નવસારીમાં રહેતા અને બરોડા ક્રિકેટ એસોસિએશનના કોચને પરિવાર સાથે કેનેડા જવાનું હતું. તેમણે અમદાવાદના એજન્ટનો સંપર્ક કર્યા બાદ તેમનો પરિવાર અમદાવાદ આવ્યો હતો. પરિવારના કેનેડા વર્ક પરમિટ વિઝા 23 લાખમાં આપવાનું કહીને એજન્ટે ટુકડે ટુકડે અલગ અલગ ખર્ચના બહાને રૂ. 16.80 લાખ પડાવ્યા હતા. જે બાદ પરિવારને વિઝા ન આપતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નવસારીમાં રહેતા રાજેશ પંચાલ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે ફરજ બજાવે છે. રાજેશભાઇના પત્નીએ બે વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામમાં બ્રાઇટ વે ઇમિગ્રેશનની જાહેરાત જોઈ હતી. જેમાં છ માસમાં વર્ક પરમિટ વિઝા અપાવતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જાહેરાત જોઈને પતિ પત્ની અમદાવાદ શ્યામલ ખાતેની ઓફિસે આવ્યા હતા. જ્યાં દીપક ઉપાધ્યાય મળ્યો હતો. દીપકે 6 મહિનામાં કેનેડા વર્ક પરમિટ વિઝા આપવાનું કહીને 23 લાખ ખર્ચ જણાવ્યો હતો. રાજેશભાઈ અને તેમના પત્ની તૈયાર થઈ ગયા હતા અને વિશ્વાસ કરીને પૈસા આપવા લાગ્યા હતા. દીપકે અલગ અલગ ફીના નામે નાણાં ખેખરવાના ચાલુ કર્યા હતા. બાદમાં દિપકે પતિ-પત્નીને મુંબઇ બાયોમેટ્રિક માટે મોકલતા દંપતિ ત્યાં ગયું હતું. ત્યાં પહોંચ્યા બાદ બાયોમેટ્રિક કેન્સલ થયાનું કહેતા બંને પરત ફર્યા હતા. બીજી વાર પણ બાયોમેટ્રિક ન થતાં દિપકે મુંબઇનો ખર્ચ આપવાનું કહીને વિશ્વાસ કેળવ્યો હતો. આ દરમિયાનમાં દિપક ઉપાધ્યાયે વિવિધ ફી અને બહાના હેઠળ કુલ રૂ. 16.80 લાખ પડાવી લીધા હતા. જોકે બાયોમેટ્રિક બાદ પણ વર્ક પરમિટ વિઝા આપવાનું કહીને વિઝા ન આપતા આખરે રાજેશભાઈની પત્ની રાજેશ્રીબેને સમગ્ર મામલે દીપક ઉપાધ્યાય વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here