The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 80

સુરત પુણા વિસ્તારની શાળામાં વિદ્યાર્થીને નગ્ન કરી યૌનશોષણના મામલે આચાર્યની અટકાયત

સુરતમાં વિદ્યાર્થી સાથે યૌનશોષણનો મામલે આખરે યૌન શોષણ કરનાર આચાર્યની અટકાયત કરવામાં આવી છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલ મનપા શાળા નંબર 300ના આચાર્ય નિશાંત વ્યાસ ની અટકાયત કરાઈ છે.

આ અગાઉ વિદ્યાથી સાથે યૌન શોષણનો વીડિયો વાયરલ થયો હતો.વીડિયો વાયરલ થતા લોકો પણ આ આચાર્ય માટે ફિટકાર વરસાવી હતી. જોકે પ્રિન્સિપાલ નિશાંત વ્યાસને કારણે પાલિકાની પ્રાથમિક શાળાની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા હતા.

જેના ભાગરૂપે પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ આ મુદ્દો ચગ્યો હતો અને સામાન્ય સભામાં પણ આ મુદ્દો ગુંજયો હતો. તેમજ આપ પાર્ટી દ્વારા કડકમાં કડક સજા થાય તેવી માંગ કરીને વિરોધ પ્રદશન કર્યું હતું. જોકે આ યૌન શોષણ મુદ્દો ગરમ બનતા આખરે પોલિસે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

ભરૂચમાં NIA, ATS અને સેન્ટ્રલ IB ટીમોનું સર્ચ ઓપરેશન

આજે અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ પહોંચી હતી. હાલ ત્રણની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએ અને એટીએસની કાર્યવાહીને લઇને ચારેય શહેરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. એનઆઈએ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

આ સમગ્ર મામલે એટીએસ દ્વારા હાલ જણાવવામાં આવ્યું છે કે હાલ આનઆઈએ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ ચાલી રહી છે અને ત્રણ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે પરંતુ હાલ આ તપાસ ખૂબ નાજુક તબક્કામાં હોવાથી તે અંગે વધારે વિગત મળી શકે તેમ નથી. જોકે, એટલું ચોક્કસ છે કે આ તત્વો દેશ વિરોધી કૃત્ય કરવામાં ક્યાંક સામેલ હતા. ત્રણના સબંધો હાલ તપાસ એજન્સીની રડારમાં છે.

આજે વહેલી સવારથી જ NIAની ટીમ અને ગુજરાત ATSની ટીમ દ્વારા શકમંદની દેશ વિરોધી કાવતરામાં પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં તેમના વિરોધમાં જેટલા પુરાવા મળ્યા છે તેના આધારે એટીએસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. દેશ વિરોધી કાવતરામાં સંદિગ્ધતા હોવાની વાત સામે આવતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે.

આ મામલે ભરૂચના અટકાયત કરાયેલા બંને વ્યક્તિઓને મુક્ત કરાયા હોવાનું અને મૌલાના અમીન અને તેના પિતા મૌલાના ઇબ્રાહિમની વહેલી સવારે અટકાયત કરાઇ હતી
NIA, ગુજરાત ATS અને સેન્ટ્રલ IB દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જો કે પૂછપરછમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નજરે ન પડતા પિતા – પુત્રને મુક્ત કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ માતરના યુવાનનું સરકાર દ્વારા ૪ લાખની સહાય અર્પણ

આમોદ તાલુકાના માતર ગામે ટેકરા ફળિયામાં રહેતો રણજિત વસાવા બેંકમાં કામ અર્થે ગયો હતો ત્યારે બેંકમાંથી પરત આવતા તળાવના કિનારે પગદંડી રસ્તા ઉપર તેનો પગ લપસી જતાં તળાવમાં ડૂબી ગયો હતો અને તેનું અકસ્માતે મોત થયું હતું.

જેથી તેમના પરિવારને ગુજરાત સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રીઝર્વ ફંડ માંથી ૪ લાખની સહાયનો ચેક આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ,માતર ગામના સરપંચ ઈરફાન ઉઘરાતદારની ઉપસ્થિતમાં તેમના ઘરે જઈને આપવામાં આવ્યો હતો.

ટંકારીયા ગામના દલિત અને આદિવાસી ભૂલકાઓનું ભવિષ્ય કાદવ કિચ્ચડ માં!

ટંકારીયા ગામમાં પંચાયતની લાપરવાહીના કારણે ગંદકીથી ખદબદતા અને તીવ્ર દુર્ગંધ મારતા તળાવની વચ્ચે આંગણવાડી અને કન્યાશાળા ચાલી રહી છે. જ્યાં ભૂલકાઓ અને માસૂમ બાળાઓને સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે. જિલ્લા કલેકટર સહિત જિલ્લા વહીવટી તંત્ર પણ આ કિસ્સામાં આંખ આડા કાન કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

ભરૂચ તાલુકાનું ટંકારીયા ગામ અગાઉ ગાયોની કતલ અને જુગાર સહિતના કિસ્સાઓમાં બદનામ થઈ ચૂક્યું છે. પોલીસ પર હુમલાઓ બનાવ પણ અહીં બની ચુક્યા છે. આ ગામની હાક અને ધાકના કારણે પોલીસ અને વહીવટી તંત્ર કોઈ પણ કાર્યવાહીમાં ઉદાસીન વલણ આપનાવે છે. આવી જ ઘોર ઉદાસીનતાનો વધુ એક ગંભીર કિસ્સો બહાર આવ્યો છે. પંચાયત અને તંત્રની ઉદાસીનતાના કારણે આંગણવાડીમાં ભણતા ભૂલકાઓ અને કન્યાશાળામાં ભણતી માસૂમ બાળાઓના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે. માસુમોનું શૈક્ષણિક જીવન દુર્ગંધ મારતા કાદવ કિચ્ચડમાં રગદોળાઈ રહ્યું છે.

ટંકારીયા ગામમાં નાના પાદર વિસ્તારમાં વર્ષો પહેલા રમત ગમતનું મેદાન હતું. આ મેદાનમાં જ આંગણવાડી અને બ્રાન્ચ કન્યાશાળા છે. એક સમયે શાળામાં ભણતી કન્યાઓ અને ભૂલકાઓ આ મેદાનમાં રમતા હતા. પરંતુ પંચાયતની ઉદાસીનતાના કારણે હાલ આ મેદાન ગંદકીથી ખદબદતા તળાવમાં બદલાઈ ગયું છે. આંગણવાડી અને કન્યાશાળા આ ગંદકીની વચ્ચે ચાલે છે. જેના કારણે ભૂલકાઓ અને માસૂમ બાળાઓના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે. બરાબર આંગણવાડીની બાજુમાં જ કિચ્ચડમાં વીજ કમ્પનીની ડીપી પણ છે. જેનાથી ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય તેવી સંભાવના છે. ગામની ગટર લાઇનને તોડી ગંદા અને દુર્ગન્ધ મારતા પાણીનો આ મેદાનમાં નિકાલ કરાયો હોવાની ફરિયાદ પંચાયતના જ સભ્ય ડાહ્યાભાઈ રોહિતે ઉઠાવી છે.

ડાહ્યાભાઈ રોહિતના કહેવા મુજબ તેમણે પંચાયતથી લઈ જિલ્લા કલેકટરના ફરિયાદ નિવારણ સુધી રજૂઆતો કરી છે. આમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી. જે દેશમાં ભૂલકાઓનું ભવિષ્ય જ કાદવ કિચ્ચડમાં રગદોળાતું હોય ત્યાં સ્વચ્છતાની વાતો પોકળ છે તેવા આક્ષેપ સાથે ડાહ્યાભાઈ રોહિતે ભૂલકાઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉઠાવ્યો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે નક્કર પગલાં લે છે કે નહીં.

ભરૂચ પાલિકાની સામાન્ય સભા વિવિધ મુદ્દે બની તોફાની

ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભા શનિવારે વિકાસના એજન્ડા ઉપર મુકેલા 25 કામોને લઈ મળી હતી. પોણા બે કલાક ચાલેલી સભામાં વિપક્ષ કોંગ્રેસે શાસક ભાજપને પ્રજાના પ્રાણ પ્રશ્નો મુદ્દે ભારે ભીંસમાં લેતા દરેક મુદ્દે સભા ઉગ્ર તોફાની બની ગઇ હતી.

કોંગ્રેસે પ્રિ-મોન્સૂન કામગીરી, કાંસની સફાઈ, રસ્તાના પેચ વર્ક, ડ્રેનેજ, ડોર ટુ ડોર, લાઈટ, પાણી અને ડંપિંગ સાઇટ મુદ્દે ઉગ્ર ચર્ચા કરી શાસક પક્ષને ભીંસમાં લીધો હતો. કોંગી કોર્પોરેટેરો સભામાં દૂરબીન લઈ આવી શહેરમાં ક્યાં વિકાસ થયો છે તે બતાવવા ભાજપને કઈ વિરોધ નોંધાવ્યો હતો.

આગામી સમયમાં કોંગ્રેસ પાલિકાને સુપર સીડ કરવાની માંગણી કરશે તેવી ચીમકી વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે ઉચ્ચારી છે. પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ સભા મુદ્દે વિપક્ષના ઉગ્ર દેખાવોને લઈ કહ્યું હતું કે, વિકાસ વિહીન કોંગ્રેસ હવે હવાતિયાં ઉપર આવી ગયું છે. પ્રજાને કોંગ્રેસ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.

આજની સામાન્ય સભામાં ફરી રતન તળાવના વિકાસ માટે રૂ.10 કરોડ સુધીની રકમ ફાળવવાની જાહેરાત કરાઈ હતી. જેમાં પાલિકા પ્રમુખે કહ્યું હતું કે, શહેરના માતરિયા તળાવની જેમ રતન તળાવને વિકસાવાશે.જેમા રિટેઇનિંગ વોલ અને વોક વે પણ હશે. હવે સમય જ બતાવશે કે રતન તળાવનો વિકાસ કઈ રીતે થાય છે. સભામાં અન્ય વિકાસના કામોમ વોટર વર્ક્સ માટે પણ રૂપિયા 10 કરોડની જાહેરાત અને અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ માટે રૂપિયા 16 કરોડની જોગવાઈ કરાઈ હોવાની વાત કરવામાં આવી હતી.

ભરૂચના છાપરા પાટિયા વિસ્તારમાં વરસાદી કાંસમાં ફસાયેલ યુવકનું કરાયું રેશ્ક્યુ

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે આવેલ છાપરા પાટિયા વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીમાં છેલ્લા ૧૨ કલાક ઉપરાંતના સમયથી ફસાયેલ એક અસ્થિર મગજના યુવકનું ફાયરના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથધરી તેને સલામત રીતે બહાર કાઢ્યો હતો, અસ્થિર મગજનો યુવાન ગઈકાલ સાંજથી આજે સવાર સુધી પાણીમાં એક જ જગ્યાએ નજરે પડતા સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી.

આ પાણીમાં ફસાયેલ યુવાનને ફાયરના જવાનોએ બહાર કાઢી 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સતત એક જ સ્થળે યુવાન કલાકો સુધી પાણીમાં ઉભો નજરે પડતા લોકોના ટોળા ઉમટ્યા હતા.જે બાદ સમગ્ર મામલો ટોઅક ઓફ ધ ટાઉન બન્યો હતો, જોકે મામલે યુવાન અસ્થિર મગજનો હોય જેથી તેણે આ પ્રકાર નું પગલું ભર્યું હોય તેવી પ્રાથમિક જાણકારી મળી હતી.

ઝઘડિયા : મધુમતી ખાડીમાં મગરોની વચ્ચે ગ્રામજનોનું જોખમી આવન-જાવન

ઝઘડિયાના રાજપરા, રૂપણીયા, મોટા સોરવા, નાના સોરવા, હરીપુરા, ઉચ્છદ સહિતના ગામોના લોકો માટે દર વર્ષે ચોમાસું હાલાકીની ભરમાર લઇને આવે છે. આ ગામોમાંથી મધુમતી ખાડી પસાર થાય છે અને ચોમાસામાં ખાડીમાં જળપ્રવાહ વધી જતાં લોકોને જીવના જોખમે ખાડી પાર કરી એક કાંઠેથી બીજા કાંઠા સુધી જવું પડે છે.

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી મધુમતી ખાડી પર રાજપરા ગામ પાસે નાળુ નહી બનાવવામાં આવતાં રાજપરા સહિતના 6 થી વધારે ગામના 5 હજાર લોકોને હાલાકી વેઠવી પડે છે. ખાડીના ધસમસતાં પ્રવાહમાંથી પસાર થઇ લોકો રાજપરાના સામે કાંઠે પહોંચી રહયાં છે. રાજપરા ગામ પાસે નાળુ બનાવવામાં આવતું નહિ હોવાના કારણે લોકોને ખાડીમાંથી પગપાળા પસાર થવું પડે છે. હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોળી ડેમના પાણી ખાડીમાં આવી રહયાં હોવાથી જળસપાટી વધી છે.

