The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 26

આમોદ પુરસા રોડ ઉપર ફરી પાણી ફરી વળતા આમોદ સાથે સંપર્ક તૂટ્યો

ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઢાઢર નદીમાં નવા નીર આવતા જ આમોદ પુરસા રોડ ઉપર કમર સમા પાણી ભરાવા સાથે પુરસા કાકડીયા અને ખોડીયાર નગરના ગ્રામજનોનો આમોદ સાથે સંપર્ક તુટી જવા પામ્યો છે.

વરસાદ ની ઋતુમાં દર વર્ષે દરિયાઈ ખાડી પુરાઈ જવાના પગલે વરસાદી પાણીનો નિકાલ ન થતા ગામમાં પાણી ઘુસવાની સમસ્યા નો આ ત્રણ ગામ સામનો કરતું આવ્યું છે. ગામોમાં પાણી ફરી વળવાના કારણે ગ્રામજનોનીઆવના જાવન સહિત એકા ગામા થી બીજા ગામના સંપર્ક માં પણ મુસ્કેલીઓ સર્જાઇ રહી છે. વળી ચારેકોર પાણી જ પાણી થઈ જતા ના તો ટ્રેકટર સિવાય કોઇ વાહન નીકળી નથી શકતું જેના પગલે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. પૂરસા રોડ ઉપર આવેલી આઇ.ટી.આઇ શિત સર્વત્ર જગ્યા પાણી પાણી થઈ જતા જના જીવન અસ્ત વ્યસ્ત થઈ જવા પામ્યું છે. વર્ષો જૂની આસમસ્યા નો હાલ ક્યારે આવશે એ વાતને લઈને ગ્રામજનોમા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

જોકે થોડા દિવસ પેહલા જ આ વિસ્તારમા પાણી ફરી વરતા ધારાસભ્યએ મછાસરા ગામે આવેલ ઝીંગા તળાવની મુલાકાત લીધી હતી.પણ જો જીંગા તળાવોના માલિકોએ જ આ દરિયાઇ ખાડી ઉપર ગેરકાયદેસર દબાણ કરેલ હશે તો ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક લોક ચર્ચા ઉઠવા પામી છે.હાલમાં તો પાણીના પગલે પુરસા કાકડીયા અને ખોડીયાર નગરના ગ્રામજનોનો આમોદ સાથે સંપર્ક તુટી જવા પામ્યો છે.

જયપુરથી મુંબઈ જતી ટ્રેનમાં થયું અંધાધૂંધ ફાયરિંગ: ASI ઉપરાંત 3 નાગરિકોના મોત

મુંબઈ-જયુપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ 12956માં ફાયરિંગની ઘટના બની છે. જયપુર એક્સપ્રેસ ટ્રેન (12956)ની B-5 બોગીમાં આજે વહેલી સવારે ફાયરિંગની ઘટના બની હતી. ટ્રેન જયપુરથી મુંબઈ જઈ રહી હતી. જ્યા એક RPF કોન્સ્ટેબલે 4 લોકો પર ફાયરિંગ કર્યુ હતુ અને ફાયરિંગ કર્યા બાદ તેણે ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. જોકે, તેને મીરા રોડ બોરીવલી વચ્ચે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

સોમવારે જયપુરથી મુંબઈ જતી ટ્રેનમાં અંધાધૂંધ ફાયરિંગ થયુ હતુ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં આરપીએફના એએસઆઈ સહિત ચાર લોકોના મોત થયા હતા. ટ્રેન પાલઘર સ્ટેશનથી થોડા અંતરે શરૂ થઈ હતી. સવારે 5.23 કલાકે વાપીથી બોરીવલીમીરા રોડ સ્ટેશન વચ્ચે આરપીએફ કોન્સ્ટેબલે અચાનક ટ્રેનમાં ગોળીબાર કર્યો હતો.

