The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 97

એન.ટી.પી.સી. ઝનોર ઘ્વારા આયોજિત કન્યા સશક્તિકરણ વર્કશોપ સંપન્ન

એન.ટી.પી.સી.ઝનોર ઘ્વારા અઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે કન્યા સશક્તિકરણ અંતર્ગત એક મહિનાનો વર્કશોપ પૂર્ણ થતાં તેનો સમાપન સમારોહ જિલ્લા સમહર્તા તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

એન.ટી.પી.સી. ના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં યોજાયેલ કન્યા સશક્તિકરણ વર્કશોપનું આયોજન કરતા તેમાં 11 ગામોની 13 શાળાઓની 49 જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. જેમણે વિવિધ તજજ્ઞો પાસેથી યોગ, આર્ટ અને ક્રાફટ, કલચર એક્ટિવિટી અને સેલ્ફ ડિફેન્સની તાલીમ લીધી હતી.સમાપન સમારોહમાં કમ્પનીમાં ચીફ જનરલ મેનેજર નીરજ દુબે, એચ.આર. વિભાગના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નિશિ સિંગ સહિતના અધિકારીઓની હાજરીમાં જિલ્લા કલેકટરે કમ્પનીના કન્યા સશક્તિકરણના પ્રયાસને બિરદાવ્યો હતો. જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ કહ્યું હતું કે કન્યાઓના શિક્ષણ પાછળ કરેલ રોકાણ સામાજના વિકાસમાં પરિણમે છે. આ અવસરે તાલીમાર્થી કન્યાઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌની વાહવાહી મેળવી હતી.

નાંદોદના ધાનપોર ગામના ખેડૂત માટે સરકારી સહાય બની આશીર્વાદરૂપ

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અમલી બનાવાયેલી કિશાન સમ્માનનિધિ યોજના સાચા અર્થમાં સાકાર થઈ રહી છે. આ યોજના થકી આર્થિક સહાય મેળવી ખેડૂતો પોતાની ખેતીમાં ખાતર-બિયારણની ખરીદી કરી આર્થિક બચત સાથે ખેતી પાકમાં સારું ઉત્પાદન મેળવી આર્થિક સમૃદ્ધિ કેળવી રહ્યાં છે.

નાંદોદ તાલુકાના ધાનપોર ગામના ખેડૂત નિકુંજભાઇ પટેલ એક સમયે કપાસની ખેતી કરતા હતા. કારણ કે તેમની પાસે જમીન તો હતી પણ ખાતર-બિયારણની ખરીદી સમયે નાણાંકીય તકલીફોનો સામનો કરવો પડતો હતો. જેના કારણે તેઓ પરંપરાગત ખેતી કરતાં હતા અને કેળા, શેરડી જેવી લાંબી ખેતી કરી શકતા નહોતા. ત્યારબાદ કિશાન સમ્માન નિધિ યોજનાનો લાભ મળતા હવે તેઓ કેળાની ખેતી કરતા થયા છે. માત્ર એટલું જ નહીં, સરકાર દ્વારા ખેડૂતોને અપાતી નાણાંકીય સહાય તેમને ખેતી ખર્ચમાં પૂરક સાબિત થઈ રહી છે.

આ અંગે નિકુંજભાઈ પ્રવીણભાઈ પટેલ જણાવી રહ્યાં છે કે, અગાઉ અમે ટૂંકા ગાળાની ખેતી કરતા હતા. કારણકે, બજારમાંથી બિયારણની ખરીદી કરવા માટે અમારી પાસે પૂરતી નાણાંકીય સગવડ નહોતી. અમને કિશાન સમ્માન નિધી યોજનામાં સમાવવામાં આવ્યા. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા દર ચાર મહિને આપવામાં આવતી રૂપિયા ૨૦૦૦/-ની આર્થિક સહાય અમને સીધી જ બેન્ક ખાતામાં મળવા લાગી.

