The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 92

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજનો રણટંકાર, હવે આપઘાત નહિ પણ થશે આંદોલન!

  • અન્ય જિલ્લાઓ જેટલું વળતર મેળવવા ભરૂચના ખેડૂતો કરશે આંદોલન

ભરૂચ ખાતે જિલ્લા ના વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ના અસરગ્રસ્ત ખેડૂતો ની બેઠક ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ ના નેજા હેઠળ રાજ્પૂત છાત્રાલય ખાતે મળી હતી.જેમાં રાષ્ટ્ર અને રાજ્યના ખેડૂત નેતાઓ ને  બોલાવવાનું નક્કી કરી આપઘાત નહિ પણ આંદોલન નો  નિર્ણય કરાયો હતો.

આ બેઠકમાં ભરૂચ જિલ્લા માથી પસાર થતાં બુલેટ ટ્રેન, એકસપ્રેસ હાઇવે, ફ્રેઇટ કોરિડોર, ભાડભૂત બેરેજ યોજના માટે સંપાદિત જમીન માટે  સુરત, નવસારી,અને વલસાડ જિલ્લા ના ખેડૂતો ને અપાયેલ વળતર જેટલા વળતર ની માંગ કરવામાં આવી હતી. ભરૂચ ખેડૂત સમાજ ના પ્રમુખ મહેન્દ્ર સિંહ કરમરિયાએ આક્ષેપ કર્યા હતા કે ભરૂચ જિલ્લા ના ખેડૂતો ની જમીન સંપાદિત કરી પાડોશી જિલ્લા કરતા અત્યંત ઓછું  વળતર ચૂકવવામાં આવે છે. જે સામે ખેડૂતો નો વિરોધ છે. આ અન્યાય મા ખેડૂતો પાસે બે જ રસ્તા છે. કયાંતો આપઘાત કરે અથવા તો કરે આંદોલન. ત્યારે હવે ન્યાય મેળવવા આપઘાત નહિ પણ આંદોલન કરવામાં આવશે.જે માટે રાકેશ તિકૈત, જયેશ પટેલ રાષ્ટ્રીય અને રાજ્ય ના ખેડૂત આગેવાનો ને બોલાવી  અન્યાય અંગે માહિતી આપી આંદોલન અંગે ની રૂપરેખા ઘડી કાઢવા મા આવશે.

અત્રે એ વાત નો ઉલ્લેખ કરવો રહ્યો કે  ઘણા સમય થી ખેડૂતો વળતર ના મુદ્દે  વિવિધ સ્તરે રજૂઆત કરવા સાથે સમયાંતરે આંદોલન પણ કરી રહ્યા છે પણ ઠાલા વચનો જ મળતા રહ્યા છે ત્યારે હવે ખેડૂત આંદોલન મા રાષ્ટ્રીય ખેડૂત નેતા ના આગમન બાદ જિલ્લા ના ખેડૂતો ની માંગ સંતોષાય છે કે કેમ તે જોવું રહ્યું.

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ મનાવાયો

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી કલબ ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અને 25 જૂને ઇન્દિરા ગાંધીએ દેશમાં લાદેલી કટોકટીના ડંખને  ઉજાગર કરવા કાર્યક્રમ યોજાયો હતો.

ડો. શ્યામા પ્રસાદ મુખર્જી પુણ્ય સ્મંરણ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ મંત્રી નાનુ વાનાણીએ આગેવાનો અને કાર્યકરોનું જણાવ્યું હતું કે, એક સમય એવો હતો કે ભાજપની લોકસભામાં માત્ર બે જ બેઠકો હતી. કોઈ ગામમાં પાણીનો લોટો આપવા પણ કાર્યકરોને કોઈ તૈયાર ન હતું.

આજે ભાજપે પંચાયત થી પાર્લામેન્ટ સુધી વિકાસના આયામો સર કર્યા છે. જોકે આપણે સાંસ્કૃતિક રીતે સર્વગ્રાહી વિકાસ કરી શક્યા નથી. પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે, તે સાચા હતા કે ખોટા આપણે સૌ જાણીએ છીએ. પણ શું આપણે કઈ કરી શકીયા. હવે આપણે સર્વગ્રાહી સાંસ્કૃતિક વિકાસ કરવાનો છે.

જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયાએ જણાવ્યું હતું કે, બે બેઠકોથી આજે આપણે ભારતમાં અને વિશ્વમાં પણ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છીએ.  વર્ષ 1975 માં કોંગ્રેસે નાખેલી કટોકટીનો ડંખ આપણે કઈ રીતે ભૂલી શકીએ. સત્તાની રીતે ભારતીય જનતા પાર્ટી દેશમાં પ્રચાર-પ્રસાર સહિતનું પ્રભુત્વ ધરાવે છે પણ પરંતુ સાંસ્કૃતિક ક્ષેત્રે આપણે વિકાસ હાંસલ કરવાનો છે.

કાર્યક્રમમાં મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, મંત્રી નિશાંત મોદી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ખુમાનસિંહ વાસિયા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દેડીયાપાડાના રાખસકુંડી ગામે ખેતરમાં ખેડાણ કરતા ટ્રેકટર પલટી,ચાલકનું મોત

દેડીયાપાડામાં ખેતર ખેડાણ કરતા ખેડૂતનું અચાનક ટ્રેકટર પલ્ટી ખાઇ જતા ગંભીર ઇજાઓના પગલે મોત નીપજવાની ઘટના સામે આવી છે.

જેમાં મરણ જનાર ધર્મેશભાઇ અભેસીગભાઇ વસાવા ખેડૂત રૂપસીંગભાઇ સોકનીયાભાઇ વસાવાના રાખસકુંડી ગામની સીમમાં આવેલ ખેતરે ખેડાણ કરતા હતા. તે વખતે ધર્મેશભાઇ ના ટ્રેકટર નીચે મોટો પથ્થર આવી જતા ટ્રેકટર પલટી ખાઇ જતાં પોતે ટ્રેકટર નીચે દબાઇ જતા માથાના પાછળના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે દેડીયાપાડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

* રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભરૂચ રૂંગટા વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ લીધી એ-ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી

ભારતનું આવતીકાલનું ભાવિ આજના વિધાર્થીઓ છે. વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ સહિત કાયદાકીય, ટ્રાફિક નિયમો અને પોલીસની કામગીરી અંગે રૂબરૂ વાકેફ કરાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા DSP ડો. લીના પાટીલને ‘પોલીસની પાઠશાળા’ નો સુંદર વિચાર આવ્યો હતો.

આ પેહલનો મૂળ હેતુ વિદ્યાર્થીમાં રહેલી પોલીસની ઓળખ અને તેનો ભય દૂર કરવાનો હતો. સાથે જ દેશનો ભાવિ નાગરિક એવો વિદ્યાર્થી પોતાના પરિવાર, સમાજ, શહેર, ગામ, જિલ્લા, રાજ્ય અને દેશ માટે આદર્શ બને તે રહેલો છે. કાયદા, કાનૂન વિવિધ જોગવાઈ, ટ્રાફિક નિયમો જાણી તેનું પાલન કરે સાથે જ લો એન્ડ ઓર્ડર ને પોતે હાથમાં ન લે અને અન્યને પણ કાયદા વિરોધી કૃત્ય ભરતા અટકાવે કે તે માટે પોલીસને માહિતગાર કરે.

જેમાં આજે ભરૂચ સ્ટેશન રોડ સ્થીત રૂંગટા વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ એ-ડિવિઝન પોલીસ મથકની મુલાકત લીધી હતી.જેઓને પોલીસની વહીવટી કામગરી સાથે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પોલીસ કઈ રીતે જાળવે છે તેનું પણ પ્રેક્ટિકલ જ્ઞાન આપવા સાથે જ વિવિધ શસ્ત્રોથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.સાથે ભરૂચ એ ડિવિઝન પી.આઇ. એકે. ભરવાડ અને તેમની પોલીસ ટીમે વિધાર્થીઓ સાથે પ્રશ્નોતરી યોજી તેઓને મુંઝવતા પોલીસ અને તેની કામગીરી સહિત કાયદાકીય સવાલોના જવાબ પણ આપ્યા હતા.

ભરૂચ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળાઓમાં યોજાયો પ્રવેશોત્સવ

આજરોજ ભરૂચ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત વિવિધ શાળાઓમાં પ્રવેશોત્ત્સવ યોજવામાં આવ્યો હતો.

જેમાં ભરૂચના લાહોરી ગોડાઉન મિશ્રશાળા ક્રમાંક ૪૧/૪૯,ગાયત્રી નગર મિશ્રશાળા ક્રમાંક ૫૦/૫૬,સ્ટેશન રોડ મિશ્રશાળા ક્રમાંક ૩૯માં શહેરી વિકાસ અને રાજય ગૃહનિર્માણ વિભાગ ગાંધીનગરના ઉપ સચિવ બી.કે. ભોઇ તથા પાલિકા પ્રમુખ અમીત ચાવડાના હસ્તે તાડિયા મિશ્રશાળા ક્રમાંક ૪૩ અને વેજલપુર ડુંગાજી મિશ્રશાળા ક્રમાંક ૩૭માં કુલ ૯૯ જેટલા બાળકોને આવકારી પ્રવેશ અપાયો હતો.

શાળાપ્રવેશોત્સવ માટે ખાસ પધારેલા ઉપ સચીવ બી.કે.ભોઇ નગરપ્રાથમિક સંચાલિત શાળાની સફાઇ,શિસ્ત તથા ભણતરની સમીક્ષા કરી આનંદ અનુભવ્યો હતો તેમણે જણાવ્યું કે મેં આજ સુધી આટલી સુવવસ્થીત શાળાઓ જોઇ નથી કે જેમાં બાળાકોને ઘરે રહેવા કરતા શાળામાં રહેવાનું વધારે ગમતું હોય, એટલું સુંદર વાતાવરણ શાળામાં હોય . તેમણે આ પ્રસંગે શાળાના શિક્ષકો તેમજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઇન્દીરાબેન રાજ અને શાશનાઅધિકારી નીશાંત દવેને આટલી કાળજી સાથે બાળકોને ભણવા માટેનું વાતાવરણ ઉભું કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે શાળાના કામ માટે કોઇ પણ જરૂર પડે જણાવજો જેથી તમામ પ્રકારની મદદ સરકાર પણ કરશેની ખાત્રી ઉચ્ચારી હતી.

મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ પોઇચા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઇ કર્યા દર્શન

જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ પોઇચા સ્વામિનારાયણ  મંદિરની મુલાકાત લઇ દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં હાથી-ઘોડા અને રથ સાથેની નગરયાત્રાના પણ દર્શન કરી સાંધ્ય આરતીમાં ભાગ લીધો હતો.

મંદિરના મુખ્ય વ્યવસ્થાપક સ્વામી પૂ. ભગવાનદાસજીએ મંત્રીને આવકારી નિલકંઠવર્ણીની પ્રતિકૃતિ અને પ્રસાદ સાથે શુભકામના પાઠવી હતી. મંત્રીની આ મુલાકાત દરમિયાન નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, રાજપીપલાના અગ્રણી રાજેન્દ્રભાઈ પટેલ વગેરે પણ તેમની સાથે જોડાયાં હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

ભરૂચમાં સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરાયું

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને દિનદયાળ અંત્યોદય યોજના અંતગર્ત રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી પ્રાસંગિક પ્રવચન કરતાં મંત્રી શ્રીમતી મનીષાબેન વકિલ કહ્યું હતું કે, મહિલા સશકિતકરણ તથા બહેનોના સ્વાસ્થ્યની ચિંતા સરકારે કરી છે. જ્યારે માતૃત્વ ધારણ કર્યા પછીના એક હજાર  દિવસ સુધી કાચા રાશન લાભ આપવાની શરૂઆત તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતેથી કરાવી હતી. પોષણ સુધા યોજનાં અંતર્ગત આંગણવાડી કેન્દ્રો દ્વારા સર્ગભા તથા ધાત્રી બહેનોને એક ટાઈમનું જમવાનું મળશે.

