નેત્રંગ તાલુકા માં રેલવેના ડીમોલેશન બાદ લોકો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબુર!(VIDEO)

0
70

નેત્રંગ ખાતે ગયા મહિને નિષ્ઠુર તંત્ર આકરા પાણીએ થતાં પાચ જ કલાક ની અંદર નેત્રંગના 368 જેટલા પરિવારોને નિરાધાર બનાવી અચાનક રસ્તા ઉપર લાવી દીધા હતા. ડીમોલેશન બાદ નિરાધાર થયેલાં લોકોએ સ્થાનિક લોકો અને તંત્રને મદદની ગુહાર લગાવી હતી. છતાં ઘણાં દિવસ વીત્યા બાદ પણ હજુ સુધી તંત્ર કોઈની મદદે આવ્યુ નથી. બીજી તરફ નેત્રંગમાં ડીમોલેશનના કારણે 368 પરિવારો બે ઘર થયા એ બાબતે જિલ્લા કલેકટરને જાણ છે કે નહી એ પણ મોટો પ્રશ્ન છે. જો એમને જાણ હોઈ તો કલેકટરની સીધી નિગરાનીમાં અસરગ્રસ્ત થયેલાં લોકોની મદદ માટે એમણે વ્યવસ્થા કરવાની હોઈ છે.

ડીમોલેશનમાં કેટલાં પરિવારો અને કેટલા વ્યક્તિઓને અસર થઈ એ બાબતે કલેકટરે નામ અને સંખ્યા સાથે સંબધિત અધીકારીઓ પાસે લીસ્ટ માગ્યું હતુ કે કેમ ? જો જિલ્લા કલેકટરને ડીમોલેશન બાબતની જાણ હતી તો હજુ સુધી આ લોકો માટે વૈકલ્પિક સુવિધા તંત્ર એ કેમ ન આપી. આ તમામ પ્રશ્નો સરકારની ઠીલી નીતિ તરફ ઈશારો કરે છે.

ડીમોલેશન વખતે બતાવવામાં આવેલાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ચોખ્ખું  ટાકવામાં આવ્યુ છે કે, સરકાર અને કલેકટરે અસરગ્રસ્ત થયેલાં લોકોની દરકાર રાખવી જ પડશે. પણ અહી હજુ સુધી તંત્ર ધોર નિદ્રામાં હોવાનું સામે આવ્યુ  છે. બીજી તરફ સુપ્રીમનાં જજમેન્ટમાં  એમ પણ છે કે, મકાનના ડીમોલેશનના એક મહિના પેહલાથી અને આગલા  6 મહીના સુધી રાજ્ય સરકારે દર મહિને અસરગ્રસ્ત થયેલાં પરિવારોને 2000 રૂપીયાની સીધી મદદ પુરી પાડવી પડશે. પણ એથી વિરૂદ્ધ મકાન તોડી પાડવામાં આવ્યાં છતાં સરકારે હજુ કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. આમ, પોતાને સંવેદનશિલ ગણાવતી સરકાર પાસે સામાન્ય લોકોની કોઇ દરકાર નથી એ આ ધટના બાદ દેખાઈ આવે છે. ડીમોલેશન બાદ નોંધાયેલા રેકોર્ડ પ્રમાણે ફરી પુનર્વસન ઉપલબ્ધ કરાવવા માટે આ વ્યક્તિઓ ખરેખર પાત્રતા ધરાવે છે કે નહિ એ બાબતે પણ કલેક્ટર વિચાર કરી શકે અને અમલ માં પણ મુકી શકે તેમ છે. આમ, સ્થળ તપાસ કરી લોકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાય એવી લોકમાગ ઉઠી છે.

* ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here