The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 231

અંકલેશ્વર: મીરાનગર‎ પાસે યુવકનો મૃતદેહ મળ્યો,હત્યાની આશંકા

અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરા નગર પાછળ બાવળનું જંગલ આવેલું છે જે બાવળની ઝાડીમાં અંતરિયાળ ભાગ અજાણ્યા ઈસમો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. જ્યાં સ્થાનિક રહીશો સુરેન્દ્ર સિંગ દેવેન્દ્ર સિંગ કામ અર્થે ઝાડી તરફ જતા તેમણે મૃતદેહ ને જોતા જ સ્થાનિક લોકોને જાણ કરી જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જીઆઇડીસી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જ્યાં 25 થી 30 વર્ષીય ઉંમર ના ઈસમ ને માથા ના ભાગે ગંભીર ઇજા સાથે લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. પ્રાથમિક સ્થળ તપાસ માં બોર્થડ પદાર્થ વડે ગંભીર ઇજા કરી હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પ્રાથમિક યુવાન સ્થાનિક ના હોવાની પણ વિગતો સપાટી એ આવતા અજાણ્યા ઈસમ કોણ છે તે અંગે પોલીસ દ્વારા શોધખોળ આરંભી છે.

ભરૂચ : અંબિકાનગર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે ૧ ઝડપાયો

ભરૂચ એ-ડિવિઝન પોલીસમથકના PI એ.કે.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના મણસો અલગ-અલગ જગ્યાએ પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે છાપામારી કરતા ભરૂચમાં અંબિકાનગર સોસાયટીમાં રહેતો જીગ્નેશ ઉર્ફે સચીનને પોતાના મકાનમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢવામાં પોલીસ ટીમને સફળતા મળી હતી.

ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ ટીમે વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની કુલ બોટલ નંગ-૭૪ કિમત રૂપીયા ૬૪,૩૧૦/- સાથે જીગ્નેશકુમાર ઉર્ફે સચીન સુરેશભાઇ છત્રીવાલા રહે, સી-૨૦, અંબિકાનગર, ત્રીમુર્તી હોલ સામે, શક્તિનાથ,ભરૂચ.ની અટકાયત કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ આમોદના કાંકરીયા ગામે ધર્માતરણ રેકેટમાં ૯ પૈકી ૪ની કરાઇ ધરપકડ

ભરૂચ આમોદના કાંકરીયા ગામે ધર્માતરણ પ્રકરણમાં ભરૂચ પોલીસે ૪ ને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આ પ્રવૃતિમાં સંડોવાયેલા 9 પૈકી 4 આરોપીઓને પોલીસ ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પણ હિન્દુમાંથી મુસ્લીમ બન્યા હતાં. ત્યારપછી તેઓ પણ આ પ્રવૃતિમાં જોડાયા હતાં.

આ કેસની તપાસ કરતાં SC/ST સેલના ડીવાયએસપી એમ.પી ભોજાણીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યુ હતું કે, ગઈકાલે અબ્દુલ અજીજ પટેલ, યુસુફ જીવણ પટેલ, ઐયુબ બરકત પટેલ અને ઈબ્રાહીમ પુના પટેલને પકડી પાડ્યા છે. આ શખ્સોએ કાંકરિયાના 37 પરિવારના 130 જેટલા લોકોનું ધર્માતરણ કરાવ્યુ હતું. પકડાયેલા આરોપીઓ પણ હિન્દુમાંથી ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. આ ચારેયનું મૂળ નામ અનુક્રમે અજીત છગન વસાવા, મહેન્દ્ર જીવણ વસાવા, રમણ બરકત વસાવા, જીતુ પુના વસાવા હતું. ધર્મ બદલ્યા પછી તેઓ ખુદ આ પ્રવૃતિમાં જોડાય ગયા હતાં.

પોલીસે પકડાયેલા આરોપીઓનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા તેઓની કડક અને ઝીણવટપૂર્વકની પુછપરછ હાથ ધરાશે. આ પ્રવૃતિમાં ફંડ કઈ રીતે આવતુ હતું, કાંકરીયા સિવાય જિલ્લાના અન્ય કયા ગામોમાં આ પ્રકારની પ્રવૃતિ ચાલતી હતી. અન્ય કેટલા લોકોની સંડોવણી હતી. તેમજ કયા પ્રકારે હિન્દુઓને લાલચ આપી માઈન્ડ વોશ કરાતુ હતું તે વિગતો પોલીસ ઉજાગર કરી શકશે.

