ભરૂચ શહેરના બીટીએમ મીલ કંપાઉન્ડ પાસે આવેલી એક કેબીન પર બે શખ્સો ફ્રીજને અડીને ઉભા હોઇ કેબિન ચલાવનાર મહિલાના ભાણેજે તેમને પાઇપના સપાટા માર્યાં હતાં. જ્યારે સામે પક્ષમાં ફરિયાદ નોંધાઇ હતી કે, બંન્નેવ જણાએ યુવાન પર પથ્થર ફેંકતાં તેમને કહેવા જતાં તેમણે યુવાનને માર માર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાવા પામી છે.

ભરૂચ શહેરમાં આવેલા આલી માતરિયા ઝૂપડપટ્ટી ખાતે રહેતાં રાકેશ મોહન વસાવાની માસી કલ્પના બીટીએમ મીલ કમ્પાઉન્ડ પાસે કેબીન ધરાવે છે. તેમજ તે તેમની કેબીન પાસે જ ઇંડાની લારી ચલાવે છે. તેની માસીની કેબીન પર અંકુર સોસાયટીમાં રહેતો પ્રકાશ ઉર્ફે લાલો રમેશ વસાવા તેમજ તેનો ભાઇ કલ્પેશ અને તેના મિત્રો ત્યાં બેસવા માટે આવતાં હતાં.

જેના પગલે તેમની અને રાકેશ વચ્ચે તકરારો ચાલતી હતી. દરમિયાનમાં ગઇકાલે સાંજે કલ્પેશ તેમજ પ્રકાશ સહિતનાઓ ત્યાં આવેલાં હોઇ પ્રકાશ કેબીન પાસેના ફ્રીજને અડીને ઉભો હોઇ રાકેશે ફ્રીજને અડીને કેમ ઉભો છે કહીં ઝઘડો કરી રાકેશ તેમજ તેના સાગરિતો લક્ષ્મણ ચંદુ વસાવા તેમજ ઉમેશ મોહન વસાવાએ તેમને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જેના પગલે કલ્પેશે રાકેશ તેમજ તેના સાગરિતો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનામાં રાકેશ મોહન વસાવાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here