ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામ માં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળ મંદિર થી ધોરણ 8 સુધી ના વિદ્યાર્થીઓ એ લાભ લીધો હતો.
આ સમર કેમ્પમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડાન્સ અને વિવિધ દેશી રમતો જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આનંદોલ્લાસપૂર્વક મજા માણી. આ સમર કેમ્પનું આયોજન કરવાનો મૂળ હેતુ બાળકમાં રહેલી આંતરિક શક્તિ બહાર આવે, તેનામાં રહેલી કલાનો વિકાસ થાય. વિદ્યાર્થી માં સમૂહ ભાવના, એકસૂત્રતા ,ભાઈચારાની ભાવના ,ખેલદિલી, એકબીજાને મદદરૂપ થવું વગેરે જેવા ગુણોનો વિકાસ થાય અને વિદ્યાર્થી પ્રવૃત્તિ દ્વારા નવું નવું શીખે તેનો ઉપયોગ પોતાના જીવન વ્યવહારમાં કરતા શીખે.
સમર કેમ્પ ના છેલ્લા દિવસે std 3 to 8ના વિદ્યાર્થીઓએ ગુજરાતી મુવી ‘ગજબ થઇ ગયો’ ની મજા shilpi થિયેટરમાં માણી તેમજ વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા.