•હાઈકમાન્ડની લીલીઝંડી બાદ સત્તાવાર જાહેરાત થશે
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે જગદીશ ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે વિપક્ષ નેતા પદે સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાઈકમાન્ડ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.
ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદ અને વિરોધ પક્ષના નેતા માટે લાંબા સમયથી અંદરોઅંદર નેતાઓ વચ્ચે ખેચતાણ ચાલી રહી હતી. જેમા ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના મામલે પ્રભારી રઘુ શર્માથી માંડીને રાહુલ ગાંધી સુધીની બેઠકોનો દોર ચાલ્યો હતો.
રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના નેતાઓની વન ટુ વન બેઠકમાં મોટા ભાગના નેતાઓએ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં, કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ અવઢવમાં પડી ગયા હતા. પરંતુ આખરે તેનો અંત આવી ગયો છે.