‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાન અને જિલ્લામાં ચાલી રહેલા ‘NO DRUGS IN BHARUCH CAMPAIGN’ અંતર્ગત ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)એ બે અલગ-અલગ દરોડામાં પોસડોડા, અફીણ અને ગાંજા સહિત કુલ રૂ. ૮,૯૧,૩૮૫/- નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

•પ્રથમ ઘટના: અંકલેશ્વરમાંથી પોસડોડા અને અફીણ ઝડપાયા
જેમાં ASI વરસનભાઇ શાંકરભાઇને મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે નં. ૪૮ પર અમરતપુરા નજીક આવેલી હોટલ બેનસનના કમ્પાઉન્ડમાં ચૌધરી ટેલર નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં દુકાન સંચાલક ખીયા ભૈરારામ ચૌધરી પાસેથી ગેરકાયદેસર પોસડોડા (૯.૯૫૯ કિ.ગ્રા., કિં.રૂ. ૧,૪૯,૩૮૫/-), અફીણ (૨૫૮ ગ્રામ, કિં.રૂ. ૧,૨૯,૦૦૦/-) અને મોબાઇલ ફોન (કિં.રૂ. ૧૫,૦૦૦/-) મળી કુલ રૂ. ૨,૯૩,૩૮૫/- નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
જ્યારે બીજી ઘટનામાં ભરૂચમાં ઓટો રિક્ષામાંથી ગાંજો પકડાયો છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલ મો. ગુફરાન મો. આરીફને મળેલી માહિતીના આધારે અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહેલી ઓટો રિક્ષા (નં. GJ-16-Z-2060)ને અટકાવી તપાસ કરાઈ હતી.
જેમાં રિક્ષાચાલક સદરૂદ્દીન અબ્દુલ્લા કદવાન (દિવાન) પાસેથી વનસ્પતિજન્ય ગાંજો (૯.૬૬૦ કિ.ગ્રા., કિં.રૂ. ૪,૮૩,૦૦૦/-), રિક્ષા (કિં.રૂ. ૧,૦૦,૦૦૦/-) અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૫,૯૮,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પ્રતિ કિલો ગાંજા દીઠ રૂ. ૨,૦૦૦/- ના કમિશનની લાલચે આ જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
ઝડપાયેલા અને વોન્ટેડ આરોપીઓ
• પકડાયેલા આરોપી: ખીયા ભૈરારામ ચૌધરી (રહે. સાંઈધામ સોસાયટી, નૌગામા, તા. અંકલેશ્વર; મૂળ રહે. બાલોતરા, રાજસ્થાન) અને સદરૂદ્દીન અબ્દુલ્લા કદવાન (રહે. જુના કોસંબા, તરસાડી, તા. માંગરોળ, જિ. સુરત).
• વોન્ટેડ આરોપી: મુલારામ (રહે. બાલોતરા), પ્રદિપકુમાર (રહે. અશ્વનીકુમાર બ્રીજ પાસે, સુરત), રાજા ઝરીવાલા (રહે. ભરૂચ) અને બાદશાહ (રહે. ચાંચવેલ, તા. વાગરા, જિ. ભરૂચ).
જપ્ત થયેલો કુલ મુદ્દામાલ (કિં.રૂ. ૮,૯૧,૩૮૫/-)
• પોસડોડા (ઓપીયેટ): ૯.૯૫૯ કિ.ગ્રા. (કિં.રૂ. ૧,૪૯,૩૮૫/-)
• અફીણ (ઓપીયેટ): ૨૫૮ ગ્રામ (કિં.રૂ. ૧,૨૯,૦૦૦/-)
• ગાંજો: ૯.૬૬૦ કિ.ગ્રા. (કિં.રૂ. ૪,૮૩,૦૦૦/-)
• મોબાઇલ ફોન: ૩ નંગ (કિં.રૂ. ૩૦,૦૦૦/-)
• ઓટો રિક્ષા: ૧ નંગ (કિં.રૂ. ૧,૦૦,૦૦૦/-)






