અંકલેશ્વર ખાતે ઈગલ આઈ સ્નૂકર એન્ડ ગેમ ઝોન દ્વારા બેસ્ટ ઓફ થ્રી સ્નૂકર ટુર્નામેન્ટ નો આયોજન કરવામાં આવ્યું હતું, આ ટુર્નામેન્ટ માં પ્રથમ રાઉન્ડ માં ૧૮ મેચ રમાઈ હતી જેમાંથી ૬ ખેલાડીઓ બીજા રાઉન્ડ માટે ક્વોલિફાઈ થયા હતા, બીજા રાઉન્ડની ૯ મેચ માંથી ત્રણ ખેલાડીઓ ક્વોલિફાઈ થયા હતા જે પછી સેમી ફાઈનલ મેચ સાહિલ શેખ અને આસિફ મુલ્લા વચ્ચે રમાઈ હતી જેમાંથી આસિફ મુલ્લા વિજેતા થઈને ફાઈનલ માટે ક્વોલિફાઈ થયા હતા.

જ્યારે બીજા રાઉન્ડમાં હાઈએસ્ટ સ્કોર કરી મોઈન સૈયદ ફાઈનલ માટે ક્વોલિફાઈ થયા હતા, આસિફ મુલ્લા અને મોઈન સૈયદ વચ્ચેની ફાઈનલ મેચ માં ખરાખરીનો જંગ થયો હતો અને આસિફ મુલ્લા વિજેતા જાહેર થયા હતા, ફાઈનલ મેચમાં રનર અપ થનાર મોઈન સૈયદ ને સમીર પઠાણ, ઈમરાન શેખ અને જુનેદ શેખ દ્વારા ટ્રોફી અર્પણ કરાઈ હતી જ્યારે અને ફાઈનલ મેચ વિજય પામનાર આસિફ શેખ ને ભરૂચ જિલ્લા ના જાણીતા સ્નૂકર ચેમ્પિયન વિકાસ પટેલ ના હાથે પુરસ્કાર તથા ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.
આ સમગ્ર ટુર્નામેન્ટ ને સફળ બનાવવા જુનેદ શેખ, સાહિલ શેખ, યુસુફ મુલ્લા, મુબીન મુલ્લા, દેવેન્દ્ર ચોહાણ, અલ્તાફ પઠાણ, શાબાઝ ફડવાલા, તાબિન મલેક વિગેરેએ મહેનત કરી હતી, ઈગલ આઈ સ્નૂકર એન્ડ ગેમ ઝોનના સંચાલક વસીમ ફડવાલાએ રનર અપ તથા વિજેતા ખેલાડીને શુભેચ્છા પાઠવી હતી.





