The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 93

17મા શાળા પ્રવેશોત્સવનો મુખ્યમંત્રીના હસ્તે થશે શુભારંભ

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાની મહમદપુરા પ્રાથમિક શાળામાંથી ૧૭માં શાળા પ્રવેશોત્સવનો રાજયવ્યાપી કરાવશે શુભારંભ
  • ગુજરાતના 18 હજાર ગામોની 32,013 સરકારી શાળાઓમાં બાળકોનેપ્રવેશ કરાવાશે

ગુજરાત સરકાર દ્વારા આવતીકાલથી આગામી ત્રણ દિવસ એટલે કે 23, 24 અને 25 જૂનથી તેના 17મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠાના વડગામ તાલુકાની મહમદપુરા પ્રાથમિક શાળાથી કરશે. બીજા દિવસે મુખ્યમંત્રી તાપી જિલ્લાના નિઝર તાલુકાની રૂમકિતલાવ પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવશે અને કાર્યક્રમના અંતિમ દિવસે મુખ્યમંત્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેમનગર પ્રાથમિક શાળાની મુલાકાત લઈને બાળકોને પ્રવેશ કરાવશે.

રાજ્યના 18,000 ગામોની 32,013 પ્રાથમિક શાળાઓમાં 17માં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળના તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, રાજ્ય સરકારના તમામ IAS-IPS-વરિષ્ઠ અધિકારીઓ વગેરે ત્રણ દિવસ (23, 24, 25 જૂન, 2022) શાળાઓની મુલાકાત લેશે અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આ ત્રણ દિવસો દરમિયાન તેઓ દરરોજ ત્રણ શાળાઓની મુલાકાત લેશે અને વાલીઓ,સમુદાયો અને શાળાઓને બાળકોની નોંધણી માટે પ્રેરિત કરશે. આ દરમિયાન, દર ત્રીજી શાળામાં ક્લસ્ટરના રૂપમાં દરરોજ કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે અને 24 જૂને, બ્લોક હેડક્વાર્ટર ખાતે બ્લોક સ્તરની સમીક્ષા કરવામાં આવશે.

શાળા પ્રવેશોત્સવની અત્યાર સુધીની સફળતા અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે ડ્રોપઆઉટ રેટમાં 91.89 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ વર્ષ 2002માં 37.22% હતો, જે વર્ષ 2022માં ઘટીને માત્ર 3.07% પર આવી ગયો છે. રાજ્યના દરેક બાળકને શિક્ષણ મળે એ અમારી પ્રાથમિકતા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ અનોખા કાર્યક્રમની શરૂઆત કરી હતી. અમને એ વાતનો ગર્વ છે કે ગુજરાત એકમાત્ર રાજ્ય છે જે દર વર્ષે આવા અનોખા કાર્યક્રમનું આયોજન કરે છે અને બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવેતે સુનિશ્ચિત કરે છે.”

સુરતની હોટલમાં કેદ કરીને રાખ્યાનો શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખનો આરોપ!

સુરતથી નાગપુર પહોંચેલા શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખે મોટો આરોપ લગાવતા કહ્યું કે મને સુરતની હોટલમાં કેદ કરીને રાખ્યો હતો. નીતિન દેશમુખે કહ્યું કે પોલીસ બળજબરીથી મને પકડીને હોસ્પિટલમાં લઇ ગઇ હતી. મને કોઇ હાર્ટ અટેકે આવ્યો ન હતો. પોલીસના લોકોએ મને હોસ્પિટલમાં ભરતી કરી દીધો હતો. જે સમયે હું હોસ્પિટલમાં હતો તે સમયે મને 20-25 લોકોએ પકડી લીધો હતો. મારું અપહરણ કર્યું હતું. મને સુરતમાં કેદ કરીને રાખ્યો હતો.આ પહેલા શિવસેનાએ પોતાના મુખપત્રમાં આરોપ લગાવ્યો હતો કે શિવસેનાના ધારાસભ્યોને સુરતમાં ગુજરાત પોલીસે પીટાઇ કરી છે. તે મુંબઈ આવવા માંગે છે પણ ગુજરાત પોલીસ તેમને પકડીને સુરત લઇ ગઈ છે.

નીતિન દેશમુખે કહ્યું કે હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક છું. હું મારા ઘરે જઇ રહ્યો હતો. રાત્રે 12 વાગે નીકળ્યો હતો. હું રસ્તા પર ઉભો હતો. 100-200 પોલીસ ઉભા હતા. તે પછી પોલીસે મને હોસ્પિટલ લઇ ગઇ અને એવું નાટક રચ્યું કે મને હાર્ટ અટેકે આવ્યો છે.

આ પહેલા મંગળવારે નીતિન દેશમુખની પત્નીએ પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્ટ્રના અકોલો જિલ્લાના બાલાપુરથી શિવસેનાના ધારાસભ્ય દેશમુખની પત્ની પ્રાંજલિ દેશમુખે જિલ્લાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચમાં અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર ગૌમાંસનું વેચાણ કરતા ૬ ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસરની ગુનાહીત પ્રવૃતીઓ અટકાવવાના હેતુથી આપેલ સુચના અન્વયે ગત તા.૧૯/૦૬/૨૦૨૨ ના રોજ ભરૂચ એલ.સી.બી. ટીમને બાતમી મળેલ કે ભરૂચ શહેરમાં આવેલ ભઠીયારવાડ, કસાઈવાડ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર ગૌમાંસનું વેચાણ થાય છે.

જે બાતમી આધારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્વારા બાતમીવાળી જગ્યાએ રેઈડ કરી સર્ચ કરતા અલગ અલગ દુકાનોમાંથી શંકાસ્પદ પશુમાંસ કુલ વજન-૮૭૫ કીલોગ્રામ તથા અલગ અલગ સાધનો મળી આવેલ આ શંકાસ્પદ પશુમાંસમાંથી એફ.એસ.એલ. પૃથકરણ કરાવતા જે ગૌમાંસ હોવાનું ફલીત થયેલ જે બાબતે ગુનોઓ રજીસ્ટર કરી રેઈડ દરમ્યાન મળી આવેલ ગૌમાંસના કબ્જા/દુકાન ધારકોને ગુનાહિત પ્રવૃતિઓ કરવા બદલ આજરોજ ૬ આરોપીઓમાં

(૧) ગુલામ મુર્તુઝા મહમંદ કુરેશી ઉ.વ ૬૭ રહે, ભઠીયારવાડ રજા મસ્જિદ પાસે ભરૂચ(૨) ગુલામ કાદર ઉર્ફે અલ્લારખા નુરમહંમદ કુરેશી ઉ.વ ૬૫ રહે,મ.નં.ઇ/૨૪૪૦ રજા મસ્જિદ સામેભઠીયારવાડ ભરૂચ.(૩) અખ્તર ઉર્ફે કાલુભાઈ ગુલામ કાદર ઉર્ફે અલ્લારખા કુરેશી ઉ.વ ૪૦ રહે, રજા મસ્જિદ સામે ભઠીયારવાડ ભરૂચ(૪) ઉવેશ ઉસ્માન ગની મહંમદ કુરેશી (નમાજી) ઉ.વ ૩૦ રહે, ભઠીયારવાડ રજા મસ્જિદની સામે ભરૂચ(૫) અનવરહુસેન ઇબ્રાહીમ કુરેશી ઉ.વ ૪૫ રહે, ભઠીયારવાડ રજા મસ્જિદની પાછળ કસાઇવાડ ભરૂચ(૬) ઇમરાન રહેમાન કુરેશી ઉ.વ ૩૬ રહે, ભઠીયારવાડ રજા મસ્જિદની પાછળ કસાઇવાડ ભરૂચને હસ્તગત કરી ઈ.પી.કો. કલમ-૪૨૯ તથા પશુ સંરક્ષણ અધિનિયમની કલમ તેમજ પશુ ઘાતકીપણા અધિનિયમની કલમ-૧૧ મુજબ કાયદેસર કાર્યવાહી કરી કુલ-૦૬ આરોપીઓને અટક કરેલ છે. જ્યારે આ ગુનામાં સીદ્દીક નુરમહમદ કુરેશી રહે, કમેલાની પાછળ ભઠીયારવાડ, ભરૂચ તથા તપાસ દરમ્યાન નિકળે તે આરોપીઓને પકડવા કવાયત હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે, આ સંદર્ભે ભરૂચ નગરપાલીકા તથા ભરૂચ શહેર “બી”ડીવીઝન પોલીસ દ્વારા આવી અસામાજીક પ્રવતિવાળી દુકાનો ને સીલમારવા માટે તજવીજ કરવામાં આવનાર છે. તેમજ ભવિષ્યમાં આવી અસામાજીક પ્રવતિઓ ન બને તે માટે ભરૂચ પોલીસ કટીબધ્ધ બની છે.