ભરૂચ જીલ્લામાં નવી 220 જેટલી અરજીઓ કેશ ક્રેડીટને આજે મંજૂર કરવામાં આવી છે. અલગ અલગ યોજનાં થકી બહેનોને પ્રોત્સાહન આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. બહેન-દિકરીના ઉત્કર્ષ માટેના પ્રયત્નો થકી ગુજરાત  દેશના બીજા રાજ્યોને  દિશા બતાવી રહ્યું છે. આ ઉપરાંત મંત્રીએ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના બહેનોને આર્થિક રીતે ઉન્નત કરવાના સરહાનીય પ્રયત્ન બદલ પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઇ પટેલ ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે, ૨૪૩ સ્વ સહાય ગૃપને અંદાજિત રૂ.૨૫૬ લાખની આર્થિક  મદદ કરીને આત્મનિર્ભર બનાવવાની માતબર ફાળો આપ્યો છે. અનેક યોજના છેવાડા માનવી સુધી કેવી રીતે પહોચે એ માટે સરકાર સતત કટિબદ્ધ છે. આ માટે સરકારે અમલમાં મૂકેલ અટલ પેન્શન યોજના, પ્રધામંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધામંત્રી જીવન જ્યોત યોજના થકી આપણા તથા આપણા પરિવારની આર્થિક તથા સામાજિક રીતે સુરક્ષિત બન્યું છે. આ ઉપરાંત તેમણે પશુ સંવર્ધન માટે વેક્સિનેશન થકી પશુઓના સ્વાસ્થયની દરકાર રાજ્ય સરકાર લઈ રહી છે તેમ જણાવ્યું હતું.

ભગવાન જગન્નાથજી આ વખતે પહેરશે ખાસ થીમ સાથેના રજવાડી વાઘા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક દિવસની હોય છે. પરંતુ તેની તૈયારીઓ એક મહિના પહેલા શરૂ કરી ગોલ્ડન રંગના ખાદી સિલ્કના કાપડ પર રેશમ વર્ક, ટીક્કી વર્ક તેમજ મોરની ડિઝાઇન કરી રજવાડી વાઘા તૈયાર કરાયા છે.

એકમના દિવસે સોનાવેશ દરમિયાન પીળા રંગના વાઘા જગતનો નાથ ધારણ કરશે. વાઘા ઉપરાતં સુભદ્રાજી માટેનો શણગાર પણ તૈયાર કરી દેવાયો છે. અમદાવાદના શાહપુરમાં રહેતા સુનિલભાઇ છેલ્લા 19 વર્ષથી ભગવાનના વાઘા તૈયાર કરે છે.

ગોલ્ડન રંગના ખાદી સિલ્કના કાપડ પર રેશમ વર્ક, ટીક્કી વર્ક તેમજ મોરની ડિઝાઇન કરી રજવાડી વાઘા તૈયાર કરાયા છે. એકમના દિવસે સોનાવેશ દરમિયાન પીળા રંગના વાઘા જગતનો નાથ ધારણ કરશે. વાઘા ઉપરાતં સુભદ્રાજી માટેનો શણગાર પણ તૈયાર કરી દેવાયો છે.

અમદાવાદના શાહપુરમાં રહેતા સુનિલભાઇ છેલ્લા 19 વર્ષથી ભગવાનના વાઘા તૈયાર કરે છે.ભગવાન માટે નવો રથ બનાવાશે ભગવાન જગન્નાથ આવતા વર્ષે નવા રથમાં બિરાજમાન થઇ નગરચર્યાએ નીકળશે.

146મી રથયાત્રા માટે નવા રથ માટેનું લાકડું વલસાડના વઘઇથી ખરીદવામાં આવ્યું છે. સાગના લાકડાને અમદાવાદ લાવી દેવામાં આવ્યું છે. નવા રથ માટેની કામગીરી દિવાળી બાદ શરૂ કરવામાં આવશે. નવા રથ તૈયાર કરવામાં 5થી 7 મહિનાનો સમય લાગે છે.

કેલ્વીકુવા ગામે મહિલા બુટલેગરની પુત્રીએ ફીનાઇલ પી કર્યો હાઈ વોલ્ટેજ ડ્રામા !

  • દરોડા અને તપાસ અટકાવવા માતા-પુત્રીએ બુમરાણ મચાવી, એક કોંગી કાર્યકરને પણ ઘરે બોલાવી લીધો

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં મહિલા બુટલેગર અને તેની દીકરીએ પોલીસની તપાસ અટકાવવા ફીનાઇલ પી જઈ હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો.

