ભરૂચ નગર પાલિકા સફાઇ અને કચરાના નિકાલ મુદ્દે વારંવાર વિવાદોમાં જોવા મળી રહી છે.ભરૂચ નગર પાલિકામાં સબ સલામત ના દાવાઓ વચ્ચે ખુદ પાલિકા કર્મીઓ જ અસમંજશ માં પોતાની કામગીરી કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.એક તરફ મૃત પશુઓના નિકાલ કરવાની કામગીરી ઠપ પડી છે. તો બીજી તરફ પાલિકા જ્યાં કચરો નાખવાનું વિચારે ત્યાં વિવાદો ઉભા થઈ રહ્યા છે,જે તે સ્થળે ઉભી કરવામાં આવતી ડંમ્પિગ સાઇટો જાણે કે પાલિકા માટે આજે પણ માથા ના દુખાવા સમાન બની છે.

પાલિકાએ ડંમ્પિગ સાઇટ ના અભાવે પાલિકા એ થોડા વખતો પહેલા ભરૂચ ના જે બી મોદી પાર્ક પાસે હંગામી ડંમ્પિગ સાઇટ જોરશોરથી ચાલુ કરી હતી. પરંતુ ત્યાર બાદ ડંમ્પિગ સાઇટ આસપાસ વસવાટ કરતા સ્થાનિકોએ તેઓના વિસ્તારમાં આ સાઇટ થી ખૂબ દુર્ગંધ અને કચરા જેવી બાબતોની તકલીફ જણાવી ત્યાંથી આ ડંમ્પિગ સાઇટ હટાવી લેવા માટે વિરોધ કર્યા બાદ પણ પાલિકા એ ત્યાં કચરા ભરેલા પોતાના વાહનો ઠાલવવા ની પક્રિયા ચાલુ રાખતા સ્થાનિકોમાં આજે પણ તે ડંમ્પિગ સાઇટ નો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ થોડા સમય પહેલા પાલિકા દ્વારા ડંમ્પિગ સાઇટ ને કંથારીયા અને થામ ગામની સીમમાં ખસેડી હતી અને ત્યાં સમગ્ર શહેર નો કચરો ઠાલવવાની કામગીરી બિલાડી પગે શરૂ કરી હતી પરંતુ ત્યાં ના સ્થાનિકોએ પણ હવે તેઓના વિસ્તારમાં દુર્ગંધ મારતા કચરા ને ઠાલવવા માં આવતા પાલિકા સામે બાંયો ચઢાવી છે. તેઓના વિસ્તાર માંથી આ ડંમ્પિગ સાઇટને હટાવવા માં આવે તેવી માંગ કરતા હાલ પાલિકા ના માથે થી આ ડંમ્પિગ સાઈટ નું ભૂત ક્યારે પીછો ન છોડશેની વાત ચર્ચાનું કેન્દ્ર બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here