રાજપરા સહિતના ગામના લોકો કેડસમાણા પાણીમાંથી દુધની કેનો લઇ સામે કિનારે આવેલાં હરીપુરા અને ઉચ્છદમાં દુધ આપવા જાય છે. રાજપરા અને આસપાસના સાત ગામના લોકોએ નાળુ નહી બનાવવામાં આવે તો ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે.

ભરૂચ એમ.કે.કોલેજમાં વિદ્યાર્થીઓ જમીન પર બેસીને અભ્યાસ કરવા મજબુર!

ભરૂચની એમ.કે.કોલેજ ઓફ કોમર્સમાં 110 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતાં કલાસમાં 135 થી 140 વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતાં હોવાથી વિદ્યાર્થીઓને જમીન પર બેસી ભણવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થાની સાથે સાથે માળખાકીય સુવિધાઓ પણ કથળી રહી છે તેમ લાગી રહયું છે. ભરૂચની એમ.કે.કોલેજ ઓફ કોમર્સમાં વિદ્યાર્થીઓને જમીન પર બેસીને અભ્યાસ કરવા મજબુર થયાની હોવાની ફરિયાદ આચાર્યને કરવામાં આવી છે.

એમ.કે.કોલેજ ઓફ કોમર્સ કોલેજમાં એક વર્ગખંડમાં 110 જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે તેમ હોવા છતાં 135 થી 140 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહયાં છે. જેના કારણે કેટલાય વિદ્યાર્થીઓને જમીન પર બેસી ભણવાનો વારો આવી રહયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીઓને પડતી અગવડના સંદર્ભમાં આચાર્યને રજુઆત કરી છે. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે નવી બેચ શરૂ કરવાની માંગ કરાય છે. જો બે દિવસમાં નકકર પગલાં ભરવામાં નહી આવે તો ABVP દ્વારા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

ઝઘડીયાના રાજપારડી નજીક માધુમતિ ખાડીમાં મગરની હાજરીથી સ્થાનિકોમાં ફફડાટ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી વહેતી માધુમતિ ખાડીમાં હાલ મગર નજરે પડતા હોવાની વાતો બહાર આવતા રાજપારડી સારસા સહિતના માધુમતિ ખાડીના કિનારે આવેલા ગામોની જનતામાં ફફડાટ ફેલાયો છે. ખાડીમાં કેટલાક દિવસોથી મગર દેખાતા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.

રાજપારડી વનવિભાગના મહેશભાઇએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું કે હાલ ચોમાસુ ચાલે છે, અને નર્મદા તેમજ માધુમતિ ખાડીમાં મોટાપ્રમાણમાં પાણી વહી રહ્યું છે ત્યારે બન્ને નદીઓનું પાણી એકાચાર થતાં નર્મદામાંથી મગર માધુમતિ ખાડીમાં આવી ચડ્યા હોય એમ બની શકે. જોકે  ખાડીમાં મગર દેખાયા હોવા બાબતે કોઇ નાગરીકે હજુ વનવિભાગને જાણ નથી કરી, એમ તેમણે જણાવ્યું હતું.

 પરંતું સાવચેતીના રુપે નદીમાં મગરની હાજરી હોવા સંબંધી બોર્ડ કિનારા પર મુક્યું હોવાનું વનવિભાગ દ્વારા જણાવાયું હતું. ઉપરાંત ખાડીમાં ચોમાસામાં વધુ પ્રમાણમાં વહેતા પાણીને લઇને પાંજરુ મુકવું શક્ય નથી જણાતું એમ પણ જાણવા મળ્યું છે. ત્યારે માધુમતિ ખાડીમાં હાલ મગરોની હાજરી જણાતા માધુમતિ ખાડીના કાંઠા વિસ્તારના ગામોના લોકોએ ખાડી નજીક જતા સમયે સાવચેત રહેવા જણાવાયું છે.

