દેડીયાપાડાના ગારદા ગામે આવેલ જંગલ માંથી અજાણ્યા યુવાનની લાશ મળતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. ડેડિયાપાડા પોલીસે અકસ્માત ગુનો નોંધી લાશના વાલી વારસાની તપાસ હાથ ધરી છે.

દેડીયાપાડા તાલુકાના ગારદા ગામની સીમમાં આવેલ જંગલમાં લશ્કરી વડ પાસેથી તા.૨૬/૦૬/૨૦૨૨ ના અરસામાં એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી છે, ત્યારે તેનો વાલી વારસો શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.

મરણ જનાર અજાણ્યો પૂરૂષ ઉ.વ. આશરે ૨૫ થી ૩૦ વર્ષનો છે, જેને કમરે ભુરા કલરનો જાંગીયો પહેરેલ છે તથા ગળામાં સફેદ ધાતુની દિલવાળા લોકેટ વાળી ચેઇન પહેરેલ છે અને આ કામે મરણ જનારના વાલી વારસો મળી આવેલ ન હોઇ જો કોઈને મરણ જનાર યુવાનને ઓળખતું હોય તો દેડીયાપાડા પોલીસ મથકમાં સંપર્ક કરવા અપીલ કરાઇ છે, આ બાબતે તપાસ કરતા પી.એસ.આઇ એ.એસ.વસાવા પોલીસ સબ ઇન્સ્પેકટર દેડીયાપાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here