The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 229

દાહોદ :દેવગઢ બારીયાના દુધિયા ગામમાં છોકરી ભગાડી જવાની અદાવતે છોકરાના ઘરે કરાયો હૂમલો

દાહોદના દેવગઢબારિયાના દુધિયાગામના વેડ ફળીયામાં છોકરી ભગાડી જવાની રીષે છોકરી પક્ષે છોકરાના ઘરે અને દુકાને સામાન અને વાહનોની તોડફોડ મચાવતા ચકચાર મચી જવા પામી છે.

દાહોદના દેવગઢ બારિયાના દુધિયાગામે છોકરી ભગાડી જવા મુદ્દે છોકરી પક્ષના લોકોએ છોકરાના ઘરે તેમજ દુકાને ધસી આવી તોડફોડ મચાવી સામન તોડવા સાથે ૩ વાહનો પણ ખૂરદો બોલાવી અને છોકરાના વાલિઓને ગડદાપાટુનો મારમારવાની ઘટના સામે આવી છે.

જેમાં છોકરા પક્ષના લોકોમાં પ્રભાત વેચાતભાઇ બારીયા, બળવંત વેચાત બારીયા, હિંમ્મ્તભાઇ વેચાતભાઇ બારીયા, કલસીંગ વેચાત બારીયા, બકા કલસીંગ બારીયા,છગન ભાવસીંગ બારીયા,નરવત મનસુખ બારીયા, કમલેશ હિંમ્મત બારીયા, વિજય તેરસીંગ બારીયા,તેરસીંગ છગનભાઇ વારીયા તમામ રહેવાસી સુધીયા વેડ ફળીયાના કુલ ૧૦ જેટલા લોકો સામે સાગટાળા પોલીસ મથકે તોડફોડ કરી રૂપિયા એક લાખ ઉપરાંતનું નુકશાન કરી ગડદાપાટુનો માર માર્યાની ફરિયાદ યોગેશ્વરીબેન અજયભાઇ બારીયાએ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ: આત્મનિર્ભર ગ્રામયાત્રાનો ભોલાવ પ્રાથમિક શાળા ખાતેથી કરાયો આરંભ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો ભોલાવ પ્રાથમિક શાળા ખાતેથી નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો.

‘આઝાદી ના અમૃત મહોત્સવ’ની થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે આયોજિત ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’નો ભરૂચના ભોલાવ પ્રાથમિક શાળા ખાતેથી શુભારંભ કરાવતા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે માનવીના જન્મ પૂર્વેથી લઈને મૃત્યુપર્યંત સુધીની અનેકવિધ યોજનાઓ રાજ્ય અને કેન્દ્ર સરકારે અમલી બનાવીને પ્રજાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓની જાણકારી ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ ના માધ્યમથી સતત ગ્રામજનો સુધી પહોંચાડવાની કવાયત રાજ્ય સરકારે હાથ ધરી છે, તેમ જણાવતા નાયબ મુખ્ય દંડકે પ્રજાકીય જાગૃતિ કેળવીને સર્વાંગિણ વિકાસની યોજનાઓનો લાભ લેવાની અપીલ કરી હતી.

‘રથ યાત્રા’ જેવા કાર્યક્રમોના માધ્યમથી પ્રજાકલ્યાણના અનેક કાર્યો હાથ ધરીને, છેવાડાના માનવીઓ સુધી સરકારી યોજનાઓની જાણકારી અને લાભો પહોંચાડવાનો ભગિરથ પ્રયાસ કરવામા આવતો હોય છે. ત્યારે ભરુચ જિલ્લામા પણ આ દરમિયાન અનેક વિકાસ યોજનાઓના લાભ એનાયત કરવા સાથે, નવા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે તેમ પણ નાયબ મુખ્ય દંડકે જણાવ્યું હતું.

ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે રાખેલ છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા,ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઇ ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર સહિત ભોલાવના ગ્રામજનો હાજર રહ્યા હતા.

SOU નજીક પોતાનો રોજગાર કરતા આદીવાસીઓને ન્યાય માટે સાંસદે લખ્યો CMને પત્ર

નર્મદા જિલ્લા સ્ટેસ્યુ ઓફ યુનિટી નજીક લીંબડીબાર ફળીયાના ગ્રામજનો પોતાની બાપદાદાની જમીન પર નાના મોટા ધંધા કરી રોજગારી મેળવે છે.જેમને ડેમના કામ અર્થે હટાવી રફેદફે કરાતા સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીના હિતમાં ન્યાય કરવા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી યોગ્ય કરવા તાકીદ કરી છે.

સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં ઉલ્લેખ્યુ છે કે, નર્મદા જિલ્લા સ્ટેસ્યુ ઓફ યુનિટી નજીક લીંબડીબાર ફળીયાના ગ્રામજનો પોતાની બાપદાદાની જમીન પર નાના મોટા ધંધા કરી રોજગારી મેળવે છે. તેવા લોકોને સ્ટેસ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્રએ પોલીસ બળથી રંજાડવામાં આવ્યા છે, એક મહીના પહેલા આ વિસ્તારમાં શાકભાજી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતી બહેનો પથારાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્રએ રફેદફે કરી નાખ્યા હતા.

જયારે જે.પી. કંપની દ્વારા ડેમનું કામ ચાલતુ હતુ, ત્યારે ધંધા રોજગાર જોરછોરમાં ચાલતા હતા, તેઓ રપ વર્ષથી આ વિસ્તારમાં ધંધા રોજગાર કરતા હતા, તેમને આજે ખદેડી મુકવામાં આવ્યા છે. એકબાજુ અમે તથા રાજય સરકાર, કેન્દ્ર સરકાર સ્થાનિક આદિવાસીઓને રોજગારી આપવા માટે જાહેરમાં બાહેધરી આપી છે અને બીજી તરફ અમે બદનામ થઈએ, સરકાર બદનામ થાય તેવા પ્રયત્નો કેટલાક સ્ટેસ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહયાં છે.

જેના કારણે સમગ્ર આદિવાસી આલમમાં સરકાર અને ભાજપ માટે નારાજગી ઉભી થઈ છે, સ્ટેસ્યુ ઓફ યુનિટીના સતા મંડળને કયાંક અવ્યવસ્થા ઉભી થતી હોય તો સ્થાનિક આગેવાનો સાથે પરામર્શ કરી પ્રશ્નને ઉકેલવાના પ્રયત્ન કરવા જોઈએ, પરંતુ આ વિસ્તારના આદિવાસીઓને રંજૌડવામાં આવે તે ખરેખર યોગ્ય નથી, તો આ વિસ્તારના ગરીબ આદિવાસીઓના હિતમાં તથા ધંધારોજગાર ચાલે તે માટે યોગ્ય ધટતુ કરવા જણાવ્યું છે.