કેલ્વીકુવાની નવી વસાહતમાં રહેતી મહિલા બુટલેગર રમીલાબેન વસાવા દારૂનો વેપલો કરતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. મહિલાના ઘર અને બાજુમાં આવેલા જુના ઘરમાંથી વિવિધ સ્થળે સંતાડેલ દારૂ અને બિયરની 74 બોટલ મળી આવી હતી. જુના મકાનમાં રસોડામાં ખાડો ખોડી મહિલાએ માટલામાં બોટલો સંતાડી રાખી હતી.

દરોડા દરમિયાન મહિલા અને તેની દિકરીઓએ બુમરાણ મચાવી દીધી હતી. એક પુત્રી પ્રિયા ફીનાઇલ પી જતા સ્ટેટ મોનીટરીંગ સેલે અડધેથી દરોડાની કામગીરી અટકાવી ફીનાઇલ પી જનારી યુવતીને 108 માં સારવાર અર્થે ખસેડી વધુ તપાસ આટોપી લેવાનો વારો આવ્યો હતો. દરમિયાન મહિલાએ કોંગી કાર્યકર મોસીન પઠાણને પણ ઘરે બોલાવી લઈ દરોડા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલે ₹12 હજારનો દારૂ, મોબાઈલ અને રોકડા મળી કુલ રૂપિયા 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ મહિલા બુટલેગર રમીલાબેન અને તેના ભત્રીજા રિતેશ વસાવાની ધરપકડ કરી કબોડીયા ગામે થી બાઇક ઉપર એક વર્ષથી મહિલાને દારૂ આપી જનાર પ્રેમ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આમોદ મામલતદારની શહેરા ખાતે બદલી થતાં અપાઈ વિદાય

આજ રોજ આમોદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર ડૉ.જે.ડી.પટેલની શહેરા ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.જેમાં મામલતદાર કચેરીના તમામ નાયબ મામલતદાર સહિત તલાટીઓ અને આમોદ તાલુકા વિકાસ અધિકારી પણ હાજર રહ્યા હતાં.

આમોદ તાલુકા વિકાસ અધિકારી સમીર મોજાણીદારે મામલતદાર ડૉ.જે.ડી.પટેલને શ્રી ફળ તથા સાલ આપી શુભેચ્છાઓ આપી હતી.આ ઉપરાંત આમોદ મામલતદાર કચેરીના કર્મચારીઓ,કોમ્પ્યુટર ઓપરેટર તથા તલાટીઓએ પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિ ચિન્હ આપી શુભેચ્છાઓ આપી હતી.આમોદ નગરપાલિકાના માજી સુપરીટેન્ડન ગુલામ ખત્રીએ સાયરીના અંદાજમાં મામલતદારને વિદાય આપતાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતાં.આમોદ તાલુકા વિકાસ અધિકારી સમીર મોજણીદારે તેમના મામલતદાર સાથેના અનુભવો વર્ણવ્યા હતાં.અને તેમની કાર્યપધ્ધતિની સરાહના કરી હતી.

બાદમાં વિદાય લઈ રહેલા ડૉ.જે.ડી.પટેલે તેમનો આમોદ મામલતદાર કચેરીમાં ચાર વર્ષના વહીવટમાં દરેક કર્મચારી તેમજ અધિકારીઓ તરફથી કામગીરીમાં સુગમતા પુરી પાડી સહકાર આપવાની કાર્ય પધ્ધતિને બિરદાવી હતી.આ ઉપરાંત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પણ તાલુકા ભાજપના હોદેદારો તેમજ એ.પી.એમ.સી ના ડિરેક્ટરોએ અને તલાટી મંડળે ફુલહાર પહેરાવી વિદાય લઈ રહેલા મામલતદાર ડૉ.જે.ડી.પટેલને શુભેચ્છાઓ આપી સારી તદુરસ્તીની કામના કરી હતી આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપના પ્રમુખ વિમલ પટેલ,મહામંત્રી દિપક ચૌહાણ, ડૉ. પ્રવિણસિંહ રાઉલજી ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ, તલાટી મંડળના પ્રમુખ રમણભાઈ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ
error: Content is protected !!