મુંબઈના સિદ્ધિવિનાયક જેટલું જ મહત્વ ધરાવતું ભરૂચનું સિદ્ધિવિનાયક મંદિર

0
166

ભરૂચના મકતમપુર સ્થીત સિદ્ધિવિનયક મંદિર આશરે ૧૬૦ વર્ષથી પણ વધારે પુરાણું છે. આ મંદિર ઈ.સ. ૧૮૫૯માં ગોકળભાઈ વ્રજલાલ શેઠે બંધાવી માગસર વદ ચોથના દિવસે જાહેર જનતાના દર્શનાર્થે ખુલ્લુ મુકાયું હતું. ત્યાર બાદ ઇ.સ.૧૮૬૨માં મંદિર અને તેની સાથે સંકડાયેલ તમામ સ્થાવર મિલ્કતોનું ટ્રસ્ટ બનાવી મંદિરનો તમામ વહિવટ ટ્રસ્ટીઓને સોંપાયો હતો.ત્યારથી આ મંદિર બોમ્બે મંદિર ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાઇ અને ટ્રસ્ટીઓ દ્વારા સંચાલીત કરાય છે.

ભરૂચનું આ સિદ્ધિવિનાયક મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરની વિષેશતામાં જોઇએ તો મુંબઈ સિદ્ધિ વિનાયક ગણેશજીની જેમ અહીંની મુર્તી પણ જમણી સુંઢની અને તેમની આસપાસ રિદ્ધિ અને સિદ્ધિ વિરાજમાન છે. તેથી તેનું મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર જેટલું જ મહત્વ છે.આ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર દરેક ગણેશ ચતુર્થી, મંગળવારે મોડે સુધી દર્શનાર્થે ખુલ્લુ રખાય છે. અહીં  ભગવાન ગણેશના હજારો ભક્તો અહીં આવી સિદ્ધિવિનાયકના દર્શન કરી ધન્ય બને છે અને ભગવાન ગણેશજી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here