પશ્ચિમ રેલ્વેના જણાવ્યા અનુસાર, પાલઘર સ્ટેશન પાર કર્યા બાદ એક આરપીએફ કોન્સ્ટેબલે જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દેનાર 4 લોકોમાં એક RPFના ASI છે તે સાથે અન્ય ત્રણ મુસાફરો આ ઘટનાનો ભોગ બન્યા છે જે બાદ કોન્સ્ટેબલ દહિસર સ્ટેશન પાસે ટ્રેનમાંથી કૂદી પડ્યો. જે બાદ આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે.કોન્સ્ટેબલ ચેતન રામે ટ્રેનમાં ASI ટીકારામને ગોળી માર્યા બાદ કેટલાક મુસાફરોને ગન પોઈન્ટ પર રાખ્યા હતા અને આ પછી 3 મુસાફરોને પણ ગોળી મારી દેવામાં આવી હતી.

પોલીસના નિવેદન મુજબ, સવારે 5.23 કલાકે ટ્રેન નંબર 12956 જયપુર એસમાં માહિતી મળી કે B5માં બુલેટ છે. જાણવા મળ્યું હતું કે એસ્કોર્ટ ડ્યુટીમાં સીટી ચેતને એસ્કોર્ટ ઈન્ચાર્જ એએસઆઈ ટીકા રામ પર ગોળીબાર કર્યો હતો. માહિતી મુજબ, ASI ઉપરાંત 3 નાગરિકોના મૃત્યુ પણ નોંધાયા છે. બોરીવલી રેલ્વે સ્ટેશનથી, ચાર મૃતદેહો (ASI અને ત્રણ મુસાફરો)ને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. હાલ તમામ મૃતદેહો બોરીવલી રેલવે સ્ટેશન પર રાખવામાં આવ્યા છે.

ભુખી ખાડીમાં પાણી વધતા સિતપોણ-સેગવા ગામે પાણી ભરાયા,150 લોકોનું સ્થળાંતર

ભરૂચ તાલુકામાંથી પસાર થતી ભુખી ખાડીમાં ઉપરવાસમાંથી પાણીનો આવક વધતાં સેગવા, સિતપોણ, કરગટ, કહાન, વરેડિયા,પરિએજ સહિતના ગામોમાં ખાડીના પાણી ફરી વળ્યાં છે. સેગવા તેમજ સિતપોણ ગામમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતાં 150 જેટલાં લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. અસરગ્રસ્તોને ગામની પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યાં છે.

ભરૂચ ટીડીઓ હાર્દિક રાઠોડના જણાવ્યાનુસાર લોકજાગૃતિથી કોઇ પણ જાનહાનિ નથી થવા પામી.તેમણે વધુમાં જણાવ્યું કે ભુખીખાડીમાં પાણીનો આવરો વધ્યો છે. તમામ ટીમોને એલર્ટ કરી લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું છે. જોકે, લોકજાગૃતિના કારણે કોઇ પણ જાનહાનિની ઘટના બની નથી.

અવિરત 18 વર્ષ થી કાવડિયાઓ અંકલેશ્વર ના મહેમાન

પવિત્ર શ્રાવણ માસ માં હવે પ્રતિ સોમવાર જલાભિષેક કરવા માટે ભોળા ના ભક્તો પ્રતિ વર્ષ કાવડ લઇ કાવડ યાત્રા કરી રહ્યા છે. ત્યારે સુરત ના ડુંગરાગામ થી છેલ્લા 18 વર્ષ થી 100 થી વધુ કવાડીયા નો સંઘ અચૂક નર્મદા મૈયા ના નીર લેવા આવતા હોય છે 100 કિલોમીટર ઉપરાંત પગપાળા સંઘ લઇ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ ની બાજુમાં આવેલ નર્મદા નદી કિનારે આવી રહ્યા હતા.

મા નર્મદા નું પવિત્ર જળ લઈ મોટી સંખ્યામાં કાવડ યાત્રિકો કામરેજ ખાતે સોમવાર ના રોજ ભીમનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરશે. ત્યારે છેલ્લા અવિરત 18 વર્ષ થી શ્રાવણ માસ નિમિતે કાવડિયાઓ અંકલેશ્વર ના મહેમાન બનતા હોય છે. ચાલુ વર્ષે શ્રાવણ અધિક માસ હોય જેને લઇ પ્રતિ શનિ અને રવિવાર ના રોજ સુરત તેમજ તેના આજુબાજુ ના વિસ્તાર ના કાવડિયાઓ માં નર્મદા ના જળ લેવા માટે ઉમટી રહ્યા છે.

ભરૂચના સેગવા ગામે ખાડીના પાણીમાં ફસાયેલ ૪ સગર્ભાઓ સહીત ૨૦થી ૨૫ લોકોનું કરાયું રેસ્ક્યુ

ભરૂચ તાલુકાના સેગવા ગામમાં વરસાદી પાણી ખાડીમાં ફરી વળતા ચાર ગર્ભવતી મહિલાઓ સહીત ૨૦થી ૨૫ લોકો ફસાઈ જતા ભરૂચ નગર પાલિકાના ફાયર ફાયટરોએ દિલ ધડક ઓપરેશન પાર પાડી તમામને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડયા હતા.

ભરૂચ જીલ્લા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે કેટલાક તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ભારે વરસાદ વચ્ચે ભરૂચ તાલુકાના સેગવા ગામમાં વરસાદી પાણી ખાડીમાં ફરી વળ્યા હતા જેને કારણે ગામમાં વરસાદી પાણી આવી જતા સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હતું.વરસાદી પાણી ગામમાં ભરાતા કેટલાક લોકો પાણીમાં ફસાઈ ગયા હોવાની જાણ ભરૂચ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તેઓની ટીમ સાથે બોટ અને લાઈફ જેકેટ સહીતના સાધનો લઇ સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચાર ગર્ભવતી મહિલાઓ,બાળકો,વૃધ્ધો મળી ૨૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.ફાયરના જવાનોની કામગીરીને પગલે લોકોએ તેઓનો આભાર માન્યો હતો.

નેત્રંગનો હેડ કોન્સ્ટેબલ ૮ હજારની લાંચ લેતાં ઝડપાયો

નેત્રંગ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 8 હજારની લાંચ લેતાં ઝડપાયો હતો. મૂળ ઓડીસાના અને નેત્રંગમાં ગણેશ માર્કેટીંગ નામની દુકાન ધરાવતાં રાજેશ અને મનોજ દાસ પાસે અમદાવાદના વિરલ ઠક્કર નામના શખ્સે ૧૦નંગ એસી ખરીદ્યા હતાં પણ તેમણે રૂપિયા ન ચુકવતાં તેમની સામે કેસ થયો હતો.

આ દરમિયાન નેત્રંગ પોલીસે રાજેશને પ્રોહિબિશનના કેસમાં ઝડપી પાડતાં અમદાવાદની નરોડા પોલીસ તેને લઇ ગઇ હતી. તો બીજી તરફ નેત્રંગના હેકો વિજયસિંહે તેના ભાઇ મનોજને તારા વિરૂદ્ધ પણ રૂપિયા ૫૬ હજારની ફરિયાદ થઇ છે. ત્યારે ત્યાંના રૂપિયા ૫૬ હજાર અને પટાવટના ૪૪ હજાર મળી કુલ એક લાખની માંગણી કરતાં તેણે રૂપિયા ૯૨ હજાર આપ્યાં હતાં. જેમાંથી બાકી રહેલાં ૮ હજારની લાંચ લેતાં તે વડોદરા એસીબીની ટીમના છટકામાં ઝડપાઇ ગયો હતો.

વાગરાના પખાજણ ગામે GPCB દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને મલ્ટી પ્રોડક્ટની લોક સુનાવણી યોજાઈ

વાગરા તાલુકા ના પખાજણ ગામે GPCB દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને મલ્ટી પ્રોડક્ટની લોક સુનાવણી યોજાઈ હતી.જેમાં અસરગ્રસ્ત ખેડૂતો એ ભવિષ્યમાં ઉભા થનાર પ્રાણ પ્રશ્નોની અસરકારક રજુઆત કરી હતી.વહીવટી તંત્ર એ કેટલાક પ્રશ્નો ના જવાબ નીતિ વિષયક હોવાનું કહી ઉત્તર આપવાનું ટાળ્યુ હતુ.પોતાના સવાલો ના સંતોષકારક ઉત્તર ન મળતા ખેડૂતો માં ભારે રોષ જોવા મળ્યો હતો.

