામે બોલેરો કાર નં. જી. જે. – ૦૪ – સી. જે. -૦૧૨૯ વાળી સાથે અકસ્કમાત કરી કાર મુકી ફરાર થઈ ગયો હતો.
પોલીસે કારમાંથી રૂ. ૩૬,૦૦૦નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવા સાથે સ્કોડા લોરા કાર કિંમત રૂ. ૪ લાખ મળી કુલ ૪,૩૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર કાર ચાલકની શોધ આરંભી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.