The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 81

ભરૂચ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાએ શ્રીમતી દ્રોપદી મુર્મૂજી રાષ્ટ્રપતિ બનતા કરી ઉજવણી

દ્રૌપદી મુર્મુએ દેશના પહેલાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવાનો ઈતિહાસ રચ્યો છે. એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ૧૫મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિંહાને હરાવીને ખૂબ જ મોટા અંતરથી વિજય મેળવ્યો છે. દ્રૌપદી મુર્મુએ ૬૪ ટકાથી વધુ મત મેળવીને ઈતિહાસ રચ્યો છે.

અનુસૂચિત જાતિ દ્વારા આજરોજ ભરૂચના પાંચ બત્તી વિસ્તારમાં ફટાકડા ફોડી એકબીજાનું મોઢું કરાવી વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજય રેલી પાંચ બત્તીથી નીકળી સ્ટેશન સ્થિત આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી રેલીની સમાપન કરવામાં આવ્યુ હતું.

આ વિજય રેલીમાં રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના સભ્ય ધર્મેશ મિસ્ત્રી, મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ કામિનીબેન પંચાલ, પૂર્વ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, દક્ષાબેન પટેલ, પ્રકાશભાઈ મોદી, રાજેન્દ્રભાઈ સુતરીયા, હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ શ્રેયસ હાઇસ્કુલની પાછળની દિવાલનો ભાગ ધરાશાયી!

જૂના ભરૂચ ખાતે હાજીખાના બજાર નજીકની શારદા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ હાઇસ્કુલની પાછળની દિવાલનો અમુક ભાગ ધરાશાયી થતા એક સમયે આસપાસના રહિશોમાં ગભરાટ ફેલાયો હતો.

આજે સવારે જૂના ભરૂચના હાજીખાના બજાર સ્થીત શ્રેયસ હાઇસ્કુલની પાછલા ભાગની દિવલનો એક ભાગ ધરાશાયી થતાં આસપાસના રહિશોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે આ દિવાલનો ભાગ પાછળ હોય સમયે કોઇ પણ વિદ્યાર્થીઓને નુકશાન થયું ન હતું.

આ મામલે શાળાના જૂનિયર કલાર્કના જણાવ્યાનુસાર ભાર્ગવ ટ્રસ્ટના ભાડાના મકાનમાં કાર્યરત શ્રેયસ હાઇસ્કુલમાં ધોરણ ૧ થી ૧૦ના કુલ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરે છે.આ શાળાનું મકાન જર્જરીત થતાં શાળા સંચાલકો દ્વારા શાળાની નવી ઇમારત બનાવવા ૨૦૦૧ની સાલથી તંત્ર પાસે શાળા ચલાવવા વૈકલ્પીક જગ્યાની માંગણી કરતા પત્રો પાઠવાયા હતા.

જેથી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ભાવિ ના જોખમાય પરંતુ કોઇ કારણોસર જગ્યા ના ફાળવાતા તેમજ શાળાના પાછળના ભાગનું એક મકાન નવું બાંધકામ કરતી વેળા શાળાની પાછળના ભાગની દિવાલને નુકશાન થયાનું અને જે પાછળના મકાન માલિક દ્વારા રિપેર ના કરાવી અપાતા તેમના જ મકાન તરફની શાળાની પાછળની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે શાળામાં અભ્યાસ કરતા કોઇપણ વિદ્યાર્થીઓને શાળાના આ જોખમી ઉપરના ભાગમાં ના જાય તે માટે પહેલેથી જ બંધ રખાયો હતો નું પણ જણાવ્યું હતું.

જોકે આ ઘટનાને પગલે પાલિકા દ્વારા હાલમાં તો શાળાને સીલ મારી ઇમારત ઉતારી લેવા સુચના અપાઇ છે.તો શાળા સંચાલકો દ્વારા તંત્ર દ્વારા કોઇ વૈકલ્પીક જગ્યા અપાઇ તો શાળાની ઇમારત નવી બનાવવાની રાહ જોવાઇ રહી છે.