વાગરા પંથક માં દહેજ,સાયખાં,વિલાયત ઇન્ડસ્ટ્રીઝ ઝોન તરીકે વિખ્યાત થયુ છે.ત્યાં જ હવે પખાજણ,અંભેલ તેમજ લીમડીમાં પણ નવા સેઝ ની સ્થાપના થવા જઈ રહી છે.જેના ભાગરૂપે પખાજણ ગામે GPCB દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને મલ્ટી પ્રોડક્ટની લોક સુનાવણી યોજાઈ હતી.

જેમાં આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ના લોકો ઉત્સાહભેર ભાગ લીધો હતો.લોક સુનાવણી નિવાસી અધિક કલેકટર એન.આર. ધાંધલ ની અધ્યક્ષતા માં યોજાઈ હતી.જેનુ સંચાલન જી.પી.સી.બી ના પ્રાદેશિક અધિકારી માર્ગી બેન પટેલે કર્યું હતુ.લોક સુનાવણી માં હાજરજનો એ તેમને અસર કરતા પ્રાણ પ્રશ્નોની અસરકારક રજુઆત કરી હતી.જેમાના મોટાભાગના પ્રાણ પ્રશ્નો ના વહીવટી તંત્ર એ નીતિ વિષયક હોવાનું જણાવી જવાબ આપવાનું ટાળ્યુ હતુ. એક તબક્કે કિસાન સંઘ ગુજરાત ના હોદ્દેદાર અને દહેજ ના વતની ને બોલવા નહિ દેવાતા મામલો ગરમાયો હતો.જો કે તેમની ખેડૂતોને નડતી સમસ્યાઓ ના નિરાકરણ અર્થે લેખિતમાં આપેલ સૂચનો સ્વીકારવામાં આવ્યા હતા.

લોક સુનાવણી માં લેન્ડલુઝર્સ નો પ્રશ્ન પુનઃ જાગ્યો હતો.જેમાં ઉપસ્થિત વિભાગના લોકો સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા.આ તબક્કે પ્રદુષણ,પર્યાવરણ ની જાળવણી,CSR અને CER ફંડ,ઔધીયોગિક અકસ્માત ને લઈ સ્થળાંતર નો મુદ્દો,અદ્યતન હોસ્પિટલ બનાવવા ની વાત તેમજ સ્કૂલ બનાવવા, ઉદ્યોગિક તાલીમ સંસ્થા બનાવવા ઉપરાંત પ્રદુષણ ને લઈ ખેડૂતો ને થતા નુકશાની નો મુદ્દો ઉઠાવવા માં આવ્યો હતો.વધુ માં ઇન્ડસ્ટ્રીઝ આવવા સાથે ચોમાસા ના પાણી ના નિકાલ જેવા અનેક મુંઝવતા પ્રશ્નો જાગૃત લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા.સેઝ ની લોક સુનાવણી માં GPCB પ્રાદેશિ અધિકારી,GIDC અને સેઝના અધિકારીઓ તેમજ અન્ય વહીવટી વિભાગ ના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ-ઝફર ગડીમલ,ન્યુઝલાઇન,વાગરા

દહેજ બાયપાસ રોડ પાસે ચપ્પુની અણીએ થયેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલાયો

ગઇ કાલ તા.૨૫/ ૦૭/ ૨૦૨૩ ના રોજ નર્મદા ચોકડી ભરૂચ ખાતેથી કંપની કર્મચારીની પ્રાઇવેટ બસમાં બેશી જોલવા જવા માટે બેસેલ. તે વખતે જ એક્ટીવા ચાલક અજાણ્યા ઇસમે બસના ડ્રાઇવર સાથે પેસેન્જર કેમ બેસાડ્યા ? તેમ કહી બોલચાલી કરી બસનો પીછો કરેલ, કંપનીની બસ દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ કાવેરી રીલાયન્સ કોલોની પાસે ઉભી રહેતા, અજાણ્યા એક્ટીવા ચાલકે બસમાંથી પેસેન્જરો ઉતારી, તેઓની સાથે રકઝક કરી, પેસેન્જરોને ચપ્પુ બતાવી, મારી નાંખવાની ધમકી આપી, ચપ્પુની અણીએ રૂપિયા ૧૫,૦૦૦/- ની લુંટ કરી ભાગી જતા આ અંગે અજાણ્યા એક્ટીવા ચાલક વિરૂધ્ધ ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો.