ભરૂચના કાંકરીયા ધર્માતરણ રેકેટમાં સંડોવાયેલા 9 પૈકી પોલીસે 4 આરોપીઓને તો પકડી પાડ્યા છે. પરંતુ 5 આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર છે. તેમજ આ પ્રકરણમાં હજુ પણ અન્ય નામ બહાર આવે તેવી સંભાવના છે. જેથી પોલીસે અલગ અલગ 3 ટીમ બનાવી આરોપીઓને પકડવા માટે કવાયત હાથધરી છે.

ભરૂચના ભોલાવના પાર્થનગર ખાતે સી.સી.રોડનું કરાયું લોકાર્પણ

ભરૂચના ભોલાવ ખાતે ગ્રામપંચાયત હદ વિસ્તારના પાર્થ નગર ખાતે નિર્મિત સી.સી. રોડનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થીતીમાં નાયબ દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે પાર્થ નગર ખાતે રૂપિયા ૨૫ લાખના ખર્ચે નવનિર્મિત સી.સી. રોડને રિબિન કાપી ખુલ્લો મુકાયો હતો.

આ પ્રસંગે નાયબ દંડક દુષ્યંત પટેલે કહ્યું કે ભાજપ સરકારે હર હંમેશ પ્રજાની સુખાકારીની ચિંતા કરી તેમની પડખે રહી છે. ભરૂચ શહેરની પ્રજાને રોડ રસ્તા સહિતની સુખાકરી મળે તે હેતુસર સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે અને આગામી દિવસોમાં વિકાસલક્ષી કામો હાથ ધરાશેનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ભોલાવ સરપંચ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયત સદસ્યો, પાર્થનગરના રહિશો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

ભરૂચ: શેરપુરા થી ઉમરાજ સુધીના રોડનું રૂપિયા ૮૦ લાખના ખર્ચે કરાશે નવીનીકરણ, કરાયું ખાતમુહૂર્ત

ભરૂચ ભોલાવ જિલ્લાપંચાયત બેઠક મત વિસ્તારમાં ઉમરાજ ખાતે શેરપુરાથી ઉમરાજ સુધીના નવા ડામર રોડની મંજુરી મળતા નવા રોડ બાંધકામના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.

આ ડામર રોડનું રિસર્ફેસીંગ રૂપિયા ૮૦ લાખના ખર્ચે કરવામાં આવશે. જેથી શેરપુરા, ઉમરાજ, કાસદ,મહુધલા ગામોને સહુલીયત રહેશે.

આ કાર્યક્ર્મમાં બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે વીધીસર ખાતમુહૂર્ત કરાયું હતું.આ પ્રસંગે ભોલાવ સરપંચ, બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ઉમરાજ પંચાયત સદસ્યો,ગ્રામપંચાયતના સદસ્યો ઉપસ્થીત રહ્યા હતા.

ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ

ભરૂચ જીલ્લામાં નાર્કોટિકસની બદી દૂર કરવા માટે નાર્કોટિકસના કેસો શોધી કાઢવા અંકલેશ્વર શહેર પોલીસ ટીમ ગડખોલ પાટીયા પાસે વાહન ચેકીંગ કરી રહી હતી.દરમ્યાન એક ઇસમ પ્લેઝર મોપેડ નંબર: GJ-16–CR- 9816 લઇ આવતાં જેને ઇશારો કરી રોકી રોડની બાજુમાં ઉભો રાખી તેનુ નામ સરનામુ પુછતાં તેણે પોતાનુ નામ જયદીપસીંહ રાજેન્દ્રસીંહ યાદવ, મુ.રહે. સીગામ, તા. જંબુસર, હાલ રહે. અંકલેશ્વર , ફતેનગરનો હોવાનું જણાવ્યું હતું.

અંકલેશ્વર શએર પોલીસેનપ્લેઝર મોપેડમાં તપાસ કરતાં સીટની નીચે ડેકીમાંથી એક પ્લાસ્ટીકની થેલીમાં વનસ્પતિ જન્ય પદાર્થ વજન ૦.૪૯૨ ગ્રામ ની કિ. રૂ. ૪,૯૨૦/- મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજાનો જથ્થો તથા હીરો કંપનીનુ મોપેડ પ્લેઝર નંબર GJ-16–CR- 9816 ની કિ. રૂ. ૧૫,૦૦૦/- કબ્જે લઈ ઝડપાયેલ આરોપી વિરૂધ નારકોટીક્સ એકટ મુજબ કાર્યવાહી હાથધરી છે.