વધુમાં નિકુંજ પટેલે કહ્યું કે, અત્યાર સુધી અમને ૧૧ હપ્તાની રકમ મળી ચૂકી છે. કુલ રૂપિયા ૨૨૦૦૦/-ની સહાય સરકાર દ્વારા આપવામાં આવતાં આજે અમારી ખેતી પદ્ધતિમાં પણ ફેરફાર આવ્યો છે. પહેલા અમે માત્ર કપાસ-તૂવેરની ખેતી કરતા હતા. હવે અમે કેળનાં ટીસ્યુ ખરીદવા માટે સક્ષમ બનતા તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ખાતર-દવાની ખરીદીમાં પૂરક સાબિત થતાં નવી ખેતી તરફ વળ્યાં. છેલ્લા ત્રણ વર્ષથી અમારી ખેતીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. અમે લાંબાગાળાની ખેતી કરતા તેમાંથી તૈયાર થયેલા પાકનું માર્કેટમાં સારું એવું વળતર મળતા અમારા પરિવારની આર્થિક સમૃદ્ધિ પણ વધી છે. સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય સાચા અર્થમાં ખેડૂતો માટે ખેતી ખર્ચમાં પૂરક સાબિત થઈ હોવાનું નિકુંજ પટેલે ઉમેર્યું હતું.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,નર્મદા

ભરૂચ તરફના પ્રથમ રેલવે ફલાય ઓવરનો નીચેનો સ્લેબ તૂટ્યો!

ભરૂચમાં જી.એન.એફ.સી. રેલવે ફાટક દહેજ બાયપાસ રોડ ઉપર પ્રથમ રેલવે ફ્લાય ઓવર બન્યો હતો. આ નંદેલાવ બ્રિજનો આજે એક ભાગ ધડકાભેર તૂટી પડતા 2 બાઇક, 1 એક્ટિવા અને 2 લારીઓનો ભુક્કો બોલી ગયો હતો. જોકે, મોટી દુર્ઘટના ટળી છે.

આશરે 22 વર્ષ પહેલાં બનેલો નંદેલાવ ROB છેલ્લા કેટલાક સમયથી જોખમી અને જર્જરીત બન્યો હતો. બ્રિજની ઉપરની રોડ સરફેસ ઉપર સળિયા પણ બહાર નીકળી જવા છતાં હતી તેના દ્વારા સમારકામ હાથ ન ધરાતા બ્રિજ ગમે ત્યારે મોટી હોનારત સર્જે તેવી સ્થિતિ બની રહી હતી. આ બ્રિજના પાયા પણ હલી જવાની હાલત સાથે એક તરફથી ઝુકવા લાગ્યા હતા. જેને ટકો આપી થોડા વર્ષો પહેલા મજબૂતી અપાઈ હતી.

જે બાદ ટ્રાફિકનું ભારણ દહેજ તરફ અને સિટીમાં વાહનોની સંખ્યા વધતા જુના નંદેલાવ બ્રિજની બાજુમાં નવો 2 લેન બ્રિજ બનવવામાં આવ્યો હતો. આજે મંગળવારે બપોરના સુમારે જુના નંદેલાવ બ્રિજનો ભરૂચ તરફનો નીચેનો મસમોટો સ્લેબ ધડાકાભેર તૂટી પડતા દોડધામ મચી ગઇ હતી.

ભરૂચ તરફનો નીચેના ભાગનો બ્રિજનો સ્લેબ પડતા નીચે રહેલી એક એક્ટિવા, 2 બાઇક અને 2 લારીનો ભુક્કો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, પ્રાંત અધિકારી, અન્ય પોલીસ અધિકારી, સરકારી અધિકારી, ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા. વાહનચાલકો અને લોકોની ભારે ભીડનો બ્રિજ નજીક નીચે જમાવડો થઈ ગયો હતો. સલામતીના કારણો સર જૂનો જર્જરિત દુર્ઘટના ગ્રસ્ત બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવાની હિલચાલ તંત્રએ શરૂ કરી છે.

