ભરૂચ તાલુકાના કબીરવડ વિકાસથી વંચિત તથા ગંદકીનું સામ્રાજ્ય કબીરવડ એ ભરૂચની ઓળખ સમા અને કબીરવડ ખાતે સમગ્ર ગુજરાતજ નહીં પણ અન્ય સ્ટેટ માંથી પણ ખૂબજ મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે પરંતુ અહીં સાફ-સફાઈ ના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તદ ઉપરાંત અહીં આવતા લોકોને જાહેર શૌચાલય ન હોવાના કારણે તેઓને ભારે મુશ્કેલી પડી રહે છે તદ ઉપરાંત આવનાર તારીખ 22 23 અને 24 આમ ત્રણ દિવસ કબીરવડ ખાતે ભવ્ય સંત સમાગમ મેળા નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તારીખ 24 11 2026 ના રોજ કબીરવડ ખાતે સંત સમાગમ મેળામાં સવારે સાત વાગ્યે કબીરવડની પ્રદક્ષિણા પરિક્રમા કરવામાં આવશે તથા આનંદ આરતી નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબજ મોતી સંખ્યામાં કબીર સંપ્રદાયના સાધુ સંતો અને અન્ય લોકો પણ ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે શ્રી 1008 ગુરુચરણ દાસ સાહેબ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે કબીરવડની યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે અને અહીં જાહેર સંચાલય યોગ્ય રીતે ફાળવણી કરવામાં આવે જેથી અહીં આવતા લોકોને કોઈજ પ્રકારની અગવડ ન પડે તદ ઉપરાંત કપિરાજ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સાધુ સંત સમાજે માંગ કરી છે.