વડોદરા:વિદ્યાનગરમાં બીબીએ તથા આઇટી મેનેજમેન્ટમાં અભ્યાસ કરતાં ભાઇ-બહેનનું ચરસ-ગાંજાનું રેકેટ ઝડપાયું

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં જુના પાદરા રોડ પર આવેલા આવિષ્કાર કોમ્પલેક્ષના સેમી બેઝમેન્ટના પાર્કિંગમાં ચરસ-ગાંજાના દમ મારી રહેલા યુવક-યુવતી સહિત ચારની પોલીસે સોમવારે મધરાતે ધરપકડ કરી હતી. ઝડપાયેલા ચાર પૈકીના બે વિદ્યાનગરમાં બીબીએ અને આઇટી મેનેજમેન્ટમાં અભ્યાસ કરી રહેલા તથા વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા ભાઇ-બહેન હોવાનુ બહાર આવ્યુ છે.

તેઓનો તેમની માતા ઝરીના ચરસ-ગાંજાના સપ્લાય માટે ઉપયોગ કરી રહી છે. જ્યારે અન્ય બે ઝડપાયેલા યુવક – યુવતી વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ કોલાબરા કંપનીમાં નોકરી કરી રહ્યા હોવાનું બહાર આવ્યુ છે. તેઓની પાસેથી ૫૬૨.૧૮ ગ્રામ ગાંજો તથા ૧૦.૨૫ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ચરસ-ગાંજાના આ રેકેટના સૂત્રધાર મનાતી તાંદલજાની ઝરીનાબાનુ સઇદ મુન્સી, અબ્દુલ્લા ઇબ્રાહીમ પટેલ તથા ચકલાસીના દીલીપ કાકાને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જુના પાદરા રોડ પર આવેલા આવિષ્કાર કોમ્પલેક્ષના સેમી બેઝમેન્ટના પાર્કિંગમાં ચરસ – ગાંજાનો વેચાણ થતુ હોવાની બાતમીના આધારે વડોદરા પીસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં બે યુવતી અને બે યુવકની પોલીસે ધરપકડ કરી હતી. આ પૈકીના તાંદલજા વિસ્તારમાં આવેલી શકીલા પાર્ક સોસાયટીમાં રહેતા તથા વિદ્યાનગર ખાતે આઇટી મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહેલા શાકીબ મુન્શીની પોલીસે પૂછપરછ કરતાં તેણે તેની બહેન મુહસીના મુન્શી ચરસ અને ગાંજાનો જથ્થો પોતાની પાસે સંતાડીને રાખે છે. આવિષ્કાર કોમ્પલેક્ષ ખાતે ગ્રાહકને બોલાવીને સપ્લાય કરતી હોવાનું જણાવ્યુ હતું.

પોલીસે મુહસીનાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યુ હતુ કે, હું અને મારો ભાઇ અમારા તાંદલજા ખાતે આવેલી શકિલા પાર્ક સોસાયટી ખાતેના નિવાસસ્થાનેથી જથ્થામાંથી જરૂર મુજબનો જથ્થો લાવીને આવિષ્કાર કોમ્પલેક્ષ ખાતે વેચાણ કરતા હોઇએ છીએ. આ ઉપરાંત તેના સાવકા પિતા અબ્દુલ્લા પટેલ સાથે આણંદ જિલ્લાના ચકલાસી ખાતે રહેતા દિલીપ કાકા નામની વ્યક્તિ પાસેથી ચરસ-ગાંજાનો જથ્થો લાવતા હોઇએ છીએ. છેલ્લે મારી માતા ઝરીનાબાનું જાતે દિલીપ કાકા પાસેથી જથ્થો ખરીદી કરી લાવ્યા હતા. ઝરીનાબાનું ચરસ-ગાંજાનો ઘેરથી સપ્લાય કરતી હોય છે.
પોલીસે આ હકિકતના આધારે તેના તાંદલાજા ખાતેના નિવાસસ્થાને દરોડો પાડતાં ત્યાંથી પણ ચરસ-ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, ઝરીનાબાનું સઇદ મુન્સી તથા તેનો પતિ અબ્દુલ્લા ઇબ્રાહીમ પટેલ બહારગામ ગયા હોવાથી પોલીસના હાથમાં આવ્યા ન હતા.

