The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 98

સીમઆમલી ગામે ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતાં ૧ મહિલાનું મોત

સિઝનનો પહેલો વરસાદ સાગબારાના સીમઆંબલી ગામના ખેડૂત પરિવાર માટે આફત રૂપ નીવડ્યો છે. સાગબારા તાલુકાના સીમઆમલી ગામના રહેવાસી ગીતાબેન કાલ્યાભાઈ વસાવા (ઉ.વ 26) જેઓ પોતાના પતિ કાલ્યાભાઈ સાથે પોતાના ખેતરમાં ખેતરમાં કામ કરતા હતા.

દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ થઈ હતી.પરંતુ વરસાદ ન હોવાને કારણે આ ખેડૂત દંપતિએ પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. એ દરમ્યાન આકાશી વીજળી ગીતાબેનના શરીર ઉપર પડી હતી.  અને તરત ગીતાબેનને સરકારી હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. સાગબારા પોલીસે મરણ જનારના પતિ કાલ્યાભાઈ ભગીયાભાઈ વસાવા (ઉ.વ. 32, રહે. સીમઆમલી નવી વસાહત તા. સાગબારા જી. નર્મદા) ની ફરિયાદ લઈ અકસ્માત મોતનો બનાવ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ભરૂચ દૂધધારા ડેરીનો રૂપિયા ૭૦ કરોડના ખર્ચે મુંબઈમાં સ્થાપશે પ્લાન્ટ

ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં દુધધારા ડેરીની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા સોમવારે સવારે મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે ડેરીના મુંબઈ સ્થિત પ્લાન્ટમાં એક્ષપાન કરી નવો આધુનિક પ્લાન્ટ ઉભો કરવા રૂપિયા ૭૦ કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કરતા હવે મુંબઈવાસીઓ ભરૂચની દૂધધારા ડેરીનું દૂધ પીશે.

ભરૂચ નર્મદા જિલ્લાના પશુપાલકો માટે આધારસ્તંભ સમાન દુધધારા ડેરીની વાર્ષિક સાધારણ સભા ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સી.આર.પાટીલે દુધધારા ડેરીના મુંબઇ ખાતે રૂપિયા ૭૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ડેરી પ્લાન્ટનું ખાત મુહૂર્ત કર્યું હતું. સાથે ભરૂચમાં રૂપિયા ૫ કરોડના ખર્ચે ઉભા થનાર ૧૦ મેટ્રિકટનની ઉત્પાદન ક્ષમતાના શ્રીખંડ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કર્યું હતું. ઉપરાંત દુધધારા ડેરીના રૂપિયા ૨ કરોડના ખર્ચે ઉભા થયેલ ૫૦૦ કિ. વો.ની સોલાર સિસ્ટમનું લોકાર્પણ કરી સી.આર.પાટીલે ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.

સાધારણ સભામાં વિધાનસભાના મુખ્ય નાયબ દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, પૂર્વ મંત્રી ખુમાનસિંહ , જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ સહિત ડેરીના ડિરેક્ટરો અને સહકારી આગેવાનોની હાજરીમાં હજારોની સંખ્યામાં ઉમટેલા સભાસદો સમક્ષ ડેરીની આવક જાવકના હિસાબો રજૂ કર્યા હતા.ચેરમેન ઘનશ્યામ પટેલે બન્નેવ જિલ્લાના ૬૨ હજાર સભાસદોને ૨૧ જુનથી દુધના ખરીદ ભાવ રૂપિયા ૭૨૫ થી વધારીને રૂપિયા ૭૩૫ કરવાની જાહેરાત કરી દૂધ ઉત્પાદકોને ભેટ ધરી હતી. સાથે જ ગત વર્ષના હિસાબમાં ભાવ ફેર પેટે રૂપિયા 35 કરોડ પૈકી ૧૭ કરોડ રોકડમાં અને બાકીના દાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પેટે સહાય કરવામાં આવી હતી. ડેરીની તમામ મંડળીઓને ડીપ ફ્રીઝર અને બલ્ક મિલ્ક કુલિંગ યુનિટ આપવાની જાહેરાત કરતા સભાસદોમાં ખુશીની લાગણી છવાઈ હતી.

દેશભક્તિના અનોખે રંગે રંગાયું ભરૂચ, વીરોને અપાઇ વિરાંજલી થકી શ્રદ્ધાંજલી

ગુજરાત સરકાર ના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ભરૂચ માં ગતરોજ સાંઇરમ દવે અને કલાકારો દ્વારા દિગ્દર્શિત વીરાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત આઝાદીનો રક્તનિતરતો હૃદયસ્પર્શી ઇતિહાસ રજુ કરતો  મેગા મ્યુઝિકલ ડ્રામા ‘ વીરાજલિ ‘.નું આયોજન ભરૂચ ના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં વતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વિસરાઈ ગયેલા વીરોના બલિદાનને ગુજરાતના ધરઘરમાં ગુજતા કરવાના આશયથી વીરાજલિ ‘ મલ્ટી મીડિયા શોનું આયોજન  સમગ્ર રાજ્ય મા થઈ રહ્યું છે.જે અંતર્ગત ભરૂચ ના  હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિરાંજલી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત ના લોક કલાકાર સાંઈરામ  દવે અને તેમના સહયોગી કલાકારો એ તેમની કળા દ્વારા ઉપસ્થિતો ને મંત્ર મુગ્ધ કર્યા હતા.જેને ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી  રાષ્ટ્રપ્રેમી ભરુચ ના પ્રજાજનો એ માણ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા, નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરા ના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, જિલ્લા કલેકટર  તુષાર સુમેરા, સહિત ના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જંબુસરના નાડા ગામે સરપંચે મહિલાની કરી શારીરીક છેડછાડ! ગુનો દાખલ

જંબુસર તાલુકા ના નાડા ગામે રહેતી પરણીતા ના ઘર મા તેણી ની એકલતા નો લાભ લઈ ગામ ના સરપંચે  તેના એ પ્રવેશ કરી ઈજ્જત લુંટવાના ના ઈરાદે પરણીતા નો હાથ પકડી તેણી ની શારીરિક છેડછાડ કરી હોવાની તથા આ સમયે પરણિતા એ બુમાબુમ કરતા દોડી આવેલ સરપંચ ના બે ભાઈ ઓ એ પરણિતા ને માર માર્યો હોવાના તથા આ દરમિયાન ત્યા દોડી આવેલ તેણીના પતિ ને પણ સરપંચ તથા તેના ભાઈઓએ ઢીકાપાટુ નો માર માર્યો હોવા ની ફરિયાદ જંબુસર પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો મળી છે.

જંબુસર પોલીસ મથકે થી પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકા ના નાડા ગામે સુંદર નગરી મા રહેતી કુસુમ મહેશભાઈ ગોહિલ નામની પરણિતા સાંજ ના સાત વાગ્યા ના અરસા મા તેણીના ઘર મા એકલી હતી. ત્યારે તેણીની એકલતા નો લાભ લઈ ગામ ના સરપંચ જીતસંગ ગોરધન દેસાઈ ના ઓ એ ઘર મા પ્રવેશી પરણિતા ની ઈજ્જત લુંટવાના ઈરાદે પરણિતા નો હાથ પકડી શારીરિક અડપલા કરતા પરણિતા એ બુમાબુમ કરી હતી. જેથી સરપંચ ના બન્ને ભાઈઓ સરજુગ ગોરધન દેસાઈ તથા વિજય ગોરધન દેસાઈ નાઓ ઘર મા આવ્યા હતા.અને પરિણીતા ને બિભ્સ્ત ગાળો બોલી માર મારી હતી. આ દરમિયાન પરિણીતા નો પતિ મહેશભાઈ ગોહિલ તથા તેનો મિત્ર આવી પહોંચતા સરપંચ તથા તેના ભાઈઓ એ પરણિતા ના પતિ ને ઢીકાપાટુનો માર મારી પરણિતા તથા તેણીના પતિ ને જાન થી મારી નાંખવા ની ધમકી આપી નાસી છુટયા હતા.

ઉપરોક્ત બનાવ સંદર્ભે કુસુમ ગોહિલે સરપંચ તથા તેના ભાઈઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ઈપીકો કલમ ૩૫૪, ૩૫૪(એ), ૪૫૨, ૩૨૩,૫૦૪,૫૦૬ (૨),૧૧૪ મુજબ નો ગુનો નોંધી આગળ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.એસ.પરમાર ચલાવી રહયા છે. અને સરપંચ તથા તેના ભાઈઓ ને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

નાહીયેર ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ સ્કૂલ આમોદ ખાતે બરોડા હાર્ટ એન્ડ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ભરૂચ દ્વારા આજ રોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ કલાક સુધી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવાં આવ્યું હતું.સૌપ્રથમ ભારતમાતાની છબીને ફુલહાર ચઢાવ્યા બાદ દીપ પ્રાગટય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.

આ કેમ્પમાં નાહીયેર ગુરુકુળના પૂજ્ય ડી. કે સ્વામીએ સૌને આશીર્વચન આપી સૌને કેમ્પનો લાભ લેવા જણાવ્યું હતું.કેમ્પમાં ભરૂચ જિલ્લા ભાજપ મંત્રી દિવ્યેશ પટેલ, આમોદ શહેર પ્રમુખ મહેશ શાહ,જૈન એલર્ટ ગ્રુપના ભાવિન શાહ નટુભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.ફ્રી મેડિકલ કેમ્પમાં આમોદ નગર સહિત તાલુકાના ૧૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.સદર કેમ્પમાં બ્લડ પ્રેશર,બ્લડ સુગર, ઇ.સી.જી,ની તપાસ કરી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ભરૂચના નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટ ડૉ.સાગર શાહે પોતાની મેડિકલ ટીમ સાથે સેવા આપી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન, આમોદ

કણજી ગામ પાસે આવેલી દેવનદી ના કોઝવે પરથી 8 વર્ષની બાળકી તણાઈ!

દેડીયાપાડા ના કણજી ગામ પાસે ગઈ કાલ સાંજે 8 કલાકની આસપાસ દેવનદીના કોઝવે પર આવેલ ભારે પાણીમાં વાંદરી ગામની એક 8 વર્ષની બાળકી તણાઈ જતા ગ્રામજનો અને તંત્ર દ્વારા શોધખોળ જારી છે, હજુ સુધી બાળકીનો કોઈ પતો નથી.

તારીખ 11/6/2022 દેડીયાપાડા ના પૂર્વ પટ્ટીના અંતરિયાળ વિસ્તારોમાં ગઈ કાલે મુસળધાર વરસાદ વરસતા વાંદરી ગામના વસાવા જીગ્નેશભાઈ મીરાભાઈ ની પુત્રી મમતાબેન ઉમર વર્ષ 8 તથા પત્ની શીલાબેન સાથે વાંદરી ગામે પરત જઈ રહ્યા હતા, તે દરમિયાન દેવનદીના કોઝવે નાળા પરથી પસાર થતા હતા, ત્યાંરે ઉપરવાસમાં ભારે વરસાદ થી નદીમાં અચાનક વધારે પાણીનો પ્રવાહ આવતા તેમની પુત્રી મમતાબેન વસાવા ઉમર વર્ષ 8 નદી પ્રવાહમાં તણાઈ જતા ગ્રામજનો અને તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી બાળકીનો કોઈ પતો લાગેલ નથી.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા (નર્મદા)

દેવમોગરામાં ગાડી હટાવવા મામલે જૂથ અથડામણ, 7થી વધુ ઘાયલ

નર્મદા જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય હિતેશ વસાવા અને ડેડીયાપાડાના બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરાંગ વચ્ચે દેવમોગરામાં થયેલાં ઝગડાના લોહીયાળ પ્રત્યાઘાતો પડયાં છે. બંને પક્ષના સાગરિતોએ એકબીજા પર કરેલાં હુમલામાં 6 થી વધારે લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડાયાં છે.