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ અને તેનાં સબ સેન્ટર્સ ખાતે યોગા દિવસ ઉજવાયો

પ્રાચીન વિરાસતને વિશ્વ સમુદાય સમક્ષ ઉજાગર કરીને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનું ગૌરવ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને અપાવ્યુ છે. આઝાદીની લડત દરમ્યાન મહર્ષિ અરવિંદ અને સ્વામિ વિવેકાનંદે લોકોને આદયાત્મિક અને યોગના માદયમ થકી વિશ્વ શાંતિને સંદેશો આપ્યો. જેને પ્રચાર પ્રસાર માદયમો થકી વેગવંત બનાવવા આજ રોજ અત્રેની જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તથા તેનાં સબ સેંન્ટર્સ સામોર, ઈલાવ, ઓચ્છણ ખાતે આંતરરાસ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી ભારત સરકાની સુચના અને માર્ગદર્શન મુજબ “આઝાદીકા અમ્રુત મહોત્સવ હેઠળ, યોગ નિષ્ણાંતોની હાજરીમાં આ ૮ માં યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી.

કાર્યક્રમમાં અંકલેશ્વરની રામક્રિષ્ણ સ્વામિ વિવેકાનંદ ટ્રસ્ટ સંસ્થાના સહયોગથી સબ સેન્ટર્સ સામોર ખાતે કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ. ઔચ્છણ અને ઈલાવ ખાતે શ્રીમતિ મીનાબેન પુરોહિત અને જીમીબેન પટેલે પણ “સ્કીલ ઈંન્ડિયા કૌશલ ભારત કુશળ ભારત ને યથાર્ત કરવા આજના યોગ દિવસમાં તેને સાંક્ળી ભવ્ય ઉજવણી કરી.ભરૂચ હેડ કવાર્ટસ ખાતે નિયામક ઝૈયનુલ આબેદીન સૈયદનાં માર્ગદર્શન થકી યોગા નિષ્ણાંતોનાં સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સફ્ળતાથી આયોજીત કરાઈ.

કાર્યક્રમમાં લાભાર્થી ભાઈ-બહેનો સ્ટાફ ગણ અને અન્ય આમંત્રિતોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. લાઈવલી હૂડ કો-ઓર્ડીનેટર શ્રીમતિ ક્રિષ્ણાબેન કઠોલીયાએ ગ્રુપ સંદેશા અને પ્રચાર પ્રસાર માદયમ થકી સ્વાસ્થ્ય માટે યોગાનુ મહ્ત્વ અને સ્કીલ ઈંન્ડિયા સંબંધે સમાજમાં લોક સમુદાયમાં જાણકારી આપી જન જાગ્રુતિ ફેલાવી અંતમાં યોગા એક્ક્ષ પર્ટ, ફિટેસ્ટ પર્સન વિજેતાઓ અને ઉત્તમ કામગીરી અદા કરનાર ૧.રાઠોડ સોનલબેન ૨. કાગદી આફરીન ૩. પઠાણ સફીનખાન ૪. વસાવા નેહા ટ્રેનર કું પરમાર દિવ્યાબા રાજેંન્દ્ર્સીંહને  પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. હાજર સહભાગી તમામનો નિયામકે અંત:પૂર્વક આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી.

માંડવીના ધારાસભ્યના કારણે રોઝધાટ ગામની નવ વર્ષની બે દિકરીઓ હેમખેમ ઘરે પહોંચી!

રાત્રીના સમયે માંડવી તાલુકાના સઠવાવ સ્કુલ થી ધર તરફ ૫૦.કિ.મી.દૂર રોઝધાટ ગામ તરફ આવવા માટે સાંજે ૭ કલાકે શાળા માંથી ભોજન લઈ માંડવી થી ઝંખવાવ હાઇવે રોડ ઉપર શાળામાં જાણ કર્યા વગર ધર તરફ ચાલતી પકડી હતી, સ્કૂલ થી બે કિલોમીટર ની આસપાસ સુધી મેઈન હાઈવે ઉપર ચાલતી ચાલતી આવતી હતી, એ દરમિયાન માંડવી ના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી ની નજર બાળકી ઉપર પડતાં તરત ગાડી ઉભી કરી બાળકીઓને ઉભી રાખી પુછપરછ કરી પોતાની ગાડી માં તેમનાં નિવાસ સ્થાન ગોડદા ખાતે લઈ જઈ વાલી તેમજ શાળાનો સંપર્ક કરી પોતાના નિવાસ સ્થાને શાળાના આચાર્ય તેમજ વાલીની રૂબરૂએ રાત્રિના અંદાજિત ૧૧ કલાકે વિધાર્થીનીઓને ધરે મોકલી આપવામાં આવી હતી.