ઉલ્લેખનીય છેકે રાજપારડી નગરના કેટલાક રહેણાંક વિસ્તારો ખાડીની નજીકમાં આવેલ હોઇ, લોકોએ સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. નર્મદા નદીમાં પાછલા લાંબા સમયથી મોટી સંખ્યામાં મગરોનો વસવાટ જણાય છે. ભુતકાળમાં મગરો દ્વારા માણસો પર જીવલેણ હુમલા કરાયા હોવાની ઘટનાઓ પણ બની હતી. અને હાલ ચોમાસાને લઇને નર્મદા અને તેને મળતી ખાડીઓ પાણીથી ભરપૂર બનતા નર્મદામાંથી મગર માધુમતિ ખાડીમાં આવી ચડ્યા હોવાની સંભાવના છે. અને ખાડીમાં મગરોની હાજરીની વાતે કિનારાના ગામોની જનતામાં ભયનો માહોલ ફેલાયો છે.

  • ફારૂક ખત્રી રાજપારડી

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપર રૂ. ૧૬,૦૮,૩૧૦/- ના વીદેશી દારૂ સાથે ૩ ઝડપાયા

પોલીસ અધિક્ષક ભરૂચ ડો.લીના પાટીલનાઓ દ્વારા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર કે.ડી.મંડોરા એલ.સી.બી. ભરૂચના માર્ગદર્શન હેઠળ પ્રોહીબેશન/ જુગારના કેશો શોધી કાઢવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.

આજરોજ ભરૂચ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળેલ કે, સફેદ કલરની બ્રેઝા ફોરવ્હીલ ગાડી નંબર GJ 15 CJ 2593 ની વિદેશી દારૂ ભરી અંકલેશ્વર તરફથી નર્મદા મૈયા બ્રીજ ઉપર થઇ ભરૂચમાં આવનાર છે અને આ ગાડીનું પાયલોટીંગ એક મર્શડીઝ ફોરવ્હીલ ગાડી નંબર GJ 01 KQ 9998 કરે છે.જે મુજબની હકીકત આધારે એલ.સી.બી ટીમ દ્વારા નર્મદા મૈયા બ્રીજ ઉત્તર છેડા ભરૂચ ખાતે વોચમાં રહી, બાતમીવાળી બંને લક્ઝુરિયસ કાર આવતા, આયોજનબધ્ધ રીતે બેરીકેટીંગથી રાજમાર્ગ પરના વાહનો મારફતે અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ આવતા ટ્રેકને બ્લોક કરી, ફીલ્મી ઢબે બંને કારને ઝડપી પાડી તપાસતા બ્રેઝા ફોરવ્હીલ ગાડીમાં વિદેશી દારૂની બોક્ષ નંગ-૧૫ તથા આ ગાડી પકડાઇ ન જાય તે ઇરાદે પાયલોટીંગ કરતી મર્સીડીઝ ફોરવ્હીલ ગાડી સહીત કુલ કીં.રૂ. ૧૬,૦૮,૩૧૦/- ના મુદ્દામાલ સાથે ૦૩ આરોપીઓ

દીવ્યેશ હરેશભાઇ કાલરીયા ઉ.વ.૩૬ હાલ રહેવાસી.મકાન નં.૯૯ શુભમ સોસાયટી કીમ તા.ઓલપાડ જી.સુરત મુળ રહેવાસી. સોંદરડા તા.કેશોદ જી.જુનાગઢ, રાજેન્દ્ર હીરાભાઇ મીસ્ત્રી ઉ.વ.૩૦ રહેવાસી. ફ્લેટ નં-૨૦૩ રૂદ્રાક્ષ રેસીડેન્સી,ભદ્રા હોસ્પિટલની પાછળ કીમ તા.ઓલપાડ જી.સુરત, રોહન ઉર્ફે ઠીનો મનહરભાઇ ઠાકોર ઉ.વ.૩૨ રહેવાસી.૨૦૨૫ શીવકૃપા સોસાયટી જુની મામલતદાર કચેરી સામે ભરૂચને ઝડપી પાડી તેઓ વિરુધ્ધ પ્રોહી એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી પ્રોહી મુદ્દામાલ મંગાવનાર, મોકલનાર તેમજ આ પ્રોહીનો જથ્થો જેને આપવાનો હતો તે જીગ્નેશ ઉર્ફે જીગો કીરીટભાઇ પરીખ રહે, અંકલેશ્વર જી.આઇ.ડી.સી જી. ભરૂચ,પંકજ સોનવણે રહેવાસી. નવાપુર મહારાષ્ટ્ર, કીશન ચુડાસમા રહેવાસી. વેજલપુર ભરૂચને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર પોલીસ સ્ટેશનમાં ખાતે સોંપવામાં આવ્યા છે.

error: Content is protected !!