ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમો અંતિમ મોડમાં ચાલી રહ્યાં છે.આગામી 31 ઓગસ્ટે મોદી ગુજરાત આવશે અને બનાસકાંઠાના થરાદમાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે. બીજી બાજુ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસમાં તેઓ 6 જાહેરસભા સંબોધશે. ચૂંટણી પહેલાં કોંગ્રેસ પણ સક્રિય થઈ ગઈ છે. કોંગ્રેસની કમાન હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાથમાં લીધી છે. અશોક ગેહલોત આવતીકાલથી બે દિવસ ગુજરાત આવશે. ત્યારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની પણ શક્યતાઓ છે.

સુત્રો પાસે જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના વોરરૂમમાં નવનિયુક્ત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરી બેઠક યોજાઇ હતી. જેમાં સોનિયા ગાંધી સહીતના પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન લાંબા મંથન બાદ 3 દાયકાથી જે બેઠક કોંગ્રેસ હારે છે તે બેઠકના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં 2017માં સૌથી ઓછા મતે કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા તે બેઠકના પણ ઉમેદવાર લગભગ નક્કી કરી દેવામાં આવ્યા છે. વર્તમાન ધારાસભ્યો સિવાય 35 ઉમેદવારો સ્ક્રીનીંગ કમિટીએ નક્કી કરી લીધા છે. જ્યારે 50થી 65 બેઠકના ઉમેદવારોના નામ ઉપર CEC એ મંજૂરીની મહોર મારી હોવાનું જણાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here