ભરૂચ: અટાલી ખાતે યોકોહામા કૌશલ્ય વિકાસ કેન્દ્રનું કરાયું ઉદ્દઘાટન

ભરૂચના અટાલી ખાતે યોકોહામા કૌશલ્ય વિકાસ કેન્દ્રનો ઉદ્દધાટન સમારોહ યોજાયો હતો.જેમાં યોકોહામા ઑફ-હાઈવે ટાયર્સ (YOHT), ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી, યુનાઈટેડ વે મુંબઈના પ્રતિનિધિઓ, તાલીમાર્થીઓ અને આમંત્રિત મહેમાનો આદિત્ય શુક્લા, પ્લાન્ટ હેડ, દહેજ, (YOHT), અંબરીશ શિંદે-EVP ઓપરેશન્સ, (YOHT), મેલ્વિન મેથિન્સ- વાઇસ પ્રેસિડેન્ટ ગ્રુપ HR (YOHT), દિલીપ ઘોરપડે – ઉપપ્રમુખ HR (YOHT), આશિષ શેખર, HR વડા(YOHT), જ્યોર્જ આઈકારા, CEO (UWM), ડૉ. અવની ઉમત્ત, પ્રોવોસ્ટ (TLSU), અર્જુનસિંહ રાણા, સામાજિક કાર્યકર, અટાલી, કુ. સુચિતા રોય, પ્રાદેશિક મેનેજર – પશ્ચિમ, રબર કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટર સ્કિલ કાઉન્સિલ, (RCPSDC) હાજરીમાં ઉદ્ઘાટન સમારોહને યોજવામાં આવ્યો હતો.
યોકોહામા કૌશલ્ય વિકાસ કેન્દ્ર સ્કિલ ઈન્ડિયા મિશનને ટેકો આપવા અને ટાયર અને રબર ક્ષેત્રમાં નીચેના ટૂંકા ગાળાના અભ્યાસક્રમો ઓફર કરીને રોજગારની તકો વધારવાનો હેતુ ધરાવે છે. એક્સ્ટ્રુડર ઓપરેટર, ટાયર બિલ્ડીંગ ઓપરેટર-ઓફ ધ રોડ ક્યોરિંગ ચેમ્બર ઓપરેટર, મિલ ઓપરેટર, રેડિયલ બિલ્ડીંગ ઓપરેટર, ક્યોરિંગ ચેમ્બર ઓપરેટર જેવા દરેક ટૂંકા ગાળાના અભ્યાસક્રમો 2 મહિનાના સમયગાળાના સંપૂર્ણ પ્રાયોજિત રહેણાંક અભ્યાસક્રમો છે. તાલીમ વિતરણ વર્ગખંડ, વર્કશોપ, ઉદ્યોગ નિષ્ણાત પ્રવચનો અને નોકરી પરની તાલીમના મિશ્રણમાં પ્રદાન કરવામાં આવશે. આ અભ્યાસક્રમો મિકેનિકલ સંબંધિત ટ્રેડ્સ અને ડિપ્લોમા મિકેનિકલ વિદ્યાર્થીઓમાં 2 વર્ષના ITI પ્રમાણપત્ર સાથે 10માં રોજગાર અને કારકિર્દી વૃદ્ધિની તકો પ્રદાન કરશે. તાલીમ અને મૂલ્યાંકન સફળતાપૂર્વક પૂર્ણ થવા પર વિદ્યાર્થીને રબર કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (RCPSDC) તરફથી પ્રમાણપત્ર આપવામાં આવનાર છે.

યોકોહામા ઑફ-હાઈવે ટાયર્સ (YOHT) એ યોકોહામા રબર કંપની લિમિટેડ, જાપાન (વાયઆરસી) નો વિભાગ છે. ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી (TLSU) એ ભારતની પ્રથમ સ્કીલ્સ યુનિવર્સિટી છે, જે ગુજરાત સરકાર સાથે જાહેર-ખાનગી-ભાગીદારી હેઠળ સ્થપાયેલી છે. TLSU એ શૈક્ષણિક, વ્યાવસાયિક, વ્યાવસાયિક, તકનીકી અને જીવન કૌશલ્ય ડોમેન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને પરંપરાગત અને બિન-પરંપરાગત કાર્યક્રમો દ્વારા તેના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય સંવર્ધન અને સામાજિક સંવર્ધનની સુવિધા આપવાનું લક્ષ્ય રાખે છે.

ભરૂચ: શુકલતીર્થ ખાતે કારતકી પૂનમે શ્રાદ્ધ અને પિતૃતર્પણ માટે લોકો ઉમટયા

નર્મદા કિનારે આવેલા શુકલતીર્થ ખાતે કાતકી અગિયારસથી પૂનમ સુધી ૫ દિવસની જાત્રા ભરાય છે. જોકે આ વર્ષે મેળો યોજાયો નથી. પરંતુ નર્મદા નદી ઉપર થતી તીર્થ શ્રાદ્ધ અને પિતૃ તર્પણ વિધિ માટે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા.

ભરૂચ તાલુકાના શુકલતીર્થ મહાદેવ મંદિરની તપોવન ભૂમિ ઉપર કોરોનાના કહેરથી પરંપરાગત યોજાતો મેળો રદ કરવામાં આવ્યો હતો. પરંતુ આ તીર્થ ઉપર શ્રાદ્ધ અને પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય તે માટેની વિધિનું અનેરું મહત્ત્વ રહેલું છે. જેના કારણે ગત મોડી રાત્રીથી પૂનમે આખો દિવસ મોટી સંખ્યામાં લોકોએ ભૂદેવ સાથે ઉપસ્થિત રહી વિધિ યોજી હતી.