દરમ્યાન એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એમ.વાળાની ટીમને મોડી રાત્રે બાતમી હકિકત મળેલ કે દહેજ બાયપાસ રોડ રીલાયન્સ કોલોની પાસે રોડ ચપ્પુની અણીએ થયેલ લુંટમાં ભરૂચ શહેર વસંત મીલની ચાલમાં રહેતો અને અગાઉ લુંટના ગુનાઓમાં પકડાયેલ શૈલેષ ઉર્ફે ઇલ્લુ વસાવા સંડોવાયેલ છે અને તે હાલ કરજણ તાલુકાના દીવી ગામે છે. જે મુજબની માહીતી આધારે તાત્કાલિક એલ.સી.બી.ની એક ટીમને દીવી ગામે મોકલી લુંટના શકમંદ શૈલેષ ઉર્ફે ઇલ્લુ અરવિંદભાઇ વસાવા રહે,વસંત મીલની ચાલ ભારતી ટોકીઝ,પેટ્રોલપંપ,ભરૂચ ને ભરૂચ એલ.સી.બી.ખાતે લઇ આવી તેની ઉંડાણપુર્વકની પુછપરછ હાથ ધરતા આરોપીએ કેફીયત આપેલ કે દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ રીલાયન્સ કોલોની પાસે રોડ ઉપર પેસેન્જર પાસેથી ચપ્પુ બતાવી રૂપિયા ૧૫,૦૦૦/- ની લુંટ કરી એક્ટીવા લઇ ભાગી ગયેલ આ ઉપરાંત બે દિવસ અગાઉ પોતે ને.હા. ઉપર જતો તે વખતે પણ વડદલા ગામથી થોડે આગળ એક ટ્રક ચાલક રોડની સાઇડમાં ગાડી ઉભી રાખી કેબીનમાં સુઇ ગયેલ હોય તેનો મોબાઇલ ચોરી કરેલ હતો.

પોલીસે આરોપી પાસેથી ગુનામાં ઉપયોગ કરેલ એક્ટીવા તથા મોબાઇલ નંગ-૦૨ મળી કુલ મુદ્દામાલ કિમત રૂપિયા ૩૫,૫૦૦/ – નો કબ્જે કરી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.પકડાયેલ આરોપીએ બે દિવસ અગાઉ ને.હા.ઉપર વડદલાથી આગળ ટ્રક ચાલક ટ્રક ઉભી રાખી સુતો હતો દરમ્યાન એક મોબાઇલની ઉઠાંતરી કરેલાની કબુલાત કરેલ છે.પકડાયેલ આરોપી શૈલેષ ઉર્ફે ઇલ્લુ વસાવા લુંટ કરવાની ટેવવાળો છે. તેના વિરૂધ્ધ ઉપરોક્ત જણાવ્યા મુજબના લુંટના ગુનાઓ પણ રજીસ્ટર થયેલ છે. તે મુખ્યત્વે હીંદી ભાષી & પરપ્રાંતિયો પેસેન્જરને ટાર્ગેટ કરે છે અને તેઓને ધાક ધમકી આપી રોકડ રૂપિયાની નાની-મોટી લુંટ કરી પોતાના મોપેડ મારફતે ભાગી જવાની મોડસ ઓપરેંડી ધરાવે છે.

જંબુસર ના દોડવીરને ઇન્ટર નેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા સર્ટિફિકેટ એનાયત

જંબુસર ના દોડવીર ને ઇન્ટર નેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

નેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા, બરોડા ડિસ્ટ્રીકટ એમેચોયર એથ્લેટીક અસોસીયેશન તથા ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન, ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશન, ગુજરાત સ્ટેટ એથલેટિક એસોસિયેશન ના સાથ અને સહકાર થી તા. ૨૫ જૂન ૨૦૨૩ ના રોજ વડોદરા મુકામે “ઓલિમ્પિક ડે” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો.