ભરૂચ રૂંગટા વિદ્યાભવનમાં ધો.૧૧ના પ્રવેશફોર્મ ના અપાતા હોવાની બુમરાણ

ભરૂચ સ્ટેશન રોડ સ્થીત રૂકમણીદેવી રૂંગટા વિદ્યાભવનમાં જ વર્ષ ૨૦૨૨ન એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને તેમની માતૃ સંસ્થામાં જ ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહના ફોર્મ ના ધરમધક્કા થી કંટાળી છેવટે વાલીઓએ આ અંગે ભરૂચ શિક્ષણાધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી.

રજૂઆત કરવા એકત્રીત વાલીઓના જણાવ્યાનુસાર ભરૂચ સ્ટેશન રોડ સ્થીત રૂંગટા વિદ્યાભવન શાળામાં તેમના બાળકોએ શીશુ ૧ થી ધો.૧૦ સુધી અભ્યાસ કર્યો છે. જેથી વિદ્યાર્થીઓની માતૃ સંસ્થામાં ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં પણ આજ શાળામાં પ્રવેશ અપાય તેમ વાલી અને વિદ્યાર્થીઓની માંગ છે. તેમના કહેવા મુજબ અન્ય શાળાઓમાં ધોરણ ૧૧ના એડમીશન ફોર્મ વિતરણ શરૂ કરી પ્રવેશ પણ થઈ ગયા છે ,જ્યારે આ શાળામાં હજુ ધોરણ ૧૧ના પ્રવેશ ફોર્મનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું નથી. એટલું જ નહીં પરંતુ શાળા મેનેજમેન્ટ થકી પ્રવેશ વાંછુક વિદ્યાર્થીઓને આ અંગે કોઇ યોગ્ય જવાબ પણ ના મળતા આખરે તેમણે શિક્ષણાધિકારીને હસ્તક્ષેપ કરી બાળકોના ભવિષયની ચિંતા કરી પ્રવેશ માટે યોગ્ય કરવા વિનંતી કરી હતી.

ભરૂચ જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઇ

હિન્દુ ધર્મગ્રંથો અનુસાર વડના વૃક્ષના મૂળમાં બ્રહ્મદેવ, વચ્ચે વિષ્ણુ અને અગ્રભાગમાં શિવનો વાસ હોય છે અને સંપૂર્ણ વૃક્ષમાં સાવિત્રી વાસ કરે છે, માટે આ વૃક્ષ પૂજનીય છે. હિન્દુ ધર્મ પંચાંગના જેઠ માસની અમાસે વટ સાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રતનું પાલન વિશેષરૂપે જેના લગ્ન થઇ ગયા હોય તેવી સ્ત્રીઓ કરે છે.ભરૂચ જિલ્લામાં પણ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થય માટે પરિણિત સ્ત્રીઓ દ્વારા વ્રત રાલ્હી વડની શ્રદ્ધા પૂર્વક પૂજા કરવામાં આવી હતી.

પૌરાણિક કથા અનુસાર આ જ દિવસે સતી સાવિત્રીએ પતિવ્રતના બળ પર પોતાના મૃત પતિ સત્યવાનના પ્રાણોને યમરાજ પાસેથી પરત મેળવ્યા હતા અને પતિને નવું જીવન બક્ષ્યું હતું. સાથે તેણે અખંડ સૌભાગ્યનું વરદાન પણ મેળવ્યું હતું. એટલા માટે આ તિથિ વટ સાવિત્રી અમાસના નામે પ્રસિદ્ધ છે. આ વ્રતના દિવસ વિશે પુરાણોમાં અલગ-અલગ મત જોવા મળે છે.