વિદ્યાર્થીનીનાં પિતા તેમજ પરિવારજનો દ્વારા ધારાસભ્યનો ખુબ ખુબ આભાર માન્યો હતો અને તેમનાં જણાવ્યા અનુસાર આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ગામ થી દુર પ્રાથમિક શાળામાં મુકવું પડે છે. અમારા પરિવાર માટે દેવદૂત સમાન કામગીરી નીભાવી છે. રસ્તા ઉપર કેટલી ગાડીઓ પસાર થઈ હશે, પરંતુ ધારાસભ્યની જ નજર અમારી દિકરીઓ ઉપર પડી આ બે દિકરીઓ છે. તે માંથી એક ભાઇ ની દિકરી છે હાલ ભાઈ હયાત ન હોવા ના કારણે હું જ ભોરણપોષણ કરું છું તેવું દીકરીઓના પિતાએ જણાવ્યું હતું.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

વિશ્વયોગ દિનની આમોદ નગર સહિત વિવિધ શાળામાં ઉજવણી કરવામાં આવી

વિશ્વયોગ દિનની આમોદ નગર સહિત વિવિધ શાળામાં ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નાના બાળકોએ સૂર્ય નમસ્કાર સહિત વિવિધ હળવા આસનો કર્યા હતાં.શાળાના બાળકોને શિક્ષકો દ્વારા હળવા યોગાસન કરાવી બાળકોમાં યોગ પ્રત્યે રૂચી વધે તે માટે સમજણ પણ આપવામાં આવી હતી.

જેમાં શાળાના બાળકોએ હોંશે હોંશે યોગસન કરી નવી તાજગીનો અહેસાસ કર્યો હતો.શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ કરવા જરૂરી છે. આમોદ ચામડિયા હાઈસ્કૂલ ખાતે પાલિકા કક્ષાના યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આમોદ પાલિકા પ્રમુખ મહેશ પટેલ, કારોબારી ચેરમેન બીજલ ભરવાડ સહિત પાલિકાના કર્મચારી નગરજનો અને હાઈસ્કૂલના શિક્ષકો તેમજ શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

યોગ દિનની તાલુકા કક્ષાની સરસ્વતી વિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી

૨૧ મી જુન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારે યોગ વિદ્યાની મૂળ ભૂમિ એવા ભારતમાં  આ દિવસે વિરાટ અને વિસ્તૃત રીતે દરેક ગામ શહેરમાં યોગને લગતા વિવિધ કાર્યક્રમોનું વિશાળ આયોજન કરવામાં આવે છે.ચાલુ સાલે આઠમાં વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામા આવી રહી છે.

જે અંતર્ગત જંબુસર ખાતે પણ વિશ્વ યોગ દિન નિમિત્તે તાલુકા કક્ષાનો સરસ્વતી વિદ્યાલય ખાતે પ્રાંત અધિકારી એ કે કલસરિયાની ઉપસ્થિતિમાં  જ્યારે નગરપાલિકાનો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે નગર પાલિકા પ્રમુખ ભાવનાબેન રામીની ઉપસ્થિતીમા યોગ દિનની ઊજવણી  યોગ થકી કરવામાં આવી હતી.  યોગ દિન નિમીત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિડીયો દર્શન દ્વારા લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

યોગ આધ્યાત્મિક કેન્દ્રમાં દેખાતી હતી આજે વિશ્વના ખૂણે ખૂણે દેખાય છે યોગ એક વૈશ્વિક પર્વ બની ગયું છે  કોઈ વ્યક્તિ માત્ર નથી એ સંપૂર્ણ માનવ માત્ર છે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે આજે  ૭૫ શહેરોમાં ઐતિહાસિક સ્થળો પર યોગ થઈ રહ્યો છે ભારતનો ઈતિહાસ સાક્ષી રહે.

