ભરૂચના નવા તવરા ગામે આજે વહેલી સવારે 3:00 વાગ્યાના અરસામાં શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીના દુકાનમાં અચાનક સોટ સર્કિટના કારણે આગ લાગતા સંપૂર્ણ દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. દુકાનમાં રહેલી સામગ્રીઓ સહિત બે ફ્રીજ પણ બળીને ખાખ થઈ ગયા હતા.
આજે વહેલી સવારે શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીના ઘરમાં બીજા માળે સુતા હતા.જેને પગલે તેમને પણ આગની જાણ ન થઈ હતી.તેમના મકાનમાંથી નીકળતા ધુમાડા સામે રહેતા વ્યક્તિઓએ જોતા તેમણે બૂમ પાડી આગની જાણ કરી હતી.ઘરમાં અચાનક આગ લાગતા ઘરમાં રહેલ ચારેવ વ્યક્તિઓએ ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ શૈલેષભાઇએ આ આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરને કરતા ભરૂચ નગરપાલિકા ના બે ફાયર ફાઇટરો તાત્કાલિક પહોંચી દુકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.
જોકે આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાની થવા પામી ન હતી પરંતુ દુકાનમાં રહેલો 15 લાખથી વધુનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની વાત વાયુ વેગે ફેલાતા ગ્રામજનોના ટોળા પણ ઉમટ્યા હતા.