The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 25

ગુજરાત રાજ્યના પહેલા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાયલોટ પ્રોજેકટનું વાગરા ધારાસભ્યના હસ્તે કરાયું લોકાર્પણ

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે ગ્રે વોટર પ્લાન્ટનું આજે જિલ્લા સમાહર્તાની હાજરીમાં ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે લોકાર્પણ કરયું હતું. આ પ્રોજેકટ સંપુર્ણપણે કાર્યરત કરાતા ગામના હયાત તળાવમાં તથા નદીમાં ઠલવાતા ગંદા પાણીના નિકાલની અટકાયત કરી ગંદા પાણીનું પ્લાન્ટના ઉપયોગ વડે શુધ્ધીકરણ કરી નર્મદા નદીના કાંઠે વાવેલ વૃક્ષો અને ફૂલ છોડના સિંચન માટે કરવામાં આવી રહેલ છે.

માત્રરૂ.1.97 કરોડમાં ગટરના ગંદા પાણીને શુદ્ધિકરણ કરવાનો પ્રોજેકટ હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સીમાચિહ્નરૂપ બનશે.રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં રોજિંદા વપરાશથી ઉત્પન્ન થતા ગંદા પાણીના નિકાલની સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકારના ગુજરાત પાણી અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કર્યો હતો.ગંદા પાણીના શુદ્ધિકરણ થકી જળ સંરક્ષણ કરવા માટેનો આ મહત્વપૂર્ણ પ્લાન્ટ ભરૂચના શુક્લતીર્થ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરવામાં આવ્યો હતો. જેના થકી આજે ગંદા પાણીને ચોખ્ખું બનાવી બિનઉપયોગી પાણીને ઉપયોગી બનાવવામાં સફળતા મળી છે.

આ પાયલોટ પ્રોજેક્ટ અન્ય જીલ્લાઓ તથા ગ્રામિણ વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ છે. જે ગ્રામિણ સ્તરે રોજિંદા વપરાશ બાદ એકત્રિત થતા ગંદા પાણીના નિકાલ માટે મદદરૂપ સાબિત થશે. વર્ષ 2022 માં શુકલતીર્થ ગામમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે 700 KLD ક્ષમતા ધરાવતા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂ. 1.97 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો જેનું આજે ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારી,કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શુકલતીર્થના ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા.

ઝઘડિયાના સગીરા બળાત્કાર પ્રકરણમાં સગીરાની બહેને પણ આરોપી વિરુધ્ધ ફરિયાદ કરતા ચકચાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની સગીર વયની યુવતીને ઇકો ગાડીમાં શાળાએ મુકવા જતા તેણીના કહેવાતા બનેવીએ રસ્તામાં આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવા બાબતની પોલીસ  ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ આ બળાત્કાર ઘટનામાં હાલ નવો વળાંક જોવા મળ્યો હતો. સગીરાની મોટી બહેને પણ આ સગીરા બળાત્કાર ઘટનાના કથિત આરોપી નેત્રંગ તાલુકાના સતિષ રાજુ વસાવા વિરુધ્ધ તેના પર અવારનવાર બળાત્કાર કરી છ મહિનાની ગર્ભવતી બનાવી હોવા બાબતની પોલીસ ફરિયાદ લખાવી હતી.

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાની સગીરા બળાત્કાર ઘટનાના કથિત આરોપી સતિષ વસાવાએ આજથી લગભગ એકાદ વર્ષ અગાઉ આ સગીરાની મોટી બહેનને તે પરણેલો અને એક સંતાનનો પિતા હોવા છતાં પોતે કુંવારો છે એમ જણાવીને સદર યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો, તેમજ છેલ્લા સાતેક મહિનાથી ઉપરોક્ત ઇસમે  યુવતીના ઘરે રહીને તેના પર અવારનવાર બળાત્કાર ગુજારીને યુવતીને છ માસની ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ હાલમાં થોડા દિવસો પહેલા આ યુવતીની સગીર વયની નાની બહેન પર તેણીને શાળાએ મુકવા જતા રસ્તામાં બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઘટના બાદ  સગીરાની તબિયત બગડતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. દરમિયાન ત્યારબાદ બળાત્કારનો ભોગ બનનાર સગીરાની માતાએ ગત તા.૨૭ મી જુલાઇના રોજ નજીકના પોલીસ મથકે સતિષ વસાવા વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી. આ ઘટના બાદ હાલમાં સગીરાની મોટી બહેને પણ આ ઇસમ વિરુધ્ધ પોલીસ ફરિયાદ લખાવતા ચકચાર મચી જવા પામી હતી.એકજ પરિવારની બે સગી બહેનોને હવસનો શિકાર બનાવતા આ ઘટનાના આરોપીને સગીરાની માતાની ફરિયાદ બાદ થોડા દિવસ અગાઉ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ઝડપી લીધો હતો.

ભરૂચ LCB પોલીસે ૧૨ વર્ષથી ફરાર બુટલેગર ઝડપી પાડ્યો

ભરૂચ જિલ્લામાં નવા નિમાયેલા એસપી મયુર ચાવડાએ વોન્ટેડ, નાસતા ફરતા તથા પેરોલ જમ્પના આરોપીઓ ને ઝડપી પાડવા તમામ અધિકારીઓને આદેશ આપ્યા હતાં. જેના આધારે LCB PSI આર.કે.ટોરાણી અને તેમની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

તે સમયે માહીતી મળી હતી કે, છેલ્લા 12 વર્ષથી વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકમાં પકડાયેલા દારૂના જથ્થામાં આરોપી તરીકે સોનલાલ મોહનલાલ ચૌધરીનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ સમયગાળા દરમિયાન આરોપી તેના ગામ રાજસ્થાન જતો રહ્યો હતો.

આ આરોપી હાલમાં જીતાલી ગામ રમેશ મિસ્ત્રીના ફાર્મ હાઉસ પર આવ્યો છે. જેથી પોલીસે માહિતીના આધારે જીતાલી ખાતે આવેલા રમેશ મિસ્ત્રીના ફાર્મ હાઉસમાં તપાસ કરતાં તે નજીકથી જ પકડાઈ ગયો હતો. પોલીસે તેને અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં સોંપીને વલસાડ જિલ્લાની પારડી પોલીસ મથકમાં જાણ કરી છે.

VHP અને બજરંગ દળ ભરૂચ દ્વારા હરિયાણામાં ધાર્મિક વૃજમંડળ યાત્રા પર હુમલાના વિરોધમાં ધરણાં પ્રદર્શન

વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ ભરૂચ દ્વારા હરિયાણામાં ધાર્મિક વૃજમંડળ યાત્રા પર થયેલા હુમલાના વિરોધમાં ધરણાં પ્રદર્શન યોજાયું

હરિયાણાના મેવાતમાં હિન્દુઓની ધાર્મિક યાત્રા પર થયેલા હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હિન્દુ યાત્રા પર જેહાદી માનસિકતા ધરાવતા તત્વોએ હુમલો કરી અનેક વાહનોને આગ ચાંપી કરી નુકસાન પહોંચાડ્યું છે.

હરિયાણાના કોમી હિંસાના પ્રત્યાઘાતો દેશના અલગ અલગ ભાગોમાં પડી રહ્યા છે. ત્યારે ગત સાંજે ભરૂચના પાંચબત્તી ખાતે બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવવા આવ્યો હતો અને આ હુમલામાં સંડોવાયેલા લોકોને જેલનાં સળિયા પાછળ ધકેલી કડક હાથે કામ લઈ અને શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી માગ કરવામાં આવી છે.આ ધરણા પ્રદર્શનમાં વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ ભરૂચના આગેવાનો જોડાયા હતા.

ભરૂચમાં ભાર વિનાનું ભણતર ક્યારે શક્ય બનશે ?

ગુજરાતમાં એજ્યુકેશન મોડલને લઈને ગર્વ અનુભવતા નેતાઓ દ્વારા ક્યારેય બાળકોના હિતમાં રજૂઆત કરવામાં આવતી હોય તેવું જવલ્લે જ બને છે. સામાન્ય રીતે બાળકના વજન કરતાં દફતરનું વજન વધારે હોય છે. વિદ્યાર્થીઓની ઉંમર અને શારીરિક બાંધાને ધ્યાનમાં રાખીને એ પ્રકારે વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે બાળકોને પુસ્તકો ઊંચકવામાં તકલીફ ન પડે.

જો અમદાવાદના નરોડાના ધારાસભ્યએ બાળકોના દફતરના વજનને લઈને શિક્ષણ અધિકારીને રજૂઆત કર્યા બાદ અમદાવાદની તમામ સ્કૂલોમાં બાળકના દફતરનું વજન તેના વજનથી દસમા ભાગનું હોય તે રીતે વ્યવસ્થા કરવા માટે શિક્ષણ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી તો આ અંગે ભરૂચના જાગૃત ધારાસભ્ય આ વાતને ધ્યાને લઈને શિક્ષણ અધિકારીને બાળકોના હિતમાં તમામ સ્કૂલોને બાળકોને જરૂરિયાત હોય તેટલા જ પુસ્તકો મંગાવવાની સૂચના આપવાની સાથે સાથે બાળકના વજનનું 10 માં ભાગનું વજન દફતરનું રહે તે મુજબ વ્યવસ્થા કરવા કયારે જણાવશે ? તમામ શાળાઓને આ બાબતે સૂચના આપવામાં આવે સાથે  રાજ્યભરમાં આ નિયમ લાગુ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

ભરૂચના સખી વનસ્ટોપ સેન્ટરને ૪ વર્ષ વર્ષ પૂર્ણ થતા ઉજવણી

ભરૂચના સખી વનસ્ટોપ સેન્ટરને ચાર વર્ષ વર્ષ પૂર્ણ થતા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

ભારત સરકાર પુરુકૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સખીવન સ્ટોપ સેન્ટર ભરૂચ ખાતે મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરાબેન અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાના માર્ગદર્શન હેઠળ ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટરને ચાર વર્ષ પૂર્ણ થતા અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.જેમાં 2019 થી 2023 સુધીમાં કુલ 761 કેસ નોંધાયા છે.આ કેસમાં ઘરેલુ હિંસાના કુલ 480 કેસ નોંધાયા છે.વન સ્ટોપ સેન્ટર દ્વારા મળતી પાંચ પ્રકારની સહાયમાં તબીબી સહાયમાં કુલ 133 કેસમાં સહાય આપવામાં આવી છે.

પાલેજથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગ રમતા ૨ ઝડપાયા,૨ ફરાર

ભરૂચ એસ.ઓ.જી. ટીમના પોલીસ અધિકારી,પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી તેમજ હાલમાં લંકા પ્રીમીયર લીગની ટી-20 મેચ સીરીઝ ચાલુ હોય અને તેના ઉપર કેટલાક જુગારીયા મેચની હારજીત, રન, ફોર-સિક્સ, વિકેટ વિગેરે પર ઓનલાઇન મોબાઈલ ઉપર જુગાર રમતા હોય જેવી ચોકકસ માહિતીના આધારે પાલેજના માછીવાડમાં છાપા મારી કરી હતી.

જેમાં પાલેજના માછીવાડમાં રહેતા તોસીફખાન તથા તેના પિતા અતાઉલ્લાખાન હબીબખાન પઠાણના રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ ઓનલાઇન એપ્લીકેશન દ્વારા લંકા પ્રીમીયર લીગની ટી-20 મેચ ગાલે ટાઇટન્સ અને બી-લવ કેન્ડીની વચ્ચે ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોન દ્વારા ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેંટીંગનો હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા.જ્યારે અન્ય બે ફરાર થઈ ગયા હતા.

એસ.ઓ.જીએ સ્થળ પર જુગારના સાધનો મોબાઈલ ફોન નંગ-૬ તથા ડેલ કંપનીનુ લેપટોપ નંગ-૧ તથા રોકડા રૂપિયા સાથે મળી કુલ રૂ.૧,૧૮,૩૬૦/- કબ્જે લઈ ઝડપાયેલા આરોપી તોસીફખાન અતાઉલ્લાખાન પઠાણ, અતાઉલ્લાખાન હબીબખાન પઠાણ, બન્ને રહે. માછીવાડ પાલેજ, તા.જી.ભરૂચના વિરૂધ જુગારધારા કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે બે અન્ય આરોપી બબલુભાઇ અને ઉમાભાઇ ને વોન્ટેડ જાહેરકરી વધુ તપાસ હાથધરી છે.

પાનોલી GIDC બાકરોલ બ્રીજ પાસેથી સવા લાખના વિદેશી દારૂ સાથે ૧ ઝડપાયો

પાનોલી પોલીસે બાકરોલ બ્રીજ પાસે વૈભવી કારમાં લઇ જવાતા ૧.૨૫ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે પાલઘરના ઈસમને ૫.૩૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

 

ભરૂચ પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા આપેલ સૂચનાને આધારે પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી ગ્રે કલરની ઇનોવા ફોર વ્હીલ ગાડી નંબર-એમ.એચ.૦૪.ઈ.કયું.૬૬૮૨માં વિદેશી દારૂ લઇ એક ઇસમ અંકલેશ્વર તરફ જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે બાકરોલ બ્રીજ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૫૮ બોટલ મળી આવી હતી.પોલીસે ૧.૨૫ લાખનો દારૂ અને કાર મળી કુલ ૫.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરી મુંબઈના પાલઘર દુર્વેશ ખારાપાડા ખાતે રહેતો મહેશ ભવરલાલ પ્રજાપતીને ઝડપી પાડ્યો હતો જયારે સુરતના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં આજથી STની સવારી મોંઘી એસ ટી બસના ભાડામાં 25 ટકાનો વધારો!

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારે એસ ટી બસના ભાડામાં 25 ટકા જેટલો તોતિંગ વધારો ઝીંક્યો છે. હવે મધ્યમ અને ગરીબ વર્ગને મુસાફરી કરવી મોંઘી બની છે અને સરકારી બસમાં મુસાફરી કરવી હશે તો મોંઘવારીના કડવા ઘૂંટને અમૃત સમજી ઉતારવો પડશે. ગઈ કાલે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટે કરેલી જાહેરાત મુજબ લોકલ, એક્સપ્રેસ તેમજ એસી અને સ્લીપર સહિત તમામમાં કોચની બસોમાં વધારો કર્યો છે.

લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસા ભાડુ હતું જેની જગ્યાએ હવે 80 પૈસા કરવામાં આવ્યા છે. જ્યારે એક્સપ્રેસ બસમાં પ્રતિ કિલોમીટર 68 પૈસા જૂનો ભાડુ હતું જે વધારી હવે 85 પૈસા કરવામાં આવ્યા છે અને નોન AC સ્લીપર કોચમાં પ્રતિકિલોમીટર 62 પૈસાની જગ્યાએ હવે 77 પૈસા કરાયા છે. સાથો સાથ ગુજરાત વાહન વ્યવહાર વિભાગે એવો પણ દાવો કર્યો છે કે, 2014 બાદ પ્રથમવાર આ વધારો કરવામા આવ્યો છે અને જે અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો છે.લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી. નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવેલ છે.

જંબુસર ખાતે સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું રાજયકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ

જંબુસર ખાતે આજરોજ રૂ.૮.૭૪ કરોડના ખર્ચે નિર્મિત સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું રાજયકક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જંબુસર ખાતે સબડિસ્ટ્રીકટ હોસ્પિટલ રૂપિયા ૮.૭૪ કરોડના ખર્ચે તાલુકાની ત્રણ લાખ જેટલા નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ પુરી પાડવાની ક્ષમતા ધરાવતી હોસ્પિટલનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે.

આ હોસ્પિટલ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રની મળી કુલ ૫૬ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જે અદ્યતન હોસ્પિટલનું આજરોજ રાજયકક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે રીબીંગ કટિંગ અને શ્રીફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ પ્રસંગે જિલ્લાના પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ,ધારાસભ્ય ડી.કે.સ્વામી, જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા તેમજ જીલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ દરરોજ ૪૦૦ થી ૫૦૦ દર્દીઓની ઓ.પી.ડી., રોજ ૫૦ દર્દીઓની સારવાર તેમજ દર મહિને ૧૦૦ જેટલી પ્રસુતીની સારવાર સહીત મેજર, માઈનોર ઓપરેશન સર્જરી કરવા સાથે પોસ્ટ પાર્ટમ યુનિટ, મમતા ઘર, સી.એમ.ટી.સી. ન્યુબોર્ન તેમજ અધિક્ષક, આર.એમ.ઓ. ,ફિજીશીયન, જનરલ સર્જન, ગાયનેકોલોજીસ્ટ, બાળરોગ નિષ્ણાંત, એનેસ્થેટીસ્ટ, ઓર્થોપેડીક સર્જન, ફીજીયોથેરાપીસ્ટ તબીબ સેવા આપશે જયારે બ્લડ સ્ટોરેજ યુનિટ, પી.એસ.એ ઓકિસજન સેન્ટ્રલ લાઈન, આઈ.સી.યુ. તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.

error: Content is protected !!