જ્યાં ભવિષ્ય પુરાણમાં આ વ્રત જેઠસુદ પૂનમના દિવસે જણાવવામાં આવ્યું છે, ત્યાં અન્ય ધર્મગ્રંથોમાં જેઠ માસની અમાસના દિવસે આ વ્રત કરવાનું વિધાન છે. આ વ્રત વિધવા, કન્યા, જેનો પુત્ર ન હોય તેવી સ્ત્રીઓ કરી શકે છે. કારણ કે સાવિત્રીએ પતિવ્રતાના રૂપમાં જ નહીં પણ એક આદર્શ સ્ત્રીનો ધર્મ પાળતા પાળતા અખંડ સૌભાગ્યવતી સાથે કુટુંબનું સુખ અને પુત્રવાન થવાનું વરદાન પણ યમરાજ પાસેથી મેળવ્યું હતું. શાસ્ત્રો મુજબ આ વ્રતનું પાલન ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે. આ વ્રતના નિયમો જેઠસુદ તેરસથી શરૂ કરવામાં આવે છે જે ત્રણ દિવસ સુધી ચાલે છે.જો શક્તિ ન હોય તો પહેલા દિવસે એકવાર ભોજન કરીને, અંતિમ દિવસે ઉપવાસ કરી જેઠસુદ પ્રતિપ્રદાના દિવસે વ્રત પૂર્ણ કરવામાં આવે છે. અમાસ અને પૂનમ બંનેમાંથી જે દિવસે આ વ્રત કરવામાં આવે, આ રીતે ત્રણ દિવસ સુધી તેનું પાલન કરવું જોઇએ.

નૂપુર શર્માના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું

નૂપુર શર્માની પયગંબર સાહેબ વિશેની ટિપ્પણી મામલે હજુ પણ મુસ્લિમોમાં રોષ જોવા મળી રહ્યો છે.જેને લઇને આમોદમાં મુસ્લિમ સમાજના લોકોએ એકત્ર થઇ મામલતદાર કચેરી ખાતે આવેદન આપી કાર્યવાહીની માંગ કરી હતી.આમોદના મુસ્લિમ સમાજદ્વારા ભાજપની રાષ્ટ્રીય પ્રવકતા નૂપુર શર્મા જે માનવતા અને ભાઈચારાની દુશ્મન છે કે,જેણે ઇસ્લામના મહાન પયગંબર અને સમગ્ર દુનિયા માટે શાંતિ અને ભાઇચારના મસીહા માટે અપમાન જનક અભદ્ર ટિપ્પણી કરેલ છે તેનાં આકરા પ્રત્યાઘાત પડ્યા છે.

આજ રોજ આમોદ મામલતદાર કચેરી ખાતે ભાજપના પ્રવકતા વિરૂદ્ધ આવેદન આપેલ કે આ વ્યક્તિ લોકતંત્ર માટે ખતરા સમાન છે જેનાં વિરુદ્ધ કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ વડાપ્રધાન મોદી અને ભારત સરકારને સંબોધી મામલતદારને આવેદન પત્ર પાઠવી કરવામાં આવી છે.

વધુમાં જણાવાયું હતું કે,નૂપુર શર્માએ ભારત દેશ અને તેની એકતા અને ભાઇચારા માટે ખતરા સમાન બનેલ છે.વારંવાર ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટીપ્પણી આવા અસામાજીક તત્વો કરતા હોય છે.જેથી દેશનું વાતાવરણ બગાડવાનું કાર્ય આવા અસામાજિક અને વિકૃત માનસિકતા ધરાવનાર વ્યક્તિઓ કરી રહ્યા છે જેના વિરુદ્ધ ખૂબ કડક સજા કરવી જોઈએ જેથી આવા લોકો માટે આ સજા એક નમૂનારૂપ બને જેની નોંધ સમગ્ર ભારત દેશમાં લેવાય તેવું દષ્ટાંત ઉભું કરવું જોઈએ. મામલતદાર કચેરી ખાતે નૂપુર શર્માના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકો એકત્ર થયા હતા. તેમજ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે આમોદ પોલીસનાં કર્મચારીઓ પણ ખડે પગે હાજર રહ્યા હતા.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

જંબુસર પહેલા જ વરસાદે ભરાયા પાણી…પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પોકળ!

