ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકમાં સુરક્ષા સેતુ રથનુ આગમન થતા લોકો દ્વારા આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ સુરક્ષા સેતુ રથ ભરૂચ જીલ્લામાં સમાવિષ્ટ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જાહેર સ્થળો,શાળાઓમાં ફરીને લોકોને પોતાની સુરક્ષા અંગે જાગૃત કરાયા.

સુરક્ષા સેતુ રથની સાથે રાજપારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.જી.આઇ.રાઠોડે જોડાઇને રાજપારડી,અવિધા,જુનાપોરા,માલજીપુરા,વિગેરે ગામોમાં પહોચી લોકોને  જણાવ્યું હતુ કે ઓનલાઇન ચેટીંગ દરમિયાન યુવતીઓએ પોતાનો ચેહરો દર્શાવવો નહિ,અજાણી વ્યક્તિ દ્વારા ઠંડા પીણા,બિસ્કીટ લેવાનુ ટાળવુ જોઇએ,લોભામણા ઇમેલ કે એસ. એમ. એસ.નો કોઇ રિપ્લાય આપવો નહિ,મોબાઇલ ફોન પર લીંક દ્વારા રૂપિયા જમાં થયા તેવા મેસેજો પર ધ્યાન આપવુ નહિ,ઓનલાઇન સાઇટ પરથી જુની પુરાણી વસ્તુઓ પાકા બીલ વગર ખરીદવી નહિ,એ.ટી.એમ.કાર્ડ તેમજ ઓનલાઇન બેંકિંગના પાસવર્ડ સાર્વજનિક કરવા નહિ,વાહનોના અકસ્માત નિવારવા વાહન હંમેશા ગતિ મર્યાદામાં હંકારવુ જોઇએ.

ફોર વ્હિલ કારમાં હંમેશા સીટ બેલ્ટ બાંધવો જોઇએ,બાઇક મોપેડ પર હંમેશા હેલ્મેટ પેહરી બહાર જવુ જોઇએ,રાત્રી દરમિયાન મુસાફરી કરતી વખતે આપણે હંકારતા વાહનની ડીમ લાઇટનો ઉપયોગ કરવો જોઇએ જરુર જણાય ત્યારેજ ફુલ લાઇટનો ઉપયોગ કરવો,પ્રવાસ દરમિયાન અજાણી વ્યક્તિઓ સાથે વાતચીત દરમિયાન સાવધ રહેવુ જોઇએ જેવી લોકોની સુરક્ષાને લગતી માહિતી સુરક્ષા સેતુ રથમાં બેસાડેલ એલ.ઇ.ડી.સ્ક્રિનના માધ્યમથી પોલીસ દ્વારા લોકોને આપવામાં આવી હતી.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here