આમોદની બેંક ઓફ બરોડા શાખાના કર્મચારીઓ દ્વારા ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા ગ્રાહકો અને બેંક કર્મચારીઓ સાથે રોજની માથાકૂટ થતી હોવાની માહિતી મળી છે. ગ્રાહકો સાથે સૌજન્યતા દાખવ્યા વગર ગમે તેમ ભાષામાં વાત કરતાં કર્મચારીઓથી બેંક ઓફ બરોડાના ખાતેદારો પરેશાન બન્યા છે.

આ ઉપરાંત બેંકનું પાસબુક પ્રિન્ટિંગ મશીન ઘણા સમયથી બંધ હાલતમાં હોય ધૂળ ખાઈ રહ્યું છે.તેમજ શિક્ષકોના પગારનું શિડયુલ સમયસર કામમાં ના લેતાં શિક્ષકોના પગાર પણ ઘણાં અનિયમિત થતાં હોવાની બુમો ઉઠી છે. જેથી બેંક ખાતેદારો પરેશાન બની બેંકના ઉપરી અધિકારીઓને તેમજ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં પણ ફરિયાદ કરી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં ભરવા માંગ કરી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here