ભરૂચ તાલુકાના દશાન ખાતે રૂપિયા 14.50 લાખના ખર્ચે પંચાયત ભવનનું નિર્માણ થતા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
દશાન ગામ ખાતે જૂની પંચાયત કચેરી જૂની અને ઝર્જરીત થઈ જતા ધારાસભ્ય જિલ્લા પંચાયતમાંથી નવા પંચાયતના બાંધકામ માટે રૂપિયા 14.50 લાખની ફાળવણી કરવામાં આવી હતું. જેના પગલે નવા પંચાયત ભવનનું નિર્માણ થતા તેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ વિધિવત રિબિન કાપી પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું.
લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણસિંહ રણાએ દશાન ગામને સ્વચ્છ અને સુવિધા જનક બનાવવા તમામ સહયોગ આપવાની ખાતરી આપતા ગ્રામજનોએ તેમને વધાવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત સભ્ય સંજયસિંહ સિંધા, સરપંચ જયશ્રીબેન પટેલ, ગામના આગેવાન બીપીનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.