આ વર્ષે કોરોનાની મહામારી ના કારણે કાતકી પૂણમાનો મેળો શુકલતીર્થ ગ્રામ પંચાયતે સર્વાનુમતે ઠરાવ કરી મેળો નહિ યોજવા નિર્ણય કરાયો હતો. શુક્લતીર્થની જાત્રા થકી ૫ દિવસમાં પંચાયતને 18 થી 20 લાખની આવક થાય છે. રાજ્ય ભરમાંથી ૪ લાખથી વધુ લોકો ઉમટી પડે છે. જાત્રામાં નદી કિનારે 1000 થી વધુ પાથરણાવાળા, ખાણી પીણી, મનોરંજનના સ્ટોલ સહિતના અનેક લોકોને પણ ૫ દિવસમાં મેળા થકી થતી આવક ગુમાવવાનો વારો આવ્યો છે.

પરંતુ આ તીર્થ ની તપોવન ભૂમિ ઉપર પિતૃ તર્પણ વિધિ તેમજ અન્ય વિધિ કરવાથી લોકોને મોક્ષ પ્રાપ્તિ થતી હોવાની પણ માન્યતાઓ રહેલી છે જેના કારણે ગત મોડી રાત્રિએ થી લોકો નર્મદા નદીના ઘાટ ઉપર પિતૃ તર્પણ વિધિ તેમજ તીર્થ શ્રાદ્ધ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. આખી રાત નર્મદા નદીના ઘાટ ઉપર અંધારપટ વચ્ચે પણ ભૂદેવોએ વિધિ કરાવી હતી.

કોરોનાની મહામારી ના કારણે કાતકી પૂણમાનો યોજાતો મેળો ગ્રામ પંચાયત દ્વારા રદ કરવામાં આવ્યો હતો જેના કારણે નર્મદા નદીના ઘાટ ઉપર પણ લાઈટની કોઈ સુવિધા કરવામાં આવી હતી. નર્મદા નદીના પ્રવેશદ્વાર નજીક રહેલ એક લાઇટના અજવાળે કાતકી પૂણમાની સમગ્ર રાત્રી દરમિયાન ભૂદેવોએ લોકોને તીર્થ શ્રાદ્ધ અને પિતૃ તર્પણ વિધિ કરાવી હતી. લાઈટનું અજવાળું ઓછું પડતાં ભૂદેવોને મોબાઈલની ટોર્ચના અજવાળી લોકોને વિધિ કરાવવા માટેની ફરજ પડી હતી.

ભરૂચ: અજાણ્યા વાહની ટક્ક્રરે વૃદ્ધે ગુમાવ્યો જીવ

ભરૂચના નબીપુર પોલીસ મથકની હદમાં ગત રાતે રસ્તો ઓળંગતા વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ભરૂચના વગુસણા ગામે પરિવાર સાથે રહેતા ૯૦ વર્ષીય મંગળભાઇ શંકરભાઇ પાટણવાડીયા ગત રાતે પોતાના ઘરેથી ચાલવા માટે નીક્ળ્યા હતા. તે વેળા કેનાલ બાજુ જવા રસ્તો ઓળંગી રહ્યા હતા. દરમિયાન એક પુરઝડપે આવતા અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં મંગળભાઇ પાટણવાડીયાનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ નબીપુર પોલીસ મથકે કરાતા પોલીસે લાસનો કબ્જો મેળવી પી.એમ અર્થે ખસેડી અકસ્માત સર્જી ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધ આરંભી છે.

ભરૂચમાં સોનેરી સ્ક્વેર એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ ઝડપાયો,બે મહિલાની અટકાયત

ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે આવેલાં સોનેરી સ્કવેર એપાર્ટમેન્ટના રૂમ નંબર 301 અને 304માં રહેતાં વસીમ ઉર્ફે પંડિત ઉર્ફે રિઝવાન મોહમદ શાબીર શેખ તેમજ મહમદ હૂસેન તૈયબ સિંધી બન્ને ભાગીદારીમાં વિદેશીદારૂનો વેપાર કરે છે.

જે આધારે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપો મારતા રૂમ નંબર 301માંથી રોશની વસીમ ઉર્ફે પંડિત ઉર્ફે રિઝવાન મોહંમદ શાબીર શેખ તેમજ પાડોશના રૂમમાંથી ફરહાનાબાનુ મહંમદ હુસેન તૈયબ સિંધીની પોલીસે અટકાયત કરી હતી. ટીમે તેમના ઘરમાંથી કુલ 12 હજાર ઉપરાંતો વિદેશીદારૂ મળી આવતાં બન્નેની ધરપકડ કરી હતી.