જંબુસર ખાતે યોગ દિનની ઉજવણીમાં યોગ ટ્રેનર અર્ચિતા પુરાણી દ્વારા આસન અને પ્રાણાયામ કરાવાયાં હતાં.યોગનું વ્યસન થવુ જોઈએ પહેલું સુખ તે જાતે નર્યા સુખી થવા માટે શરીર અને મન તંદુરસ્ત હોવું જોઈએ  તે માટે એક જ રસ્તો છે યોગ.આપણે સંકલ્પ કરીએ રોજ યોગને અપનાવીએ તો યોગ દિન સાર્થક ગણાશે તેમ નાયબ કલેકટર એ કે કલસરિયા દ્વારા જણાવાયું હતું.

યોગદિન ઉજવણીમાં મામલતદાર એ જે વસાવા, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઇ પટેલ, માજી ધારાસભ્ય કિરણભાઇ મકવાણા, મેડીકલ સ્ટાફ,હોમગાર્ડ, પોલીસ જવાનો ,ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા, વિવિધ શાળાના શિક્ષકો બાળકો સહિત અગ્રણીઓ નગરજનો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

જૂઓ…ડ્રોનની નજરે ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ પરનો વિશ્વ યોગ દિવસનો નજારો

8માં વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચમાં યોગ દિવસની અનોખી રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

યોગની ઉત્પત્તિ ભારતીય સંસ્કૃતિમાંથી થઈ છે. લગભગ 5000 વર્ષ પહેલાથી લોકો યોગાભ્યાસ કરતા આવ્યા છે.જેના ભાગરૂપે ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ખાતે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં 1000 જેટલા યોગવીરો સહભાગી બન્યા હતા.

નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીથી ગાય ખાબકી ગટરમાં!

આમોદ નગરમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર આજે ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા લોકોમાં હાઇવે ઓથોરિટી સામે રોષ જોવા મળ્યો હતો.

આમોદ નગરમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર બચ્ચો કા ઘરની સામે  સર્વિસ રોડ ઉપર આવેલી ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા લોકોમાં હાઇવે ઓથોરિટી સામે રોષ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે હાઇવે ઓથોરિટીએ સુરતની એજન્સીને ૨૦૧૭ માં ૧૩.૪૦ કરોડના ખર્ચે આમોદ-નાહીયેર તેમજ સુડી- સમની સેક્શનનું કામ આપવામાં આવ્યું હતું.જેમાં રોડ સેફટીને લગતાં નિયમોનું પાલન કરવાનું હતું પરંતુ એજન્સી તેમજ માર્ગ અને મકાન વિભાગ ભરૂચની મિલીભગતથી માત્ર કાગળ ઉપર જ ૧૩.૪૦ કરોડનો ખર્ચ બતાવવામાં આવ્યો હતો.જેમાં હાઇવેની બાજુમાં બનાવવામાં આવેલી ગટરો અત્યંત તકલાદી બનાવવામાં આવી હતી.

જે ગટર ભારદારી વાહનોને કારણે અનેક વખત તૂટી ગઈ હોવાથી હાઇવે ઓથોરીટીના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની ચાડી ખાઈ રહી છે. તેમજ રોડ સેફટી અંગેના કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું અને રીફલેકટર લાઈટ કે અન્ય કોઈ કામગીરી નહીં કરવાથી વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેનો ભોગ નિર્દોષ વાહનચાલકો પણ બની રહ્યા છે.હાઇવે ઓથોરિટી ની ગંભીર ભૂલને કારણે ગટરમાં પડેલી ગાયને ભારે જહેમત બાદ પશુપાલકોએ બહાર કાઢી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચમાં પોલીસ જવાનોએ કર્યા ફ્લોટિંગ યોગ

દેશભરમાં લોકો મેદાન, બાગ-બગીચા, જાહેર સ્થળો પર એકઠા થઈને યોગ દિવસની ઉજવણી કરતાં નજરે પડ્યા છે. ત્યારે ભરૂચ પોલીસ દ્વારા આ યોગ દિવસની તદ્દન જુદી અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસે કોઈ મેદાન, બગીચા કે સ્થળ પર નહીં પરંતુ નદીમાં યોગ દિવસની ઉજવણી કરી છે.

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટિલના માર્ગ દર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. મહત્વનું છે કે ભરૂચ પોલીસે નર્મદા નદીમાં ફ્લોટિંગ પ્લેટફોર્મ ઉપર યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી કરી છે. ભરૂચ પોલીસનો યોગ દિવસની ઉજવણીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહત્વનું છે કે ડ્રોન કેમેરા દ્વારા ભરૂચ પોલીસના યોગા દિવસની ખાસ ઉજવણીના દ્રશ્યો કેદ કરાયા હતા. આ દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

error: Content is protected !!