ભરૂચમાં પ્રેમીને શોધતી સગીર પ્રેમિકાને ભેટો કરાવવાના બહાને લઈ જઈ આચરાયેલા દુષ્કર્મમાં બે પરપ્રાંતીય સફાઈ કામદારોને પોલીસે ગણતરીના કલાકોમાં લોકઅપ ભેગા કર્યા છે. ભરૂચમાં તંત્ર અને કામે રાખતા કોન્ટ્રાક્ટરો માટે પણ કડક શીખ લેવા જેવો ગંભીર ગુનાનો કિસ્સો સામે આવ્યો છે.
ભરૂચના તુલસીધામ વિસ્તારમાં એક 15 વર્ષ અને 6 મહિનાની સગીરા શનિવારે સાંજે તેના પ્રેમી અલ્કેશને શોધી રહી હતી. ત્યારે જ તેના પર ખબર નજર રાખી રહેલા મૂળ મધ્યપ્રદેશના જાંબુવાના અનિલ ભુરિયા અને વિજય વસુનિયા તેની પાસે આવ્યા હતા. અમે અલ્કેશને ઓળખીએ છીએ. ચાલ તને તેની પાસે લઈ જઈએ કહી બન્ને તેને મકતમપુર લઈ ગયા હતા.
એક કાચા ઝૂંપડામાં પ્રેમીને શોધતી સગીરાને બન્ને હવસખોર લઈ જઈ એકે તેનું મોઢું દબાવ્યું હતું. જ્યારે બીજાએ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના મોઢા પરથી એક હવસખોરનો હાથ હટતાં જ તેને બુમરાણ મચાવતા ગભરાયેલા બંને આરોપી નાસી છૂટ્યા હતા. સગીરા પણ બહાર આવી જતા સ્થાનિકો ભેગા થઈ ગયા હોય બંનેની ચુંગાલમાંથી છટકી ગઈ હતી.
ઘટનાની બીજી તરફ વાત હતી સગીરાના ગામની જ્યાં તેના પ્રેમી અલ્કેશ વિશે ગામમાં અને પરિવારજનોને જાણ થઈ ગઈ હતી. ચાર દિવસ પેહલા આ ખબર પડી જતા પ્રેમી ગામ છોડી જતો રહ્યો હતો. પ્રેમીને શોધતી શોધતી સગીરા ભરૂચ આવી પોહચી હતી. જ્યાં બંને હાલ શહેરમાં સફાઈ કામ કરતા હવસખોરોના બદઈરાદાનો ભોગ બની હતી.
શનિવારે રાતે જ સગીરાના પિતાએ પુત્રી સાથે દુષ્કર્મની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકે કરાવતા પોલીસ આ ગંભીર અને સંવેદનશીલ ગુનાને લઈ કવિક એક્શનમાં આવી હતી. ગણતરીના કલાકમાં બંને આરોપીને પકડી લેવાયા હતા. જે અંગે ભરૂચ SP ઓફિસે DYSP એસ.કે.પટેલે પત્રકાર પરિષદ યોજી મીડિયાને માહિતી આપી હતી.