અંકલેશ્વરમાં બે દિવસ અગાઉ બનેલ ફાયરીંગ વિથ મર્ડરના ગુનામાં બે ઝડપાયા

ગત તારીખ ૨૨/૦૭/૨૦૨૨ ના રોજ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સારંગપુર ગામની સોમેશ્વર સોસાયટીના મુખ્ય માર્ગ પાસે મીરાનગરની પાછળ મિથુન મહેશભાઈ મંડલ ઉ.વ ૨૮ રહે- મારૂતિધામ-૨ સારંગપુર તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ મુળ રહેવાસી રબ્બીડી થાના અમદંડા તાલુકો સનોલાજી જીલ્લો ભાગલપુરના લોહીલુહાણ હાલતમાં મળી આવેલ જેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવેલ જ્યાં તેઓને મરણ ગયેલ જાહેર કરેલ જે બાબતે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

આ ગુનામાં પોલીસની પ્રાથિમક તપાસ દરમ્યાન ફાઈરીંગ કરી મોત નિપજાવેલ હોવાનુ જણાઈ આવતા ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા તાત્કાલિક ગુનો શોધી કાઢી આરોપી પકડવા સુચના અપાઇ હતી. જે અંગે નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર આર.એન.કરમટીયા દ્વારા તાત્કાલિક તપાસ સંભાળી જુદી-જુદી ટીમો બનાવી તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ હતી.

દરમ્યાન આ ગુનામાં છોટુકુમાર જીતેન્દ્ર મંડલની સંડોવણી જણાઈ આવતા તેમજ તે ટ્રેન મારફતે બિહાર તરફ જઈ રહેલ હોય તેવી માહિતી મળતા તાત્કાલિક અંક્લેશ્વર જી. આઈ. ડી.સી પોલીસ સ્ટાફની ટીમ રવાના કરવામાં આવી હતી. જેમાં રેલ્વે પોલીસની મદદથી આ આરોપીને જલગાંવ રેલ્વે સ્ટેશન ખાતે પકડવામાં આવ્યો હતો. જેની પુછ-પરછ દરમ્યાન તેણે જણાવેલ કે આ ગુનામાં વિશાલકુમાર અવધેશ મંડલ દ્વારા બિહાર ખાતેથી દેશી હાથ બનાવટનો તમંચો ખરીદી લાવી સોમેશ્વર સોસાયટીમાં જવાના રોડ પાસે ગઈ તા. ૨૧/ ૦૭/ ૨૦૨૨ની રાતે મિથુન મહેશભાઈ મંડલના માથાના ભાગે તમંચા વડે ફાયરિંગ કરી ગંભીર ઈજા પહોંચાડી તેને મોતને ઘાટ ઉતારાયો હતો.

જેથી પોલીસે બન્નેવ આરોપીઓને ગુનાના કામે અટક કરી ગુનામા વપરાયેલ દેશી હાથ બનાવટનો તમંચો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નેત્રંગના જવાહર બજારમાં ખાડા,વાહનચાલકોની હાલત કફોડી!

ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથકમાં નેત્રંગ તાલુકાની ગણના થાય છે.નેત્રંગ સહિત આજુબાજુ વિસ્તારમાં વસવાટ કરતાં રહીશો મોટી સંખ્યામાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી અર્થે નેત્રંગના જવાહર બજારમાં આવતા હોય છે.દર મંગળવારે હાટ બજાર ભરાતું હોવાથી ભારે બજારમાં ઘસારો રહે છે.

ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ  નેત્રંગ ટાઉનના ગાંધીબજારથી જવાહર બજાર અને ચાર સ્તા જોડતા માર્ગનું ભારે ધોવાણ થતાં રસ્તાના નિમૉણ કાર્યમાં ભારે ભ્રષ્ટાચાર થયાનું લોકમુખે ચચૉઇ રહ્યું છે. વાહનચાલકોની મામુલી ગફલતથી હાડકા ભાંગવાનો વારો આવ્યો છે. તેવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે નેત્રંગના મેઇન બજારના રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠી છે.

  • ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ

નેત્રંગ ફુલવાડી ગામની પ્રાથમીક શાળામાં તસ્કરોનો તરખાટ

નેત્રંગના ફૂલવાડી ગામે પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવતા આસપાસના ગ્રામજનો અને રહીશોમાં ફફડાટ ફેલાયો છે.

નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામે આવેલ પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમા તસ્કરો પ્રવેસ કરી શાળાનાં સીન્ટેક્ષ ફાયબરના બનાવેલ ઓરડાના દરવાજાના લોક તોડી ઓરડામાં રાખેલ એક એલ.જી.કંપનીનું ૨૪ ઇંચનું એલ.ઈ.ડી. ટીવી અને રીસીવર મળી કુલ રૂપિયા ૧૩,૦૦૦/-, હાર્મોનિયમ રૂપિયા ૧૫,૦૦૦/- અને હવા પુરવા માટેનો નાનો પંપ રૂપિયા ૪૦૦/-મળી કુલ રૂપિયા ૨૮,૪૦૦/- નાં સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

આ ચોરી અંગે શાળાના આચાર્યએ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદી નોંધાવતા હાલ તો નેત્રંગ પીએસઆઇ એસ.વી ચુડાસમાએ તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

  • ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ

ભરૂચમાં આમ આદમી પાર્ટીએ મોંઘવારી મુદ્દે કર્યો અનોખો વિરોધ!

ભરૂચમાં આમ આદમી પાર્ટીએ મોંઘવારી મુદ્દે પાંચબત્તી સર્કલ ખાતે ફાંસીના ગાળીયા અને સુત્રોચ્ચાર સાથે અનોખો વિરોધ કર્યો હતો. જેમાં મોંઘવારીના બોર્ડ અને ફાંસીના ફંદા બનાવી વિરોધ પ્રર્દશન કર્યુ હતું.

ભરૂચ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગેસ, વીજળી, અનાજ, કઠોળ, પેટ્રોલ-ડીઝલ સહિતના પ્લે કાર્ડ સાથે મોંઘવારીને ફાંસી આપતો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભરૂચ આપના આગેવાન આકાશ મોદીએ વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે આજે અનોખો વિરોધ નોંધાવાયો છે. ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં અને નેતુત્વ વિહીન વિપક્ષ કોંગ્રેસના કારણે ગુજરાતની પ્રજા પીસાઈ રહી છે ત્યારે આપ જ એક વિકલ્પ છે.

ભરૂચ પ્રમુખ ઉર્વી વાલાણીએ આક્રોશ ઠાલવ્યો હતો કે, તમામ ચીજવસ્તુઓ મોંઘી થતા લોકોનું જીવવું શુ મરવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે રાજ્યમાં આ અસ્થિરતાઓને દૂર કરવા આપ ભાજપ અને કોંગ્રેસના પર્યાય રૂપે ઉતરી છે. પાંચબત્તી ખાતે ફાંસીના ગાળીયા બનાવી આપના વિરોધ પ્રદર્શનને લઈ ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. પોલીસે આ વિરોધ પ્રદર્શનમાં આપના આગેવાનો ઊર્મિ પટેલ, આકાશ મોદી, તેજસ પટેલ, અભિલેશ ગોહિલ, પિયુષ પટેલ, ગોપાલ રાણા ઉપસ્થીત રહ્યા હતા.

આમોદના વેડચા ગામેથી સાત ફૂટ લાંબો મગર ઝડપાયો

ભારે વરસાદને કારણે આમોદ પાસેથી પસાર ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી.જેથી નદીનું પાણી આસપાસના ખેતરોમાં ઘુસી ગયું હતું.પાણી સાથે નદીમાં વસવાટ કરતા અસંખ્ય મગરો પણ ખેતરોમાં ઘુસી જતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

આમોદ તાલુકાના વેડચા ગામે માઇનોર કેનાલ પાસે સાત ફૂટ લાંબો મગર હોવાની વન વિભાગને જાણકારી મળતા આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર આર ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ બીટ ગાર્ડ વીપીન પરમાર તથા સ્ટાફના માણસો સ્થળ ઉપર પહોંચી ગયા હતા.અને વન વિભાગના અધિકારીની સૂચના મુજબ ભારે જહેમત બાદ સાત ફૂટ લાંબા મગરનું વેડચા માઇનોર કેનાલ પાસેથી રેસ્ક્યુ કરી મગરને ઝડપી પાડ્યો હતો.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચ નર્મદા ચોકડી નજીક ૫ કીલો ૯૩૦ ગ્રામ ગાંજા સાથે એક ઝડપાયો

ભરૂચ શહેર અને જિલ્લામાં નશાકારક વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ બંધ થાય એ માટે પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામા આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગૃપના સભ્યો નર્મદા ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતા.

દરમિયાન બાતમી વાળી કાર ટોયોટો કોરોલા ગાડી નં GJ-01-HF 6146 આવતા તેને અટકાવી કારમાં તપાસમાં કરતાં બોનેટના ભાગે સંતાડેલ રૂ. 59 હજાર 300ની કિંમતનો ૫ કીલો ૯૩૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી હાર્દિક બકુલભાઇ ભાટક, ઉ.૩૬, રહે ૨૦૨ સહજાનાંદ કોમ્પલેક્ષ તુલસીધામ સોસાયટી પાસે ઝાડેશ્વર રોડ ભરૂચ ની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આરોપી ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા સહજાનંદ કોમ્પ્લેક્ષનો રહેવાસી છે અને તેણે સુરતના એક ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લીધો હોવાનું બહાર આવ્યું છે. એસ.ઓ.જી પોલીસે આ મામલામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એસ.પી.ઓફીસ ખાતે ઈ-એફ.આઇ.આરનો ઈ-વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે આજે શનિવારે ઈ-એફ.આઈ.આર.નો પ્રારંભ કરાવ્યો હતો. જે ઈ-એફ.આફ.આરનો ઈ-વર્ચ્યુઅલ કાર્યક્રમ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં એસ.પી.ઓફીસ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડાએ આ ઈ-એફ.આઈ.આર. અંગે માહિતી આપી હતી.

જેઓએ ભરૂચ જિલ્લા અને રાજયમાં છાશવારે મોબાઈલ અને વાહનોની ચોરીની ઘટનાઓ બનતી હોય છે. અંગે ઇ- એફ.આઈ.આર.માં ફરિયાદી સિટીઝન પોર્ટલ પર ફરિયાદ કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે, આમાં માત્ર વાહન કે ફોન ચોરી અંગે જ ફરિયાદ કરી શકાશે અને આ ઓનલાઈન ફરિયાદ અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને ઈમેલ તો SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ પણ જેતે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.

જો 72 કલાકમાં તેના નિકાલ ન થાય તો પેન્ડિંગ હોવા અંગેનો ઈમેલ પણ તરત જ પોલીસ અધિકારીઓને કરવામાં આવશે અને ત્યારબાદ 120 કલાક બાદ અરજી તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવામાં આવશે. મોડું થયું હશે તો પોલીસ કર્મચારીઓએ જવાબ આપવો પડશે.

ભરૂચ શ્રવણ વિદ્યાધામ ખાતે પર્યાવરણ ક્વિઝ યોજાઇ

ભરૂચની શ્રવણ વિદ્યાધામ શાળામાં પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ ક્વિઝ યોજવામાં આવી હતી.

આ ક્વિઝમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કુલ ચાર ટીમ બનાવવામાં આ ક્વિઝ માં વિદ્યાર્થીઓને પર્યાવરણના વિષય આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યા.આવી સ્પર્ધામાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય છે. ઉપરાંત વિદ્યાર્થીઓમાં એકાગ્રતા ,નિર્ણય શક્તિ તથા પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવાય તેવા ગુણોનો વિકાસ થાય છે અને વિદ્યાર્થી કાર્ય કરવા પ્રેરિત થાય છે.આ સ્પર્ધામાં મણિકર્ણિકા હાઉસ વિજેતા બનતા શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

error: Content is protected !!