માં જગદંબાની આરાધના ના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે તવરા ગામમાં આવેલ પાંચ દૈવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારા નું સ્થાપન કરાયું હતું. જેમાં ઘઉં, જુવાર, વાલ, મગ, જવ સહિતના ધાન્ય કઠોળ થી માતાજીના જવારા ની સ્થાપના કરવામાં આવી હતી. આહિર સમાજ દ્વારા આસો નવરાત્રી ની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે.
ભાવિક ભક્તોએ નવરાત્રિના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી વિધિવત રીતે માતાજીના જવારા નું સ્થાપન કર્યું હતું. દસ દિવસ સુધી માતાજીના જવારા નું પૂજન અર્ચન કર્યા બાદ દશેરાના દિવસે માતાજીના જવારા ને પાવન સલીલા માં નર્મદા માં માતાજીના જવારા નું વિસર્જન કરવામાં આવશે. નવ દિવસ દરમિયાન માતાજીના પટાંગણમાં ગરબાનું ગરબાનું પણ આયોજન થતું હોય છે અને નવ દિવસ દરમિયાન માતાજીના મંદિર ખાતે ભક્તો દર્શન અર્થે ઉમટી પડે છે.