જંબુસર નગરમા પાલિકા દ્વારા થોડા દિવસો પૂર્વે જ વરસાદી પાણીના નિકાલ માટે નગરના કાંસ સાફ કરાવામા આવ્યાં હતાં. તેમ છતાંય વરસાદની સામાન્ય એન્ટ્રી માત્રથી જ નગરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જ્ળબંબાકારની સ્થીતીનું નિર્માણ થવા પામ્યું હતું.

આજે સવારે વરસાદની એન્ટ્રી થતાં જ જંબુસર શહેરના ટંકારી ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં. જેને લઇ રાહદારીઓ વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના પગલે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂન કામગીરી માત્ર ફોટો સેશન હોય તેમ પોકળ સાબીત થઈ હતી. સ્થાનિકો દ્વારા સત્વરે જંબુસર નગરના વરસાદી કાંસની સફાઇ યુદ્ધના ધોરણે કરાય જેથી પ્રજાને આ ચોમાસે પાણી ભરાવા તેમજ તેના પગલે ગંદકીનો સામનો ના કરવો પડે તેવી લોકમાંગ ઉઠવાપામી છે.

સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

ભરૂચના ધોળીકુઇ વિસ્તારમાં અશાંતધારાનો ભંગ થતાં અપાયું આવેદન

ભરૂચના ધોળીકુઇ વિસ્તારમાં અશાંતધારાનો ભંગ થતાં સ્થાનિકો દ્વારા વિરોધ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી યોગ્ય ન્યાય કરવા માંગ કરાઇ હતી.

આવેદનમાં ઉલ્લેખાયું છે કે, ભરૂચનો ધોળીકુઇ વિસ્તાર એક હિંન્દુ વિસ્તાર છે. અહીં અશાંતધારો લાગુ પડે છે. આ વિસ્તાર માં બે હિન્દુ વ્યક્તિ ની જમીન વેચાઇ ને ત્યાં કોમ્પલેક્ષ ઉભુ કરવા માં આવેલ છે. તેનો સિટી સર્વે નં ૭૦૪ છે. આ સર્વે નંબર ઉપર સહજાનંદ કોમ્પલેક્ષ બનેલ છે.જે કોમ્પ્લેક્ષ માં દુકાન નં.જી-૧૪ જે લધુમતી કોમના વ્યક્તિને વેચાણ કરેલ છે. જેનું નામ ઇશાકભાઇ નુરભાઇ કાપડીયા છે.

આ દુકાન ની બાજુ માં ભરૂચ નો સોથી મોટો ઉત્સવ ગણાતા છડી નોમ ની બે છડી ઓ મુકવા માં આવેલ છે. તેમજ ત્યાં બીજી બાજુ અંબાજી માતા નું મંદીર આવેલું છે. જ્યાં માતાજી ના નવરાત્રીના ગરબા,હવન, પૂજ પાઠ કરવામાં આવે છે. વળી ત્યાં જ છડી પણ નચાવવા માં આવે છે.જતા દિવસે ધોળીકુઇ વિસ્તાર માં કોમી તોફાન થવાની આશંકા છે. જેથી કરી ને લોકોના જીવ ને થતું નુકશાન અને તોફાનો અટકી શકે માટે આ વિસ્તારમાં અશાંતધારા નો અહી ચુસ્ત પણે અમલ કરી યોગ્ય પગલા તાત્કાલીક ધોરણૅ લેવા માંગ કરી છે.

