નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામે ખેતીવાડી વિભાગ દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન ખેડૂત તાલીમ અંતર્ગત તેલીબીયા વર્ગના પાકોની ખેતી પદ્ધતિ તેમજ ખેડૂતોને રોગ જીવાત નિયંત્રણ, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે માહિતગાર કર્યા હતા. તેમજ આઇ ખેડૂત પોર્ટલ પર ચાલી રહેલ ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ જગૃતિ આવે એ માટે કુદરતના ખોળે વશેલું પ્રકૃતિ રમ્ય મોટા માલપોર ગામે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. તાલુકા પંચાયત નેત્રંગના વિસ્તરણ અધિકારી યોગેશ પવાર તેમજ ગ્રામ સેવક અને મોટા માલપોરના ઉપસરપંચ મીઠુબેન વસાવા માજી સરપંચ મોતી વસાવા ગામના ઉત્સાહી ખેડૂત ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શિબિરને સફળ બનાવી હતી.
- ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