દેવમોગરામાં થયેલી મારામારીના સંદર્ભમાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે. એક ફરિયાદ માલજીપુરાના ધર્મેશ વસાવાએ જયારે બીજી ડેડીયાપાડાના પાર્થ વસાવાએ નોંધાવી છે. ધર્મેશ વસાવાની ફરિયાદ મુજબ તેઓ તેમની બાધા પુરી કરવા માટે દેવમોગરા ગયાં હતાં અને ત્યાં રાખેલી પ્રસાદીમાં ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરાંગ સહિત યુધ્ધરાજ કિશોર વસાવા, આશિષ દીલીપ વસાવા તથા અન્ય લોકોને બોલાવવામાં આવ્યાં હતાં. ગૌરાંગ વસાવા દેવમોગરાના ફીલ્ટરેશન પ્લાન્ટ પાસે તેમની કાર લઇને ઉભો હતો તે સમયે કેટલાક લોકો સાથે ઝગડો થયો હતો.

ઝગડો શાંત પડી ગયાં બાદ ફરિયાદી અને તેના સાથીઓ ઇકો કારમાં પરત માલજીપુરા જઇ રહયાં હતાં તે સમયે રસ્તામાં દિવાલ શેઠનો છોકરો હિતેશ વસાવા કે જે જિલ્લા પંચાયતનો ભાજપનો સભ્ય પણ છે તેણે તેમની કાર અટકાવી હતી. હિતેશ તથા અન્ય લોકોએ હુમલો કરતાં ધર્મેશ વસાવા જીવ બચાવવા ભાગ્યો હતો. આખરે રસ્તામાં ડેડીયાપાડા પોલીસની જીપ મળી જતાં તેને પોલીસ સ્ટેશન અને બાદમાં દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

અન્ય ફરિયાદ પાર્થ વસાવાએ નોંધાવી છે જેમાં તેઓ દેવમોગરા ગયાં હતાં તે સમયે ફીલ્ટરેશન પ્લાન્ટ પાસે ગૌરાંગ મહેશ વસાવા અને તેના મિત્રોને કાર સાઇડમાં હટાવવા માટે કહયું હતું. આ બાબતની રીષ રાખી યુધ્ધરાજ વસાવા ,ગૌરાંગ વસાવા,આશિષ દિલીપ વસાવા સહીત ગૌતમ, દીપ્તેશ,વનરાજ, ધર્મેશ, નિલેશ,પિયુષ સહિતના લોકોએ ભેગા મળી તેમને માર મારી મારક હથિયારોથી હુમલો કર્યો હતો.દેવમોગરામાં થયેલી અથડામણ બાદ ડેડીયાપાડામાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. ડેડીયાપાડા પોલીસ સ્ટેશનની બહાર ગત રાત્રિના સમયે હજારો લોકો એકત્ર થઇ જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. બનાવ બાદ બીટીપી અને ભાજપના આગેવાનો પણ ડેડીયાપાડા દોડી આવ્યાં છે. હાલ તો ડેડીયાપાડામાં લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

આમોદમાં સામાન ઉઘરાવતા મજુરને પુત્રનું મોત થતાં પ્રધાનમંત્રી વીમા યોજનાનો લાભ મળ્યો

આમોદમાં ભીમપુરા રોડ નવી નગરી ખાતે રહેતા રમેશભાઈ કાલિદાસ વાઘેલાનો પુત્ર સંજય વાઘેલા વર્ષ ૨૦૨૧ મા રાણીપુરા ગામે આવેલા એક તળાવમાં ડૂબી જવાથી અકસ્માતે મોત થયું હતું.જેનું આમોદમાં આવેલી એસ.બી.આઈ.બેંક માં ખાતું ચાલતું હતું. અને તેણે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના હેઠળ ૧૨ રૂપિયાનું પ્રીમિયમ દર વર્ષે તેના ખાતામાંથી ડેબિટ થતું હતું.