ભરૂચ જિલ્લાના દહેજના અંભેટા ગામે ૭ વર્ષની બાળકીનું સર્પદંશથી મોત

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીરેધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે વરસાદની શરૂઆત થતાં જ જમીનમાં રહેલા સરિસૃપો પણ બહાર નીકળી રહ્યા છે.ભરૂચના દહેજ પંથકના અંભેટા ગામે સાપે ૭ વર્ષિય બાળકીને ડંખ મારતા બાળકીનું કરુણ મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ભરૂચ જિલ્લાના દહેજ પંથકના અંભેઠા ગામના પરમાર ફળીયામાં રહેતા સુનિલ ભાઈ સોલંકી ની ૭ વર્ષીય બાળકી રમતી રમતી પોતાના ઘરમાં ફ્રીજ ખોલી પાણી પીવા ગઈ હતી. તે દરમિયાન અચાનક ઝેરી સાપે તેને પગના ભાગે ડંખ મારી લેતા તેણીએ રડારોળ કરી હતી અને તેને સાપે ડંખ માર્યો હોવાની જાણ તેની માતાને કરતા માતા વ્હાલસોયી બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ સાત વર્ષીય બાળકી સ્નેહલને મરણ જાહેર કરતા માતા આઘાતથી ત્યાંજ ફસડાઇ પડી હતી. પોતાની વ્હાલસોયી દિકરીની અચાનક મોતથી માતાના હૈયાફાટ રૂદને સિવિલ હોસ્પિટલમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.

ઉલીખનીય છે કે, સાત વર્ષની માસૂમ દીકરી ગુમાવતા હૈયાફાટ રૂદન સાથે તેણીએ પોતાની મૃત્યુ પામેલી માસૂમ બાળકીને આખરી વ્હાલ કરવાના દ્રષ્યે સમગ્ર સિવિલના સૌની આંખો ભિંજવી હતી.

15થી 24 જૂન સુધી AAP મફત વીજળી માટે ગુજરાતમાં રાજ્યવ્યાપી આંદોલન કરશે

આમ આદમી પાર્ટીના ગુજરાત એકમે સોમવારે જાહેરાત કરી કે તે ઘરેલું ગ્રાહકો માટે મફત વીજળીની માંગણી સાથે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. આ અંગે AAP નેતા ગોપાલ ઇટાલિયાએ સોમવારે દાવો કર્યો હતો કે શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા અંગે તેમની ઝુંબેશ પાર્ટીને ફળી છે અને ભાજપ રાજ્ય સરકારે શિક્ષણની ગુણવત્તા અને સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે ઘણા પગલાંની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, AAP 15 થી 24 જૂન સુધી રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરશે, જેમાં ઘરેલુ ગ્રાહકો માટે મફત વીજળીની માંગ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે દિલ્હીમાં 200 યુનિટ સુધી મફત વીજળી આપવાની યોજના સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે અને AAPએ પંજાબમાં 300 યુનિટ સુધી મફત વીજળી આપવાનું વચન આપ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો કે, જો આ યોજના અન્ય રાજ્યોમાં લાગુ કરી શકાય છે, તો ગુજરાતના લોકોએ શા માટે વીજળી માટે સૌથી વધુ ટેરિફ ચૂકવવા જોઈએ.

ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, વીજળી મેળવવી એ જનતાનો અધિકાર છે. પરંતુ અમે ગુજરાતમાં જોઇ રહ્યાં છીએ કે છેલ્લાં 27 વર્ષથી ભાજપની સરકાર છે, સરકાર સતત લોકોને લૂંટતી આવી રહી છે. જેટલી વાર પણ લોકોએ ભાજપને વોટ આપ્યો તેટલી વાર ભાજપ મોંઘવારી વધારે છે. પછી ભલે તે શિક્ષણની વાત હોય કે પછી સ્વાસ્થ્યની વાત હોય કે પછી પેટ્રોલ-ડીઝલની વાત હોય કે પછી વીજળીની વાત હોય. આજે ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળી રહી છે કારણ કે ગુજરાતમાં વીજકંપનીઓની સાથે ભાજપના નેતાઓની સાંઠગાંઠ છે.

ઈટાલિયાએ જણાવ્યું કે, ‘વીજકંપનીઓ પાસેથી ભાજપ ચૂંટણી લડવાના પૈસા લે છે. એટલાં જ માટે તમામ વીજકંપનીઓ મનમાની કરે છે અને સતત વીજળીના ભાવમાં વઘારો કરતા જઇ રહ્યાં છે અને લોકોને પીસતા જઇ રહ્યાં છે. એટલાં માટે AAPએ એક મોટું આદોલન કરવાની યોજના બનાવી છે અને 15 તારીખથી તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપવાનું કામ કરશે.

error: Content is protected !!