ભરૂચ શહેરના સિધ્ધનાથનગર સ્થિત અંબામાતા ધામના પટાંગણમાં આજરોજ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા સિનિયર સિટીઝન્સ અને સ્થાનિક નાગરિકો માટે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં વધી રહેલા ઓનલાઇન ફ્રોડ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

સેમિનારના પ્રારંભમાં સુરક્ષા સેતુ સોસાયટીના સભ્ય અને એડવોકેટ મહેન્દ્રભાઈ કંસારાએ સાયબર જાગૃતિની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવા સેમિનારો દ્વારા જન-જન સુધી માહિતી પહોંચાડવાથી સાયબર છેતરપિંડી અટકાવી શકાય છે. ત્યારબાદ, એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર માંગરોળીયા, સિંધવાઈ ચોકીના પીએસઆઈ પાટીલ તેમજ સાયબર ક્રાઇમ વિભાગના અશોકભાઈ ચૌહાણે ઉપસ્થિત સૌને સાયબર સુરક્ષા અંગે અત્યંત સુંદર, મુદ્દાસર અને મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી અને સિનિયર આગેવાન બિપીનભાઈ ભટ્ટ, ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના સભ્ય જીગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ નગરપાલિકા સભ્ય રાજેશભાઈ ચૌહાણ સહિત સિધ્ધનાથનગરના મોટી સંખ્યામાં વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સેમિનારનું સફળ સંચાલન બિપીનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here