The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

દેડીયાપાડા- મોવી સ્ટેટ હાઇવે રોડ ઉપર વેપારીઓને લુટતી રાજ્ય બહારની ટોળકી ઝડપાઇ

દેડીયાપાડા મોવી હાઇવે પર મોડી રાત્રે સનસનાટી ભરી બે લાખ મતાની લૂંટની ઘટનાએ ચકચાર જગાવી છે. જેમાં પણગામ પાસે કપાસ પડેલા ટેમ્પાને અટકાવી ડ્રાઇવરના ગળા ઉપર ચપ્પા જેવા હથિયારની અણીએ લૂંટારુ ટોળકીએ ધાક ધમકી આપી સોનાની ચેન, મોબાઇલ ફોનઅને રોકડા દોઢ લાખ મળી કુલ કિ.રૂ. ૧,૯૮,૦૦૦/- ની મતા લૂંટી ટોળકી ફરાર થઈ જતા લૂંટની ફરિયાદ એડીયાપાડા પોલીસ મથકે નોંધાઈ હતી. જોકે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની સૂચના અને માર્ગદર્શન હેઠળ તપાસ આદરી સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી નર્મદા પોલીસે  મુદ્દામાલ રિકવર કર્યો છે.

પત્રકાર પરિષદમા આપેલી માહિતી અનુસાર દેડીયાપાડા હાઇવે ઉપર તા.૧૭/૦૪/૨૦૨૨ ના રોજ લુટનો બનાવ બન્યો હતો. જેમાં ફરીયાદી અક્ષયભાઇ પુરષોત્તમભાઈ દેસાઈ ( રહે. વડોદરા )તા.૧૬/૦૪/૨૦૨૨ ના રોજ આઇસર ટેમ્પામાં હાટ મોઇદા (મહારાષ્ટ્ર) ગામથી કપાસ ભરીને કલેડીયા તા.સંખેડા જવા સારૂ નીકળેલા અને ટેમ્પો અક્કલકુવા પહોચ્યો હતો.ત્યાથી ડ્રાઇવર ઇસ્તીયાકઅલી મકરાણી (રહે. રાજમોવી ) બદલાયેલ. અને ક્લીનર સાથે રાત્રે નવેક વાગે નીકળેલ. રાત્રે આશરે સાડા બારવાગે એડીયાપાડા-મોવી હાઇવે પર ઉપર આવેલ. પણગામ પાસે આવતા હાઇવે પર મોડી રાતે ૩ અજાણ્યા આરોપીઓ મોટરસાયકલ ઉપર આવેલા. અને ટેમ્પો રોકી મોટર સાયકલ આડી મુકી અટકાવેલ. એક આરોપી ડ્રાઇવર સાઇડ ચડી ગયેલો અને ફરીયાદી અક્ષયભાઇના ગળા ઉપર ચપ્પા જેવું હથિયાર બતાવી ફરીયાદીના ગળામાં પહેરેલ સોનાની ચેન (૧ તોલાની) કિ.રૂ.૪૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૪,૦૦૦/- અને પાકીટમાં રાખેલ રોકડા રૂ.૧,૫૦,૦૦૦/- તેમજ ડ્રાઇવરનો મોબાઇલ મળી કુલ કિ.રૂ. ૧,૯૮,૦૦૦/- ની લુટ કરી નાસી ગયેલ.

ઇસ્તીયાકઅલીને ફરીયાદીને લુટી લેવાનું જણાવેલ અને તે માટે શાહબુદ્દીને તેના બનેવી મોઇનુદ્દીન મકરાણીને તૈયાર કરેલ. ત્યાર બાદ ફરીયાદી ડ્રાઇવર સાથે અક્કલકુવાથી નિકળેલ ત્યારે ટેમ્પાની પાછળ મોટર સાયકલ લઇને મોઇનુદીન તેના બીજા મિત્રો સાજીદ મકરાણી અને અબ્દુલ રહેમાન મકરાણી જે તમામ રાજમોવી ગામના છે તેઓએ પીછો કરેલ ત્યારબાદ ડ્રાઇવરે આઇસર ટેમ્પો એડીયાપાડા- મોવી હાઇવે ઉપર આવતા મોટર સાયકલ ઉપર આવેલ આરોપીઓએ ઇશારો કરતા ટેમ્પો રોકી દીધેલ અને લુટની ઘટનાને અંજામ આપેલ. આ ગુનામાં તાત્કાલીક કાર્યવાહી કરી સંડોવાયેલ આરોપીઓને અટક કરવામા આવેલ છે. અને તેમની પાસેથી લુટમા ગયેલ રૂ.૧,૫૦,૦૦૦/- તથા સોનાની ચેન અને ૨ મોબાઇલ ફોન રીકવર કરવામાં આવેલ છે.હવે તમામ આરોપીઓના રીમાન્ડ મેળવવા કાર્યવાહી કરવામાં આવશે અને ગુનામાં વાપરેલ હથિયાર તેમજ મોટર સાયકલ કબજે કરવા કાર્યવાહી કરવામાં આવશે તેમ નર્મદા જીલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચ લોકસભા બેઠક પર પહેલું નામાંકન ભાજપના મનસુખ વસાવાએ ભર્યું

ભરૂચ લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સભા સાથે પ્રથમ...

મોદી પરિવારની વચનબદ્ધતા સાથે ભરૂચ ભાજપની ભોલાવમાં મળી ભવ્ય સભા

ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયતમાં મૈત્રી નગરના કોમન પ્લોટ ખાતે...

પાવાગઢ પગપાળા જતા સંઘને નડ્યો અકસ્માત, ૧ પદયાત્રીનું મોત, ૨ ઘાયલ

ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત...

ભરૂચની સુજની વણાટને પ્રથમ જીઆઈ ટૅગ પ્રાપ્ત થયો

પ્રોજેક્ટ રોશની એ CSR પહેલ છે જેનો ઉદ્દેશ્ય ભરૂચની...
error: Content is protected !!