પોર નજીક ઇટોલા ક્રોસિંગ પર ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેન્કરમાં અત્યંત જોખમી ઈથિલીન ઓક્સાઈડ ગેસ ભરેલો હોવાથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, સદનસીબે ટેન્કરમાંથી ગેસ લીકેજ થયું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. હાલ ટેન્કરને સીધું કરી હટાવવાની કામગીરી ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, આજે સવારે આશરે 10:30 વાગ્યાના અરસામાં પોર પાસે આવેલા ઇટોલા ક્રોસિંગ ખાતે અગમ્ય કારણોસર ઈથિલીન ઓક્સાઈડ ગેસ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સાધન-સામગ્રી સાથે સ્થળ પર પહોંચી હતી.

ટેન્કરમાં જોખમી ગેસ ભરેલો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર વિભાગની ટીમ દ્વારા તકેદારીના ભાગરૂપે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

સદનસીબે પ્રાથમિક તપાસમાં ટેન્કરમાંથી કોઈ ગેસ લીકેજ થયું ન હોવાનું સામે આવ્યું છે. હાલ ટેન્કરને ઉભું કરી સુરક્ષિત રીતે સ્થળ પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
હાલ સમગ્ર કામગીરી દરમિયાન ફાયર વિભાગની ટીમ સતર્ક છે. સદનસીબે ગેસ લીકેજ ન થતાં મોટી દુર્ઘટના ટળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here