
ગુજરાત સ્થાપના દિન ૧ મેં ના રોજ કેજરીવાલે ગુજરાત સરકારને અનેક પડકાર ફેંકયા. ભરૂચ જીલ્લાના ચંદેરીયા ખાતે આદિવાસી સંકલ્પ મહા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આપ અને બી.ટી.પીના ગઠબંધનથી આપનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને સાથે મળીને ગુજરાતની રાજનીતિમાં ઉતરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આદિવાસી સંકલ્પ મહા સંમેલનમાં ઉપસ્થિત બી.ટી.પીના પ્રમુખ મહેશભાઇ વસાવા તેમજ આદિવાસીના મસીહા તરીકે ઓળખાતા છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જળ,જમીન અને જંગલના મુળ માલિકો આદિવાસીઓ છે. એમને વારંવાર સરકારના પ્રોજેક્ટથી હેરાન કરવામાં આવે છે. અને પાણી,સિચાઈની સુવિધા આપવામાં નથી આવતી. આદિવાસીનું બજેટ પાર્ટીનાં તાયફાઓમાં વાપરી નાંખે છે. જે હવે કેજરીવાલની સરકાર બનતાની સાથે જ લોકોના હિત માટે વપરાશે આવનારા સમયમાં ચોક્કસ આપની સરકાર બનશે. જેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કેજરીવાલ સભાને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર છેલ્લા ૨૭ વર્ષથી સરકારમાં છે શું ગુજરાતની જનતાને સારું શિક્ષણ મળ્યું કે..? કેમ ગુજરાત માં ૬.(છ) હજાર સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે. શાળાનાં ઓરડામાં ગંદકીનું સામ્રાજ્ય કેમ જોવા મળે છે.? ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કેમ સુવિધા ન અભાવ છે.? શિક્ષણની બાબતે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને પડકાર ફેંકીયો હતો કે દિલ્હીની સરકારી શાળાની મુલાકાત લો. વધુમા સવાલો કર્યા કે ગુજરાતમાં કેમ પેપર લીંકની ધટનાઓ સામે આવે છે. દરેક પરીક્ષાના પેપર લીંકના કારણે ગુજરાત ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાવશે. શું તમને આવું ગુજરાત જોઈએ છે.? ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલને પણ આડે હાથે લેતા જણાવ્યું હતું કે છ કરોડ ગુજરાતની જનતામાંથી એક વ્યક્તિ પણ ભાજપને ગુજરાતી નથી મળ્યો કે પરપ્રાંતી પાટીલને પ્રમુખ બનાવવા પડ્યા.? જેવા અનેક સવાલોથી ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી.
ભાજપ તેમજ કોંગ્રેસના નિરાશ નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું આહવાન કર્યું હતું. ભાજપ સરકાર એક તરફી શાસન કરી રહ્યું છે. જેથી સત્તાના નશામાં અહંકારની ભાષા બોલે છે. એ લોકો માટે સારું નથી, ફકત આપની સરકારને એક મોકો આપો. નહીં કામ કરીયે તો પાંચ વર્ષમાં લાત મારી ફેંકી દેજો. એવું જણાવ્યું હતું, કેજરીવાલએ ગુજરાતમાં વહેલી ચુંટણીના પણ સંકેત આપ્યા હતા.હવે જોવું રહ્યું દેડિયાપાડા ૧૪૯-વિધાનસભાની આપ અને બી.ટી.પીના સંયુક્ત ઉમેદવારમાં કોના ફાળે જાય છે. મહેશભાઈ વસાવા હાલ એજ સીટ પરથી ધારાસભ્ય છે. પરંતુ આ વખતે આપ અને બી.ટી.પીના ગઠબંધનથી ચૈતરભાઈ વસાવા, ડો.કિરણ વસાવા, બાહદુરભાઈ વસાવા. અશ્વિનભાઈ વસાવા જેવા અનેક દિગ્ગજોના નામ ચર્ચાઈ રહ્યા છે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા