અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં એક્ષ-રે 400 મશીન નું લોકાર્પણ કરવામાં આવ્યું.
જેમાં ટ્રસ્ટના ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધી દ્વારા એક્ષ-રે ૪૦૦ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ એક્ષ-રે મશીનની ખાસિયત એ છે કે તે 400 ma ફ્રિકવન્સી ધરાવે છે. ખૂબ જ ઓછા સમયમાં સારી ગુણવત્તા યુક્ત એક્સ-રે પાડી શકાય છે. ટેબલ મુવેબલ મશીન છે. રેડીએશન ઓછું અને ક્વોલિટી સારી તેમજ હાઈફ ફ્રિકવન્સી હોવાથી ચરબી યુક્ત વ્યક્તિનો પણ સારી ગુણવત્તા યુક્ત એક્સ-રે પાડી શકાય છે. ટેબલની કેપેસિટી 200 કિલોગ્રામ સુધીની છે, ટચ સ્ક્રીન LCD તેમજ LES કોલીમોટર તેમજ ઓટો સિલેક્ટ અને મેન્યુઅલ બંને પ્રકારના વિકલ્પો આ મશીનમાં ઉપલબ્ધ છે.
આ પ્રસંગે ટ્રસ્ટ ના ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે અદ્યતન ટેકનોલોજી યુક્ત આ મશીન દ્વારા લોકોનું સચોટ પણે નિદાન થઈ શકે. તેમજ લોક સ્વાસ્થ્ય સુધરે તે માટે હોસ્પિટલ દ્વારા વસાવવામાં આવતી રહેલી અદ્યતન સુવિધાઓ માટે હોસ્પિટલનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ લોક સ્વાસ્થ્ય સુધરે તે માટે હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો.
આ લોકાર્પણ નિમિત્તે ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ પંજવાની, ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાણી, જનરલ મેનેજર ડો. નીનાદ ઝાલા તેમજ હોસ્પિટલના ડે. મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આત્મી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા.