ભરૂચ તાલુકાના જુના તવરા ગામે નવનિર્મિત ખપ્પર જોગણી માતાજીના મંદિરે ભક્તિભાવ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે સમગ્ર ગામ ભક્તિના રંગે રંગાયું હતું અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મહોત્સવની શરૂઆત તારીખ ૨૬ ને શુક્રવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા સાથે થઈ હતી. આ શોભાયાત્રા તવરા સ્થિત પાંચ દેવી મંદિરથી પ્રસ્થાન થઈને જુના તવરા ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. ઢોલ-નગારા અને જય માતાજીના જયઘોષ સાથે નીકળેલી આ યાત્રા ખપ્પર જોગણી માતાજીના નવનિર્મિત મંદિરે પહોંચી ત્યારે સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું.

ત્યારબાદ આજરોજ તારીખ ૨૮ ને શનિવારના રોજ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમ અંતર્ગત સવારે ૯:૦૦ કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ (હવન) શરૂ કરવામાં આવ્યો હતો. સાંજે ૪:૦૦ કલાકે શ્રીફળ હોમવાની વિધિ સાથે હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, ત્યારબાદ ઉપસ્થિત સૌ ભક્તો માટે મહાપ્રસાદી (ભંડારા) નું આયોજન કરાયું હતું.

ખપ્પર જોગણી માતાજીના આ પાવન પ્રસંગે જુના તવરા ગામના ભાઈઓ, બહેનો અને વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોના સહિયારા પ્રયાસ અને ભક્તિભાવથી આ સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here