શાકીબ મુન્શી અને મુહસીના મુન્શી સાથે પોલીસે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા સનસીટી સર્કલ પાસેના લાભ રેસીડન્સીના એ ટાવરમાં રહેતા મીત ધર્મેન્દ્રભાઇ ઠક્કર તથા પાણીગેટ હરીશ પેટ્રોલ પંપ સામે મહાદેવનગર સોસાયટી ખાતે રહેતી નુપુર રાજેશ સહગલની ધરપકડ કરી હતી. મીત ઠક્કરે ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ સુધીનો તથા નુપુર સહગલે માસ્ટર ઇન પલ્બીક હેલ્થનો અભ્યાસ કર્યો છે. આ બંન્ને ગોત્રી વિસ્તારમાં આવેલી કોલાબરા કંપનીમાં નોકરી કરી રહ્યા છે.

પોલીસે આ તમામ પાસેથી ૫૬૨.૧૫ ગ્રામ ગાંજો તથા ૧૦.૨૫ ગ્રામ ચરસનો જથ્થો સહિત અન્ય મુદ્દમાલ કબ્જે કર્યો છે. આ ચારેવ યુવક-યુવતીની ધરપકડ કરીને તેઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ઝરીનાબાનું સઇદ મુન્શી, અબ્દુલ્લા ઇબ્રાહીમ પટેલ તથા ચકલાસીવાળા દિલીપ કાકાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

લોભ લાલચ આપી કરવાયું છે આદિવાસીઓને ધર્મ પરિવર્તન : સાંસદ મનસુખ વસાવા

•ત્રણ-ચાર વર્ષ પહેલાંની વાત પરિવારોની MP એ પણ મુલાકાત લઈ ઘણા સમજાવવાના પ્રયત્ન કર્યા હોવાની નિખાલસ કબૂલાત

ભારતીય જનતા પાર્ટી ભરૂચના વરિષ્ટ આદિવાસી સાંસદ મનસુખ વસાવાએ પણ સ્વીકાર કર્યો છે કે આદિવાસીઓને લોભ લાલચ આપી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવામાં આવે છે. આમોદ તાલુકાના કાંકરિયા ગામેથી 100 થી વધુ આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર બહાર આવ્યા બાદ BJP MP મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે કે, છેલ્લા 3 થી 4 વર્ષથી આદિવાસીઓના ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી રહી હતી.
તેઓ અન્ય સાથે આ પરિવારોની મુલાકાત લઈ તેમને સમજાવવાનો ખૂબ પ્રયત્ન પણ કર્યો હતો. કાંકરિયા સાથે બીજા અન્ય ગામોનો પણ સંપર્ક કરી સાંસદે તેઓને સમજાવ્યા હોવાનું કહી રહ્યા છે. ગરીબ અને મજૂર આદિવાસીઓને સારા કપડાં, ઘર, મુંબઈ જેવા શહેરોમાં ફેરવી લોભ, લાલચ, પ્રલોભનો આપવામાં આવે છે. તેઓના મગજમાં ઠસાવી દેવાઇ છે કે, બધી જ સુખ સાહ્યબી મુસ્લિમ ધર્મમાં રહેલી છે.
સાંસદ મનસુખભાઇએ તમામ આદિવાસીઓને સાવધાન કર્યા છે, ગુજરાત સરકાર અને પોલીસ તો ધર્મ પરિવર્તન કરાવનારા લોકો સામે કાર્યવાહી કરશે પણ આદિવાસીઓએ તેમના બાપ દાદાનો ધર્મ છોડવો ન જોઈએ. તેમ અમે હાલ ગામે ગામ જઈ લોકોને સમજાવી રહ્યા હોવાનું સાંસદે અંતમાં કહ્યું હતું. લંડનથી ફન્ડિંગ કરી સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હોય જેમાં પેહલા કાંકરિયા ગામના એક આદિવાસી યુવક જેના મિત્રો મુસ્લિમ હોય તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. જેને બાદમાં મૌલવી બનાવી દઇ મૌલવીના દરજ્જા વચ્ચે આ પ્રવૃત્તિને વેગ અપાયો હોવાનું પણ સાંસદે જણાવ્યું હતું.