જે બાબતે રમેશ વાઘેલાએ બેંકની પાસબુક બેંક મેનેજરને બતાવતાં મેનેજરે તેના ખાતામાંથી ૧૨ રૂપિયાનું પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજનાનું પ્રીમિયમ કપાતું હોવાનું જણાવી મૃતક સંજયના પિતા રમેશભાઈ વાઘેલાને જે તે ગ્રામ પંચાયતમાંથી મરણનો દાખલો અને પોલીસ સ્ટેશનમાંથી અકસ્માત મોતના જરૂરી કાગળો સબમિટ કરી બેંકમાં અરજી કરવા જણાવ્યું હતું.ત્યાર બાદ બેંક મેનેજરે જરૂરી કાગળો મેળવી વીમા કંપની સામે ક્લેમ કરી મૃતકના પિતા રમેશભાઈ વાઘેલાને રૂપિયા બે લાખના વિમાનો લાભ અપાવ્યો હતો.

આ બાબતે રમેશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે મારા દીકરાનું એક વર્ષ પહેલાં પાણીમાં ડૂબી જવાથી અકસ્માતે મોત થયું હતું.મારા દીકરાને પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના હેઠળ આમોદની એસ.બી.આઈ.શાખામાં દર વર્ષે ૧૨ રૂપિયા કપાતા હતાં.મારા દીકરાના મૃત્યુ બાદ મને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમા યોજના નો લાભ મળ્યો હતો.જેથી હું મીડિયા મારફતે દરેકને કહેવા માગું છું કે તમે પણ કેન્દ્ર સરકારની વીમા યોજનાનો લાભ લો.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા યોજાયેલ પરિષદ શિક્ષા વર્ગનો આજે અંતિમ દિવસ

ભરૂચના બોરભાઠા ખાતે તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ૧૦ દિવસીય પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું આજે તેનો અંતિમ દિવસ હતો. જેમાં વીહીપના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વિહિપ દ્વારા તપોવન આશ્રમ ખાતે તા. ૨ જુનથી ૧૨ જુન સુધી  પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિક્ષા વર્ગમાં સમગ્ર રાજ્યમાંથી ૧૪૦ જેટલા સભ્યોએ લાભ લીધો હતો અને ૨૦ જેટલા શિક્ષકોએ વર્ગનું સંચાલન કર્યું હતું. આજરોજ અંતિમ દિવસે વીહીપના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે વિહિપ એ પોતાના એજન્ડા સાથે કામ કરી રહ્યું છે. અને દેશના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી તેમાં કાયદાકીય રીતે કેવી રીતે લડત આપી શકાય તે માટે કાર્ય કરી રહ્યું છે.

દેશના હાલના સળગતા પ્રશ્ન નુપુર શર્મા મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે જુમ્માની નમાઝ બાદ દેશમાં જે સ્થિતિનું નિર્માણ થયું અને જે રીતે નુકસાન પહોચાડવામાં આવ્યું તે શાખી લેવાય તેમ નથી. નુપુર શર્મા ની સામે ઢગલે બંધ કેસો થયા છે તો શું તેઓને દેશની ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ નથી? કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ. તેઓએ ગુજરાત સરકાર સામે તીખા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે હિન્દુ એ ક્યારેય વિકાસનો વિરોધી નથી પરંતુ વિકાસના નામે મંદિરો હટાવવાનું કામ ગુજરાત સરકાર કરી રહી છે તે યોગ્ય નથી.