પોલીસ ટીમે બંન્નેવના ઘરમાંથી વિદેશીદારૂ, એક મોબાઇલ તેમજ દારૂ વેચી એકત્ર થયેલાં રોકડા રૂપિયા મળી કુલ 18 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બંન્નેવ મહિલા બુટલેગરો તેમજ ભાગીદારીમાં ધંધો કરનાર વસીમ તેમજ મહમદ સિંધી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચ: અંગારેશ્વર ખાતે મામા સરકાર તેમજ ચુડેલ માતાની મૂર્તિઓની કરાઇ પ્રાણપ્રતિઠા

અંગારેશ્વર ગામે બાબા ગોરખનાથ આશ્રમ ની બાજુમાં અતિપ્રાચીન ગ્રામજનો તેમજ આસપાસના લોકોનો ધાર્મિક આસ્થા ધરાવતું કોઠી ના ઝાડ નીચે મામા સરકાર તેમજ ચુડેલ માતાનું સ્થળ આવેલું છે. જ્યાં ઉપસરપંચ મહેશભાઈ પરમાર દ્વારા એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

અંગારેશ્વર ગ્રામજનો મામા સરકાર તેમજ ચુડેલ માતા ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અતિથિવિશેષ તરીકે દહેજ જીઆઇડીસી એસોસિયેશનના પ્રમુખ હર્નિયા ખાસ ઉપસ્થિત રહી ગુરુજી ના આશીર્વાદ લઇ પ્રાણ પ્રતિષ્ઠા માં ભાગ લીધો હતો.

આજરોજ વૈકુંઠ ચૌદસ ના શુભ દિવસે તેમજ બાબા ગોરખનાથ આશ્રમના મહંત ડૉ જયસ્વાલનો યોગાનુયોગ જન્મદિવસ હોય ગ્રામજનો તેમજ આશ્રમના અન્ય અનુયાયીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આશ્રમના મહંત ડોક્ટર જયસ્વાલના જન્મ દિવસની ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરેક ગામમાં ગ્રામજનોની માન્યતા મુજબ ગામના સીમાડા ઉપર મામા સરકાર તેમજ ચુડેલ માતાની પૂજા પૂજા કરતા હોય છે. પરંતુ અંગારેશ્વર ગામ ધાર્મિક આસ્થા ગામ હોય ગ્રામજનોએ ઉત્સાહભેર મામા સરકાર તેમજ ચુડેલ માતાની મૂર્તિની સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા કરી અલગથી દાખલો બેસાડે છે.

ભરૂચ ખાતે કોંગ્રેસનો જન જાગરણ અભિયાન કાર્યક્રમ યોજાયો

•ભરૂચ ખાતે કોંગ્રેસનો જન જાગરણ અભિયાન પંડિત ઓમકારનાથ ઠાકોર હૉલમાં યોજાયો હતો.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને તમામ રાજકીયપક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ જન જાગૃતિ અભિયાન રાજયભરમાં ચાલી રહ્યું છે તેની સાથે જ સભ્ય નોંધણી અભિયાન પણ ચલાવામાં આવી રહ્યું છે.

આજરોજ ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે જિલ્લા કોગ્રેસ દ્વારા ‘સભ્ય નોંધણી’ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ શહેરના શક્તિનાથ વિસ્તાર પાસે આવેલા પંડીત ઓમકાનાથ ઠાકુર હૉલ ખાતે ‘જન જાગૃતિ અભિયાન’ અંતર્ગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાત કોગ્રેસ પ્રભારી રઘુનાથ શર્મા સહિત એ.આઇ.સી.સી.ના સેક્રેટરી બિશ્વરંજન મોહંતી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, સાંસદ નારણ રાઠવા તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લાના અને તાલુકા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતુ કે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા સદસ્ય ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુમાં વધુ લોકો કોંગ્રેસમાં જોડાય એ અમારો ધ્યેય છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બુથ લેવલથી સ્ટેટ લેવલ સુધી કોંગ્રેસનું સંગઠન મજબૂત બને એ માટે અમે આવ્યા છે. તા. ૧૪ થી ૨૮ નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં જન જાગરણ અભિયાન કાર્યક્રમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દેશના લોકોની જે સમસ્યાઓ છે એને ઉજાગર કરવાની અને લોકોની જે તકલીફો છે એમનો અવાજ બનવાનું કામ કોંગ્રેસે કરવાનું છે. ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું, ખેડૂતોને કૃષિ કાયદા મંજુર નથી જે સરકારે આજે પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પણ સરકાર પર આકરા પ્રહારો કરી ભાજપ સરકારને આડે લીધી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ત્રણ કૃષિ કાયદા મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને ફાયદા કરાવવાના સરકાર પર આક્ષેપ કર્યા હતા. દેશના લાખો કરોડો ખેડૂતો રસ્તા પર ઉતરી કાળા કાયદા સામે વિરોધ કર્યો છે. પરંતુ ભાજપની જીદના કારણે કાળા કાયદાના અમલની શરૂઆતના પણ આક્ષેપો કર્યા હતા. ખેડુતો મક્કમ હોવાના કારણે ખેડૂતોની જીત થઈ હોવાનું તેમજ આમાં જે ખેડૂતોએ શહાદત વ્હોરી તેમની શહાદત એળે નથી ગઈનું પણ જણાવ્યું હતું. કોંગ્રેસ આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

