•પિતાનું અવસાન થતાં ત્રણવ પુત્રીઓએ મુખાગ્નિ આપી દીકરાની ગરજ સારી હતી.
•નાની દીકરીના લગ્નની સુખની ઘડીએ પિતાનું દુઃખદ અવસાન થયું .
વાલિયા તાલુકાના ગીઝરમ ગામના વતની જશવંતસિંહ માંગરોલાનું લાંબી નાદુરસ્ત તબિયતના કારણે મૃત્યુ થતાં તેની ત્રણ પુત્રીઓએ સ્મશાન વિધિમાં ભાગ લઈ બાપની લાડકી દીકરીઓએ અંતિમ સંસ્કાર વિધિમાં જોડાય મુખાગ્ની આપી પુત્રની ગરજ સારી હતી અને સાથે સમાજમાં એક ઉદાહરણ રૂપ ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
વાલિયાના જેસપોર હાઈસ્કૂલના નિવૃત આચાર્ય જશવંતસિંહ માંગરોલાને સંતાનમાં ત્રણ દીકરીઓ કોમલ,રોશની અને ડો. શિવાની છે .જેમાં ડો.શિવાનીના લગ્ન બારડોલી નિવાસી ડો.વૈભવસિંહ બળવંતસિંહ પરમાર સાથે તારીખ 14.12.2021 ના રોજ નિર્ધાર્યા હતા. આ સુખનાં પ્રસંગે પિતા જસવંતસિંહની નાંદુરસ્ત તબિયત હોય દીકરી શિવાનીના લગ્નની વિદાય પહેલા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હતો પરંતુ પિતાની ઇચ્છા હતી કે મારું મૃત્યુ થાય તો પણ લગ્ન મોકૂફ રાખશો નહીં.
સગાવહાલા અને સ્નેહીઓ મક્કમ મને સવારે દીકરીના લગ્ન ટૂંકમાં આટોપ્યા હતા .ત્યારબાદ લાડલી દીકરી સાસરે ગઈ અને તરત જ પિતાને અગ્નિદાહ આપવા પરત ફરી ત્રણેવ દીકરીઓએ ભેગા થઈ અગ્નિદાહ આપી પિતાને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી આપી હતી.આ શિક્ષિત કુટુંબ રાજપૂત સમાજમાં પ્રેરણારૂપ છે. જેમાં એકબાજુ આનંદનો અવસર હતો બીજી બાજુ દુઃખની ઘડી હતી જેનું રાજપૂત સમાજ ગૌરવ અનુભવે છે.
ઉલ્લેખનીય છે કે, વાલીયા તાલુકાના ગીઝરમ ગામના વતની જશવંતસિંહ માંગરોલા જેસપોર નવચેતન હાઇસ્કુલ ખાતે આચાર્ય દસ વર્ષ રહ્યા બાદ નિવૃત્ત થયા હતા ત્યારબાદ નિવૃત્ત જીવન ગાળતા હતા છેલ્લા ઘણા સમયથી તબિયત નાદુરસ્ત હતી જેથી સૌથી નાની દીકરી ડોક્ટર શિવાનીના લગ્ન ત્વરિત લેવામાં આવ્યા હતા લગ્નના દિવસે જ પિતાનું અવસાન થતા કીમ નદીના કિનારે મેરા ગામના સ્મશાન ખાતે ત્રણેય દીકરીઓએ પિતાની અંતિમવિધિમાં રહી મુખાગ્નિ આપી હતી.
•અતુલ પટેલ,ન્યુઝલાઇન, વાલિયા.