The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 82

આમોદના ઘમણાદ ગામે આઝાદ યુથ કાઉન્સિલ તરફથી અભ્યાસલક્ષી કીટનું કરાયું વિતરણ

આમોદ તાલુકાની ઘમણાદ પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૧ થી ૮ ના ૧૫૦ થી વધુ બાળકોને આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુ તરફથી અભ્યાસલક્ષી કીટ આપવામાં આવી.

વડોદરાની આઝાદ યુથ કાઉન્સિલ સંસ્થાના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુ દ્વારા શાળાના બાળકોને અભ્યાસલક્ષી કીટ જેમાં દફતર,ચોપડા,કંપાસ,વોટર બેગ સહિતની વસ્તુઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.બાળકોને શિક્ષણ કીટ મળતા આનંદ વિભોર બની ગયા હતાં.શાળા પરિવાર,સરપંચ તેમજ ગામના આગેવાનો તરફથી આઝાદ યુથ કાઉન્સિલના દિલીપસિંહ બાપુ,રોનકભાઈ ચૌહાણ,બળદેવભાઈ પટેલ,જશુભાઈ પટેલ,જીજ્ઞેશભાઈ ચૌધરીનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ શાળાના બાળકોએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે ગામના સરપંચ વિરાજસિંહ રાજ,પ્રદીપસિંહ રાજ,શાળાના બાળકો,શિક્ષકગણ,સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો તેમજ ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચમાં સ્ટેન્ડ ફાળવણી મુદ્દે ૩ દિવસના અલ્ટીમેટમ સાથે જયભારત ઓટો એસો.એ આપ્યું આવેદન

જય ભારત ઓટોરીક્ષા એસોસિએશન, ભરૂચના પ્રમુખ આબી મીર્ઝાની આગેવાનીમાં લાંબા સમયથી કરાતી રીક્ષા સ્ટેન્ડની ફાળવણીની માંગ સાથે કલેકટરને આવેદન પાઠવાયું હતું.

આવેદનમાં જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી નિયત કરેલ સ્થળો પર ઓટોરીક્ષા સ્ટેન્ડની લેખિક અને મૌખિક અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા તેમજ સંલગ્ન સરકારી તંત્ર દ્વારા રજૂઆતો સમયે ઓટોરીક્ષા સ્ટેન્ડ ફાળવવા કામગીરી ચાલી રહી છે તેમ જણાવી આજદિન સુધી એકપણ ઓટોરીક્ષા સ્ટેન્ડ ફાળવવમાં આવ્યું નથી. ત્યારે ગરીબ ઓટોરીક્ષા ચાલકોને પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકને અડચણ જેવા કાયદાઓ હેઠળ હજારે રૂપિયાનો દંડ કરવામાં આવે છે. નિષ્ક્રિય અને નિષ્ઠુળ બનેલા અધિકારીઓના પાપે ગરીબ ઓટોરીક્ષા ચાલકોએ મહેનતથી કમાયેલા રૂપિયાથી ઘર પરિવારનું જીવન ગુજરાન ચાલવવાને તેમજ બાળકોના ભણતર પાછળ ખર્ચ કરવાને ઞદલે દંડરૂપી હજારો રૂપિયા ભરવાનો વારો આવ્યો છે.

ભરૂચમાં એક ખાનગી કોન્ટ્રાકટર દ્વારા કાર્યરત સિટીબર્સ સેવા માટે જેવી રીતે તાત્કાલિક ધોરણે બસ સ્ટેન્ડો બનાવવા જગ્યા ફાળવવમાં આવી છે તેવીજ રીતે તાત્કાલિક ધોરણે ગરીબ ઓટોરીક્ષા ચાલકોને પણ ઓટોરીક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે જેથી પોલીસની દંડાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ મળે અને સ્વમાનભેર ઓટોરીક્ષા ચલાવી પોતાના પરિજનોનું જીવન ગુજરાન ચલાવી શકે. સાથે એસોશિયેશનના પ્રમુખ આબીદ મીર્ઝા દ્વારા તંત્રને આગામી દિન ૩માં જ ઓટોરીક્ષા સ્ટેન્ડની માંગ બાબતે યોગ્ય નિર્ણય કરાય નહીં તો રીક્ષાચાલકો ને ધરણા જેવા કાર્યક્રમો આપવા ફરજ પડશેનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.

અંકલેશ્વર મુદ્રા ડેનીમ પ્રા.લીમીટેડ કંપનીની ભંગાર ચોરીનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પ્લોટ નં-૫૯૦૧/૨ મુદ્રા ડેનીમ પ્રા.લીમીટેડ કંપની GIDC અંકલેશ્વર જી.ભરૂચ ખાતેથી કંપનીના પ્લાન્ટમાં મુકેલ એસ.એસ ની અલગ અલગ સાઇઝના પાઇપો નંગ ૪૫ થી ૫૦ જેનુ વજન આશરે ૭૦૦ થી ૮૦૦ કિલો કિ.રૂ. ૮0,0૦૦/- ની ચોરી થયેલ જે અંગે GIDC પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી હતી.

જે ગુનાની તપાસ પોલીસ ઇન્સપેકટર આર.એન.કરમટીયા ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન આ ગુનો શોધી કાઢી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ૧૦ (દસ) આરોપીઓ (૧) મોહિતભાઇ ઉર્ફે બિહારી રાજેશભાઇ પાલ ઉવ.૨૪ હાલ રહેવાસી- સોનમ સોસાયટી રાજપીપળા રોડ ગડખોલ તા-અંકલેશ્વર જી.ભરૂચ (ર) સોહીતભાઇ રાજેશભાઇ પાલ ઉવ.૨૦ હાલ રહેવાસી- સોનમ સોસાયટી રાજપીપળા રોડ ગડખોલ તા-અંકલેશ્વર જી.ભરૂચ(૩) પ્રાકુલભાઇ બિરબલભાઇ પાલ ઉવ.૨૧ હાલ રહેવાસી- સોનમ સોસાયટી રાજપીપળા રોડ ગડખોલ તા-અંકલેશ્વર જી.ભરૂચ (૪) દિપકભાઇ ઉર્ફે દાદુ અનિલભાઇ પાટીલ ઉવ. ૨૦ હાલ રહેવાસી- મોર્યાં રેસીડેન્સી પ્રથમ માળે જલધારા ચોકડી પાસે જી.આઈ.ડી.સી અંકલેશ્વર તા-અંકલેશ્વર જી.ભરૂચ (૫) દિપ્તેશભાઇ ઉર્ફે દિપુ અશોકભાઇ પટેલ ઉ.વ.૩૩ હાલ રહે. મ.નં-ર૩।-/56/2 ૫૦૦ કવાર્ટસ અંકલેશ્વર જી.આઇ.ડી.સી તા.અંકલેશ્વર જી.ભરૂચ

(૬) સંજયભાઇ મુકેશભાઇ ભરવાડ ઉ.વ.૨૪ રહેવાસી.રચનાનગર સદાનંદ હોટલની પાછળ રાજપીપળા ચોકડી અંકલેશ્વર જી.આઇ.ડી.સી તા.અંકલેશ્વર જી.ભરૂચ (૭) મેહુલભાઇ ભીમાભાઇ ભરવાડ ઉ.વ. ૨૨ રહેવાસી. બુટ ભવાની કોલોની પટેલનગર રાજપીપળા રોડ અંકલેશ્વર તા.અંકલેશ્વર (૮) જગદીશભાઇ શેલાભાઇ ભરવાડ ઉ.વ. ૨૪ રહેવાસી. રચનાનગર સદાનંદ હોટલની પાછળ રાજપીપળા ચોકડી અંકલેશ્વર જી.આઇ. ડી. સી તા.અંકલેશ્વર જી.ભરૂચ (૯) બચુભાઇ ઉર્ફે મુકેશ કાનજીભાઇ ભરવાડ ઉ.વ. ૨૪ રહેવાસી. પ્લોટ નં-૪પ ભરવાડ વાસ મીરાનગર સારંગપુર તા.અંકલેશ્વર (૧૦) મોન્ટુ સિધ્ધેશ્વર પાસવાન ઉવ. ૩૬ હાલ રહે- ૩૦૧ સુભમ રેસીડેન્સી મીઠા ફેક્ટરી પાછળ ગડખોલ તા-અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે- મણીયાવા તા-કાકો જી.જહાનાબાદ (બિહાર)ને પકડી ગુનામાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

પેટ કરાવે વેઠ : ઢાઢર નદીમાં પથરાયેલી વેલ ઉપર ચઢીને લાકડાં વીણતાં મજૂરો!

આમોદ-જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં જીવના જોખમે પોતાના પેટનો ખાડો પુરવા માટે ૧૦૦ ફૂટ ઊંડી અને અસંખ્ય મગરોનું આશ્રયસ્થાન ધરાવતી નદીમાં પથરાયેલી જંગલી વેલ ઉપર ચઢીને લાકડાં વીણતાં મજૂરોને જોઈને નદી ઉપરથી પસાર થતાં લોકો તેમને વિસ્મયભરી અને આશ્ચર્યચકિત નજરે જોતા જ રહી જાય છે.

આ કોઈ ફિલ્મી સીન નથી.પણ દેખીતી નજરે જોઈને લોકોને આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે.જે મજૂરો પોતાના પેટ માટે ૧૦૦ ફૂટ ઊંડી નદીમાં ઉતરીને લાકડાં વીણી મજૂરી મેળવે છે.ભારે વરસાદના કારણે ઢાઢર નદીમાં તણાઇને આવેલા લાકડા વીણી પોતાનું જીવન ગુજરાન ચલાવવા મજબુર બન્યાં છે.

એક તરફ સતત વરસાદને કારણે કોઈ મજૂરી કામ ન મળતાં મજૂરો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઢાઢર નદીમાં ઉતરીને લાકડાં વીણવા જાણે મજબૂર બન્યા હોય તેમ લાગી રહ્યું છે.ઢાઢર નદીમાં અસંખ્ય મગરો હોવા છતાં મજૂરો જીવના જોખમે લાકડાં વીણી મજૂરી મેળવતા હોય છે.

એક તરફ તંત્ર દ્વારા ઢાઢર નદીમાં અસંખ્ય મગરો હોવાથી નદી ઉપર સાવચેતી સૂચક બોર્ડ મારવામાં આવ્યું છે.અને લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.પરંતુ લાકડાં વીણતાં મજૂરો તંત્રની અપીલને પણ ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે.જે બાબતે આમોદ પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચમાં દેશી પિસ્તલ તથા જીવતા કારતુસ અને ઘાતક હથિયાર સાથે બે ઝડપાયા

પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબુદ કરવા તેમજ ATS ચાર્ટર મુજબની કામગીરી અન્વયે પો.ઇન્સ. વી.બી.કોઠીયાએ ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી. ટીમના પોલીસ અધિકારી પોલીસ માણસો સાથે ભરૂચ શહેર વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન પોલીસ ટીમને બાતમી મળી હતી કે જંબુસરથી ભરૂચ તરફ એક સ્વીફ્ટ ડીઝાયર ગાડી નં. જીજે.૧૬-બી.જી-૧૬૦૮ જેમાં પાછળ લાલ અક્ષરે ટાઇઝર ૩૧૩ લખેલું છે તે ગાડીમાં હથીયારો છે. જે બાતમી આધારે એસ.ઓ.જી. ટીમે વોચ ગોઠવી બાતમી વાળી ગાડી આવતા તેનું ચેકીંગ કરતા ભરૂચની હુસેનીયા સોસાયટી રેલ્વે ફાટક પાસે એક ગાડીમાંથી ઇમરાન શૌકતભાઇ ખીલજી, ઉ.વ.૩૫, રહે.સી/૧ વસીલા સોસાયટી, કાળી તલાવડી, માટલી વાલા સ્કુલની પાછળ, ભરૂચ. અને સઇદ ઉર્ફે ભુરો મુસ્તાક પટેલ, ઉ.વ.૨૬, રહે.સી/૫૬ ઝીનત બંગલોઝ, બાયપાસ રોડ, ભરૂચના લાયસન્સ પરવાના વગરની દેશી હાથ બનાવટની પિસ્તલ નંગ-૦૧ કિં.રૂ. ૧૦,૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ-૦૨ કિં.રૂ. ૨૦૦/- વિગેરે મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસે આ બે ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી છે.

ભરૂચના પાનમ પ્લાઝા પાસે પાલિકાએ રસ્તો ખોદી નાંખતા પાર્કિગ ખોરવાતા હોબાળો

ભરૂચના પાંચબત્તિ નજીક આવેલા પાનમ પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે માર્ગની સાઈડમાં પાર્ક કરેલાં વાહનોની પોલીસે હવા કાઢવા સાથે વાલ્વ ફેકી દીધાં હતા. જેથી વેપારીઓએ એ- ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હલ્લાબોલ કર્યું હતું. પાનમ પ્લાઝાના 100થી વધારે વેપારીઓએ પોલીસ કાર્યવાહીના વિરોધમાં મંગળવારે સવારે 11 વાગ્યે તમામ વાહનો પાલિકા કચેરીના પટાંગણમાં પાર્ક કરવાની જાહેરાત કરી હતી.

જે પૂર્વે સફાળી જાગેલી નગરપાલિકાના પ્રમુખ સહિત સીટી એન્જિનિયર અને કર્મચારીઓનો કાફલો ખુદ પાનમ પ્લાઝા પહોંચી ગયો હતો અને વેપારીઓની સમસ્યાની જાત મુલાકાત લઇ તેઓને બે દિવસમાં યોગ્ય નિરાકરણ લાવી આપવાની ખાતરી પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. માર્ગ પર આડેધડ પાર્ક કરી દેવામાં આવતાં વાહનોને ટો કરી તેમના માલિકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. સોમવારના રોજ એ ડીવીઝન પોલીસે ટ્રાફિક ડ્રાઇવના ભાગરૂપે પાનમ પ્લાઝા પાસે પાર્ક કરેલા વાહનોની હવા કાઢી વાલ્વ પણ ફેકી દીધાં હતાં. જેથી વાહનોને નુકસાન પહોચાડ્યું હોવાના આક્ષેપો વેપારીઓએ કર્યા હતા. આ અંગે રેલી સ્વરૂપે તમામ વેપારીઓ એ-ડીવીઝન પોલીસ મથક ખાતે પહોચી ઉગ્ર રજૂઆત કરી હતી. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

આમોદ પાલિકાની સામાન્ય સભા મુલતવી રહેતાં વિપક્ષે આપી તાળાબંધી કરવાની ચીમકી

આમોદ નગરપાલિકાની આજ રોજ પ્રમુખે બોલાવેલી સામાન્ય સભા અનિવાર્ય સંજોગોને કારણે મુલતવી રાખી હોવાની આમોદ પાલિકાના નોટીસ બોર્ડ ઉપર સૂચના મારી દીધી હતી. જોકે તે બાબતે તેમણે કોઈને પણ જાણ કર્યા વગર જ સામાન્ય સભા મુલતવી રાખતા પાલિકાના વિપક્ષી સદસ્યો આમોદ પાલિકામાં આવીને પરત જતાં રહ્યાં હતાં.

જેથી આમોદ પાલિકાના ભાજપના શાસકોથી વિપક્ષ ખફા બન્યો હતો અને આવનાર સમયમાં પાલિકા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.આ બાબતે આમોદ પાલિકાના વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આમોદ પાલિકાના ભાજપના શાસનમાં લાઈટ,પાણી, ગટર વિગેરના પ્રશ્નો છે ત્યારે આમોદ પાલિકા દ્વારા નિયમિત રીતે સામાન્ય સભા પણ બોલાવવામાં આવતી નથી.જેથી વિકાસના કામો થતાં નથી ઠરાવની અમલવારી થતી નથી, એસ્ટીમેન્ટ બનતા નથી.જેથી આવનાર સમયમાં પાલિકાને વિપક્ષ દ્વારા તાળાબંધી કરવામાં આવશે જેની નગરજનોને પણ જાણ કરવામાં આવશે

આ બાબતે આમોદ પાલિકા પ્રમુખ મહેશ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે સભા અનિવાર્ય સંજોગોને કારણે મુલતવી રાખી હોવાનું જણાવ્યું હતું.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

અંક્લેશ્વરના નવા દીવા ગામેથી જુગારધામ ઝડપાયું

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તરફથી જિલ્લામા દારૂ/જુગાર ની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને દારૂ-જુગાર ની પ્રવૃત્તિ અટકાવવા સારૂ સ્પેશયલ ડ્રાઇવ રાખવામા આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ.

દરમ્યાન તા-૧૮/૦૭/૨૦૨૨ નારોજ ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.મંડોરા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પટ્રોલીંગમા હતી ત્યારે બાતમી મળેલ કે,અંક્લેશ્વર તાલુકાના નવાદીવા ગામે શામજી ફળીયા ખાતે ગેરકાયદેસર રીતે આંક ફરકના આંકડાનો સટ્ટા બેટીંગનો જુગાર ચાલે છે જે હકીકત આધારે એલ.સી.બી ટીમે અંક્લેશ્વર તાલુકાના નવાદીવા ગામે શામજી ફળીયા ખાતે ચાલતા જુગારધામ ઉપર રેડ કરી હતી.

જેમાં આંક ફરકના આંકડાનો સટ્ટા બેટીંગનો જુગાર ચલાવનાર મહીલાઓ તથા અન્ય જુગારીઓ સહીત કુલ-૦૪ જુગારીઓ શબાનાબેન સુલતાન મકબુલ શેખ રહેવાસી- નવા બોરભાઠા સ્કુલ ફળીયુ તા-અંક્લેશ્વર, હસુબેન મનિષ ઉર્ફે કાનો નટવરભાઇ વસાવા રહેવાસી- નવાદીવા શામજી ફળીયુ તા-અંક્લેશ્વર જી-ભરૂચ,વિજયભાઇ નાથુભાઇ વસાવા રહે- નવી નગરી અંક્લેશ્વર જી.ભરૂચ,સંજયભાઇ રામુભાઇ વસાવા રહે-નવાદીવા શામજી ફળીયુ તા-અંક્લેશ્વરને સટ્ટા બેટીંગના આંક ફરકાના આંકડાના જુગાર અંગેના સાહીત્ય તથા સાધનો તેમજ જુગારના રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા જયારે જુગારધામનો મુખ્ય સંચાલક મનિષ ઉર્ફે કાનો નટવરભાઇ વસાવા રહે-નવાદીવા શામજી ફળીયુ તા-અંક્લેશ્વર જી-ભરૂચને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂધ્ધમા અંક્લેશ્વર શહેર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાયો છે.