નેત્રંગ: છોટુ વસાવા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વિવિધ રમતો ની વિજેતા ટીમો ને કરાયું ઈનામ વિતરણ

આદિવાસી જનનાયક બિરસામુંડા ૧૪૬ મી જન્મ જયંતી તથા BTTS ના સ્થાપના દિન નિમિત્તે ચંદેરિયા વાઇટ હાઉસ ખાતે છોટુવસાવા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ક્રિકેટ, કબ્બડ્ડી તથા વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં જુદા જુદા જિલ્લા ઓ માંથી ટીમો એ ભાગ લીધો હતો. વોલીબોલ સ્પર્ધા માં પ્રથમ વિજેતા ડાંગ, બીજું સોનગઢ, ત્રીજું વાલોડ, ચોથું કોસંબા, પાંચમું દેડિયાપાડા, છઠ્ઠુ માંડણપાડા, સાતમું આમલસાડી ની ટીમો વિજેતા થઈ હતી ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા આ ટીમો ને ઇનામો તથા ભાગ લેનાર તમામ ટીમો ને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા.

આવનારા સમયમાં ઓપન – શૂટિંગ વોલીબોલ ને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા એ રમાય તેવી માંગણી કરવામાં આવશે એવી વાત મૂકવામાં આવી હતી. આ પ્રસંગે BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા દેડિયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા, BTTS ગુજરાત અધ્યક્ષ ચૈતરભાઈ વસાવા, રાષ્ટ્રીય હોકી પ્લેયર કે. મોહન આર્ય. તેમજ મોટી સંખ્યા માં આગેવાનો હાજર રહ્યા હતા.

•મિતેષ આહીર , ન્યુઝલાઇન, નેત્રંગ

ભરૂચ: દેત્રાલમાં મંદિરના સ્થાને બંગલો બનાવાતા સરપંચ વિરૂધ અપાયું આવેદન

ભરૂચ તાલુકાના દેત્રાલ ગામના આગેવાનો મયુરકાંત નટવરલાલ પટેલની આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં મંદિર અને ટ્રસ્ટની જમીનમાં ખાનગી બગલો બાંધી દેવાતા કલેકટરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દેત્રાલ મુકામે શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ મંદિર ટ્રસ્ટના નામથી સાર્વજનિક ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટની નોંધણી કરવામાં આવી છે. આ ટ્રસ્ટ વર્ષ ૧૯૩૩ થી અસ્તિત્વમાં હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખાયું છે.

આવેદનમાં મુજબ દેત્રાલ મુકામે શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ ટ્રસ્ટ દેત્રાલના ભરૂચના ટ્રસ્ટની જુદી જુદી ૬ મિલકતો હોવાનું જણાવ્યુ છે, શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ ટ્રસ્ટ દેત્રાલ ભરૂચના ટ્રસ્ટના પીટીઆરમાં જણાવ્યા મુજબના વિગત અને વર્ણન મુજબની મિલકતો ટ્રસ્ટના વહીવટમાં આવેલ છે. પરંતુ દેત્રાલ ગામે વર્ષ ૨૦૧૦ ના અરસામાં મહંત ગજાનંદ ચતુરદાસ કે જેઓ તથા તેઓના પત્નિ દેત્રાલ ગામના છેલ્લા ૨૫ વર્ષથી સરપંચ તરીકે છે અને હાલ ભારતીય જનતા પાર્ટી ભરૂચના તાલુકાના મહામંત્રી હોય તેમની ટ્રસ્ટની મિલકતો પર દાનત બગડેલ હતી. જેથી સરપંચના પતિ તરીકે હોદ્દાનો દુરઉપયોગ કરી બોગસ કાગળો ઉભા કરી ગામસભામાં પોતાની તરફેણમાં ઠરાવ પસાર કરી દીધા હતા. તેમજ ટ્રસ્ટની મિલકતો પોતાની વ્યકિતગત હેસિયતે પોતાના નામે દાખલ કરી લીધી હતી અને ટ્રસ્ટમાં પણ પોતાના કુટુંબના મળતિયાઓને સભ્ય બનાવ્યા હતા. તથા ગેરકાયદેસર બગલો બાંધી લીધો હતો.

આવેદનપત્રમાં કસુરવારો સામે કાર્યવાહી કરવાની માંગ અને સરપંચને બરતરફ કરવા સાથે જો તેમની માંગણી તાત્કાલીક પુરી નહીં કરાય તો આગામી દિવસોમાં દેત્રાલગામ અને ભરૂચ જિલ્લાના લોકોને આંદોલન કરવા ફરજ પડશેની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી.

error: Content is protected !!