આઝાદીકા અમ્રુત મહોત્સવ હેઠળ ભારત સરકારની ગાઈડલાન્સ મુજબ ભરૂચ જિલ્લામાં જન શિક્ષણ સંસ્થાન દ્વારા સ્વછતા પખવાડિયું ઉજવાઈ રહેલું છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચના હેરિટેજ વિસ્તાર કોટ પારસીવાડ ખાતે જેએસએસના તથા નહેરૂ યુવા કેન્દ્રના સભ્યો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને આસપાસના રહીશોને સ્વછતા અને સફાઈ અંગે સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જેએસએસ ભરૂચના નિયામક ઝૈનુલ સૈયદના માર્ગદર્શન હેઠળ જેએસએસના ફિલ્ડ અને લાઈવલી હૂડ કોઓર્ડિનેટર ક્રિષ્નાબેન કઠોલીયા અને નહેરૂ યુવા કેન્દ્રના યુથ કોઓર્ડિનેટર દિવ્યજીતસિંહ ઝાલાના નેતૃત્વમાં તમામ સભ્યોને કામગીરી પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here