ભરૂચ પાલિકાની પ્રિમોન્સુન કામગીરી નિષ્ફળ ગયાના આક્ષેપ સાથે કોંગ્રેસે કરી આક્રામક રજૂઆત

તાજેતરમાં જ વરસાદી માહોલ બાદ જાણે કે ભરૂચ શહેરના મુખ્ય માર્ગોથી લઇ અંતરિયાળ માર્ગોની હાલત પણ દયનિય બની છે. વરસાદી માહોલ શાંત પડ્યાને ૨૪ કલાક જ થયાને ગંદકીની ભરમાર પણ ઠેરઠેર જોવા મળી હતી, ભરૂચ શહેરના હાજીખાના બજાર, ડુમવાડ, સેવાશ્રમ રોડ, ફુરજા વિસ્તાર, ધોળીકુઈ વિસ્તાર, ચકલા વિસ્તાર, કસક તેમજ મકતમપુર અને બાયપાસ વિસ્તારની સોસાયટી સહિત મોહલ્લાઓમાં સ્થિતિ બદતર બની હોવાના આક્ષેપો શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.

 

ભરૂચ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ પ્રિમોન્સુન કામગીરી હાથધરી હતી પરંતુ તે કામગીરી જાહેર માર્ગો ઉપર વરસાદી માહોલ બાદ સર્જાયેલ સ્થિતિમાં ભરાયેલા પાણીમાં વહી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આજે ભરૂચ નગરપાલિકા ખાતે કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો સ્થાનિકોએ નગરપાલિકા ખાતે ધસી જઈ પોતાના વિસ્તારોમાં સર્જાયેલ સમસ્યાઓ અંગેની રજુઆત કરી તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. નગરપાલિકા ખાતે કોંગ્રેસના સભ્યોએ ભારે સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે હલ્લાબોલ કરતા એક સમયે પાલિકાને ગજવી મૂકી હતી.

કુદરતી સ્ત્રોતને પ્રદુષિત થતા અટકાવવા માટે ભરૂચ સત ચેતના સંગઠન દ્વારા અપાયું આવેદન

ભરૂચ જિલ્લામાં દશામાં, તાજીયા તથા ગણેશ ઉત્સવ દરમિયાન કુદરતી સ્ત્રોતને પ્રદુષિત થતા અટકાવવા માટે સત ચેતના સંગઠન દ્વારા ભરૂચ કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

સરકાર દ્વારા ગણેશજીની પ્રતિમાઓની ઊંચાઈનો પ્રતિબંધ હટાવી દેવાયો છે પરંતુ ગણેશજીની પ્રતિમાઓની બનાવટમાં માટી કે પીઓપીથી બનાવવા માટે કોઈ નિયમ બનાવવામાં આવ્યા નથી. મોટેભાગે ઊંચાઈ ધરાવતી મોટાભાગની પ્રતિમા પીઓપીમાંથી જ બનાવવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન હજારોની સંખ્યામાં દેવી-દેવતાઓની પીઓપીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે અને મોટાભાગની પ્રતિમાનું વિસર્જન નર્મદા નદીમાં કરવામાં આવતું હોય છે.

સત ચેતના સંગઠનના ધવલ કનોજીયા દ્વારા જણાવાયું કે નદીમાં કરવામાં આવતા મૂર્તિ વિસર્જન ને કારણે પ્રતિમાઓના પીઓપી તથા ઝેરી રંગ રસાયણથી નદી પ્રદૂષિત થાય છે અને જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભરૂચ પ્રશાસન દ્વારા ગણેશજીની પ્રતિમાનું વિસર્જન માટે કૃત્રિમ જળ કુંડ બનાવવામાં આવતા હતા. પરંતુ ગણેશજીનું વિસર્જન બીજા દિવસથી ઘણા લોકો કરતા હોય છે. જેથી કૃત્રિમ તળાવ પ્રથમ દિવસથી જ વહેલી તકે બનાવવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

error: Content is protected !!