ભરૂચ તાલુકાના શુક્લતીર્થગામનીઆસપાસમાં તમામ દિશા અને ખૂણાઓમાં દેવી-દેવતાઓની ઉર્જાશક્તિથી રક્ષણ પ્રદાન થઇ રહ્યું છે. શુક્લતીર્થ ગામથી છાત્રાલય તરફ્ના છબાકાકાના મંદિરના રસ્તે 2 કિમિના અંતરે વાયવ્ય ખૂણામાં કાચા રસ્તે આવેલ ઇશ્વરીમાતાજી તેમજ સિંધવાઇ માતાજી પૌરાણિક મંદિર સૌ ગામલોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. 300 વર્ષ પૂર્વે શુક્લતીર્થ ગામ પાસે પતીહાગામ વસેલું હતું જે નદીના પાણીના વહેણના કારણે નામશેષ થતાં ગ્રામજનો શુક્લતીર્થ ગામમાં વસ્યા હતા. પતીહાગામથી આવેલ આ બંન્ને માતાજીની મૂર્તિઓને નૈસર્ગિક,ખેતરાળ પ્રદેશમાં એક તળાવ પાસે સ્થાપિત કરવામાં આવી હતી. પ્રાચીનતમ આ સ્થાનકની ઐતિહસિક્તા અંગે કોઇ પુરાવા તો નથી પરંતુ આ એક શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનું આહલાદક વાતાવરણમાં સ્થાપિત ધાર્મિક પ્રાચીનતમ સ્થાનક છે.

શુક્લતીર્થગામ તેમજ તેની આસપાસ આવેલા મંગલેશ્વર,કરમાલી,કવિઠાના ગ્રામજનો દશેરા (વિજ્યા દશમી)ના દિવસે અહીં પગપાળા ચાલતા આવી રક્ષાબંધનના દિવસે બાંધેલ રક્ષાસૂત્ર, રાખડી છોડવાની પરંપરા અચુક નિભાવે છે. લુહાર સમાજ,કાછિયા પટેલ સમાજ,માછી સમાજ તેમજ મોદી સમાજ અને ક્ષત્રિય સમાજ કે તેમના ગોત્રદેવી અને કેટલાક સમાજની કૂળદેવી ગણાય છે. એક સમયે પગપાળા ગરમ ખાવાનું લઇ જઇને ઉજાણી કરવા જવાની પરંપરા, બાબરી,ભંડરો,સામુહિક જમણવાર, હોમ-હવન,પૂજન-અર્ચનના આયોજ્નો થતા અને આજે પણ એ પરંપરા યથાવત છે. મંદિરના પરિસરમાં એક ધર્મશાળા પણ હતી જે અવારનવાર નર્મદાના પુરના કારણે જીર્ણ થતાં ક્ષતિગ્રસ્ત થઇ, તેમાં 1968 અને 1970માં આવેલા નર્મદાના પુરમાં ધર્મશાળા તેમજ ઇશ્વરીમાતાના મંદિરને ઘણું નુક્શાન થયું હતું.

એક સમયે ગામના અગ્રણી નાગરિકોએ વિચાર કર્યો કે, સ્થાપિત દૈવી શક્તિ એવી ઇશ્વરીમાતા તેમજ સિંધવાઇ માતાની મૂર્તિઓ ગામમાં લઇ જવા ભાવનાત્મક પહેલ કરી તેમાં ચિટ્ઠીઓમાં સ્થળાંતર માટે માતાજીની પરવાનગી હકારાત્મક (હા) અને નકારારત્મક (ના) ચિટ્ઠીઓનું લખાણ કરીને અવારનવાર ખેંચવામાં આવી, જેટલી વખત આ પ્રકારની ભાવનાત્મક પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેમાં સ્થળાંતર માટે નકારાત્મક (ના) અંગેની ચિટ્ઠી નીક્ળતી રહી અને માતાજી આ નૈસર્ગિક વાતાવરણને અનુમોદન પ્રાપ્ત થતાં આજે પણ આસ્થાનક શ્રદ્ધા, ભાવના, ભક્તિ અને આસ્થાનું પ્રતીક બન્યું છે.મંદિરના પટાંગણમાં આવેલ રાયણનું ઝાડ તેની પૌરાણીક્તાની સાક્ષી પુરે છે, તેમજ એક કુવો કે જેનું પાણી આજે પણ કોપરા જેવું મીઠું છે. પાસે જ આવેલ તળાવ જે ઇશ્વરીમાતાના તળાવ તરીકે ઓળખાય છે.

1968 તેમજ 1970 ની સાલમાં આવેલા મહાપુરમાં મંદિરને ઘણુ નુકશાન થયેલું ત્યારબાદ 1979 માં જીર્ણૉધ્ધાર કરી ગ્રામજનો અને વિવિધ સમાજના લોકો એ મંદિરની નવરચના કરી હતી. ઇશ્વરીમાતા અને સિંધવાઇ માતાજીની બાધા રાખી તેમના મંદિરે શ્રદ્ધા પૂર્વક રવિવાર ભરવાથી જે યુગલોને તબીબ કે જ્યોતિષે સંતાન થવાની ના પાડી હોય તેવા નિસંતાન દંપત્તીને માત્ર મંદિરે આવી શ્રદ્ધાથી ચુંદડી ચઢાવી પરત ઘરે લઇ જવાથી, શ્રીફ્ળ વધેરવાથી અચુક સંતાન પ્રાપ્તિ થયાના અને કેટલાક્ને લગ્નના 40 વર્ષ પછી પણ સંતાન થયાના દાખલા હયાત છે, એટલું જ નહીં આ સ્થાનકે ભક્તિભાવથી જવાથી રતાંધળાપણું પણ દૂર થતું હોવાની માન્યતા છે. ગામલોકોના જણાવ્યાનૂસાર હજુ સુધી માતાજીના સ્થાનકેથી કોઇ નિરાશ ગયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here