આ “ઓલિમ્પિક ડે” માં જંબુસર ના જાણીતા ૬૫ વર્ષ ના દોડવીર હસમુખ જંબુસરિયા એ પણ ભાગ લીધો હતો અને તેઓને “ઓલિમ્પિક ડે” માં ભાગ લેવા બદલ ઇન્ટર નેશનલ ઓલિમ્પિક કમિટી તરફથી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

આપણું જીવન માત્ર દેહના માટે જ નહિ પણ દેવત્વ પ્રગટાવવા માટે છે… જૈનાચાર્ય રાજયશસુરિશ્વરજી

આજના જમાનામાં તમે જાણો છો કે ધંધા વ્યાપાર કે સારી પોસ્ટ માટે માત્ર સારી ડિગ્રી જ નહી પણ સારા અનુભવ ની પણ વિશિષ્ટ માંગ રહે છે. અનુભવ નુ ઘણું મોટું મૂલ્ય છે.

જૈનાચાર્ય રાજયશસુરિ મહારાજે ઉકતાશય ના ઉદ્દગાર વિશાળ સભાને ઉદબોધન કરતા જણાવેલ કે માનવભવની દુર્લભતા અને આત્માની વાત સમજનાર સંસારી જીવની વિવશતા છે કે એનું ઘણુંખરું જીવન શરીરને કેન્દ્રિત થઈને જ ચાલતું હોય છે. શરીરને આહાર પાણી આપવા આવશ્યક તો છે જ પરંતુ એ આપવા માત્રથી શરીરની આવશ્યકતા પૂરી થઈ જતી નથી. ક્યારેક તો એવું લાગે છે કે શરીરને માટે સામગ્રી એકત્રિત કરવામાં જ જીવન પૂર્ણ થઈ જાય છે.

કોઈ શાયરે કહ્યું છે તેમ ” સામાન સો બરસ કા, પલ કી ખબર નહીં ” એક શેઠે એક આલીશાન બંગલો બનાવ્યો અને આલીશાન ફર્નિચર માટે સ્પેશિયલ ઊંચી ક્વોલિટીનુ લાકડું મંગાવ્યું. કારીગરોને કહે કે મોંઘુ એવું આ લાકડું સો વરસ ચાલે તેમ છે. કામ સારું કરજો. શેઠે કારીગરોને આ એક ની એક વાત બે ત્રણ વાર કહી એટલે કારીગરે ગુસ્સાથી કહ્યું…. શેઠ તમને પંચોતેર વર્ષ તો થઈ ગયા છે. શું તમે બસો વર્ષ જીવવાના છો?.

આયુષ્યને જૈન ધર્મની ફિલોસોફી પ્રમાણે પ્રાણ માનવામાં આવે છે. માનવને દશ પ્રાણ હોય છે. પાંચ ઇન્દ્રિય, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય. આયુષ્ય પુરૂ થઈ જાય છે ત્યારે માનવનું મૃત્યુ થઈ જાય છે. લોક વ્યવહારમાં પણ આપણે બોલીએ છીએ કે ફલાણી વ્યક્તિના પ્રાણ ચાલ્યા ગયા.આચાર્ય એ જણાવેલ કે માત્ર દેહના માટે જ નહિ પણ દેવત્વ પ્રગટાવવા માટે આપણું જીવન છે. અને આ વાતને જીવનમાં દ્રઢ કરવા માટે જ શાસ્ત્રકારોએ મૂર્તિપૂજા અને મૂર્તિપૂજા ના વિકાસ અને વિસ્તારને મહત્વ આપ્યું છે.

મૂર્તિપૂજા ના માધ્યમથી જ બાળકમાં પ્રભુ પ્રત્યે પૂજ્યભાવ પ્રગટે છે. ધર્મ સંસ્કારો શીખવા મળે છે. બાળકમાં દાન અને ત્યાગના બીજ રોપાય છે.આચાર્ય એ બાળકોના સંસ્કારો  પર ભાર મૂકતાં જણાવેલ કે ગુજરાતમાં એવી સ્કૂલો તૈયાર થઈ ગઈ છે કે જ્યાં વગર પરીક્ષાએ પણ શાસ્ત્રોમાં બતાવેલી કળાઓ શીખવવામાં આવે છે. અમારી પાસે તપોવનના બાળકો આવે છે તો તેઓના સંસ્કાર-વિનય-વંદનવિધિ અને આલાપ-સંલાપ પરથી ખબર પડી જાય કે આ તપોવનનો સંસ્કારિત વિદ્યાર્થી છે.

error: Content is protected !!