સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ શૈક્ષણિક વર્ષ 2026-27ની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે વિષયવાર માર્ક્સ વિતરણનું ફોર્મેટ જાહેર કર્યું છે. તેમાં થિયરી, પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ અને ઇન્ટર્નલ અસેસમેન્ટના માર્ક્સની વિગતો આપવામાં આવી છે. 5 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલા પરિપત્રનો મુખ્ય હેતુ સ્કૂલો દ્વારા માર્ક્સ અપલોડ કરતી વખતે થતી ભૂલો અટકાવવાનો છે. આ સાથે મૂલ્યાંકન પ્રક્રિયામાં ચોકસાઈ અને પારદર્શિતા જાળવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

CBSEએ ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા તથા ઇન્ટર્નલ અસેસમેન્ટ માટે બે સમયગાળા નક્કી કર્યા છે. વિન્ટર-બાઉન્ડ સ્કૂલો માટે આ પ્રક્રિયા 11 નવેમ્બરથી 19 ડિસેમ્બર, 2026 દરમિયાન પૂર્ણ કરવાની રહેશે. જ્યારે અન્ય રેગ્યુલર સ્કૂલો માટે 1 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી, 2027 સુધીનો સમય નક્કી કરાયો છે. સ્કૂલોએ આ સમયમર્યાદામાં જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવાની રહેશે.

ધોરણ 10માં હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોમાં 80 માર્ક્સની થિયરી પરીક્ષા અને 20 માર્ક્સનું ઇન્ટર્નલ અસેસમેન્ટ રહેશે. હોમ સાયન્સમાં 70 માર્ક્સ થિયરી અને 30 માર્ક્સ પ્રેક્ટિકલના રહેશે. કમ્પ્યુટર એપ્લિકેશનમાં બંને માટે 50-50 માર્ક્સ નક્કી કરાયા છે. પેઇન્ટિંગમાં 30 માર્ક્સ થિયરી, 50 માર્ક્સ પ્રેક્ટિકલ અને 20 માર્ક્સ ઇન્ટર્નલ અસેસમેન્ટના રહેશે. એલિમેન્ટ્સ ઓફ બિઝનેસમાં 70 માર્ક્સ થિયરી અને 30 માર્ક્સ પ્રોજેક્ટ માટે રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here