હાલમાં જ સુરતમાં મહાકાલી મંદિરને હટાવવાના મુદ્દે ભારે વિવાદ છે ત્યારે ગુજરાત સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે વિકાસના કામોમાં વચ્ચે જો કોઈ મંદિર આવતું હોય તો સમાજ સાથે વાટા ઘાટો કરવી જોઈએ અને તેનું અન્ય યોગ્ય સ્થળે સ્થળાંતર કરવું જોઈએ પરંતુ સુધી મંદિર તોડવાની વાત એ ક્ષમ્ય નથી. ગુજરાત સરકાર મંદિર અને મજાર બંનેને અલગ ત્રાજવે તોલે છે. માર્ગમાં મજારો પણ આવેલી છે ત્યારે સરકારે તેનો પણ હિસાબ આપવો પડશે કે તેઓએ કેટલી મજાર હટાવી.

જંબુસર પાલિકા કચેરી શહેરથી દૂર બનાવવાના ઠરાવથી સ્થાનિકોએ આપ્યું આવેદન

જંબુસર નગરપાલિકા કચેરી શહેરથી દૂર બનાવવાના કામે ઠરાવ કરવામાં આવતા નગરના સ્થાનિકોએ રાજયપાલ અને મુખ્યમંત્રીને ઉદ્દેશી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

જંબુસર નગરના મુસ્લીમ સમાજ અગ્રણીઓ પ્રાંત કચેરી ખાતે એકત્ર થઇ  આવેદનપત્ર આપવામાં આવ્યું હતું  જેમાં યુસુફખાન પઠાણ, સમીરભાઈ મલેક, હમીદભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

પાલિકા દ્વારા તારીખ ૭/૧/૨૨ ના રોજ ખાસ સામાન્ય સભામાં જંબુસર નગરપાલિકાને શહેરથી દૂર બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો જે જાહેરહિતને  નુકશાન કરવાના આશયથી કરેલ છે નગરપાલિકા કચેરી જે જગ્યાએ બનાવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે તે જગ્યાએ હાલમાં ભૂગર્ભ ગટર યોજનાનું પંપીંગ સ્ટેશન કાર્યરત છે  શહેરના વિવિધ વિસ્તારોના પાંચ કિલોમીટર દૂરના અંતરે જાહેર આરોગ્યને હાનિકારક જગ્યા ઉપર  સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે નવા સંકુલની બિલ્ડીંગ બનાવવા જઈ રહ્યાં છે  તે અટકાવી શહેરની પ્રથમ પુનરાવર્તિત વિકાસ નકશો સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે તે જગ્યાએ નવી  કચેરી સંકુલ બનાવવામાં આવે, સદર ઠરાવની અમલવારી થાય તે માટે શહેરના નાગરિકો દ્વારા પ્રાદેશિક કમિશનરની અપીલ કરવામાં આવેલ છે.

નગરપાલિકાની નવી બિલ્ડીંગ વહીવટીતંત્ર દ્વારા વિકાસ નકશાની રિઝર્વેશન કરેલી જગ્યામાં બનાવવા  તે નિયમ મુજબ કાર્યવાહી કરવા  છતાં સત્તાધીશો પોતાની મનમાની કરી  સરકાર દ્વારા ફાળવવામાં આવેલ આશરે ત્રણ કરોડ જેટલી રકમને ગેરકાયદેસર રીતે વેડફવા પ્રયાસ કરી રહ્યાં છે.જંબુસર નગરના છેવાડાના વિસ્તારોના જનતાની ફરિયાદો આજે પણ મૃત અવસ્થામાં છે  છેવાડાના સામાન્ય વ્યક્તિને સરકારની મહત્તમ   યોજનાઓનો લાભ મળે સત્તાધીશોની નવી નગરપાલીકા કચેરી બનાવવાની કામગીરી સ્થગિત કરી  જાહેર હિતને ધ્યાને લઈ આર્થિક અને આરોગ્ય ક્ષેત્રે નુકશાન કરનાર જગ્યા ઉપર નવીન કચેરી બનાવવામાં ન આવે  તેવી માંગણી આવેદનપત્રમાં જણાવી હતી.આ સહિત આ લાગણી અને માગણી નગરપાલીકા દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો નાછૂટકે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે  તેણે જણાવ્યુ હતુ આવેદનપત્ર આપવા જંબુસર શહેર નાગરિકો હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર
error: Content is protected !!