રાજપીપળા : NCC નેવલ યુનિટના “નૌકા અભિયાન” નો કરાયો શુભારંભ

•NCC પ્રવૃત્તિ દ્વારા યુવાનોમાં સાહસ અને શોર્યની ભાવના વધશે અને ભવિષ્યમાં પણ નેવીમાં જવા માટે આ કેમ્પ ખૂબ જ ઉપયોગી નિવડશે – રઘુવીરસિંહ ગોહિલ

ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના નેતૃત્વ હેઠળ ગુજરાતના યુવાનોની તાલીમ અને પ્રેરણામાં મોખરે રહેલાં ગુજરાતના NCC ના આર્મી, નેવી અને એરફોર્સના કેડેટ્સને તાલીમબધ્ધ કરવાની સાથે તેમનામાં સાહસ-શોર્યની ભાવના કેળવાય તેવા હેતુથી ભારતના ૭૨ માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં કમાન્ડીંગ ઓફીસ ૯-નેવલ યુનિટ, NCC-નવસારી ધ્વારા અને ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના દિશા નિર્દેશો હેઠળ રાજપીપલામાં કરજણ ડેમ સાઇટ ખાતે રાજપીપલાના રાજવી પરિવારના રઘુવીરસિંહ ગોહિલ અને શ્રીમતી રૂકમણીદેવી ગોહિલ તેમજ વડોદરા NCC ગૃપ હેડ-કવાર્ટરના બ્રિગેડીયર ડી.એસ.રાવત, ૯-નેવલ યુનિટ, NCC- નવસારીના લેફ.કમાન્ડર અમીત નૈન સહિત ભાગ લઇ રહેલાં નેવલ વિંગના ૮૫ જેટલા NCC કેડેટ્સની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરી “નૌકા અભિયાન-૨૦૨૧” નો શુભારંભ કરાયો હતો.

ઉલ્લેખનિય છે કે, તા.૧૮ મી નવેમ્બર,૨૦૨૧ થી તા.૨૭ મી નવેમ્બર, ૨૦૨૧ સુધી ચાલનારા આ અભિયાનમાં ગુજરાત રાજ્ય સહિત દાદરા, નગર હવેલી, દમણ અને દિવના નેવલ વિંગના ૮૫ જેટલા NCC કેડેટ્સ આ નૌકા અભિયાનમાં ભાગ લઇ રહ્યાં છે અને આ તાલીમ-અભિયાન દરમિયાન NCC કેડેટ્સ આશરે ૨૧૦ કિ.મી. જેટલું અંતર કાપશે.

રાજપીપલાના રાજવી પરિવારના રઘુવીરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત અન્ય વિસ્તારના NCC કેડેટ્સ માટે “નૌકા અભિયાનનું જે આયોજન કરાયું છે તે ખૂબ જ પ્રશંનીય કહી શકાય. જેનાથી NCC કેડેટ્સના યુવાનોમાં સાહસ અને શોર્યની ભાવના વધશે અને ભવિષ્યમાં પણ નેવીમાં જવા માટે આ કેમ્પ ખૂબ જ ઉપયોગી નિવડશે.

NCC ગૃપ હેડ-કવાર્ટરના બ્રિગેડીયર ડી.એસ.રાવતે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, દેવ દિવાળી અને ગુરૂ નાનક જ્યંતિના શુભ અવસરે રાજપીપલામાં કરજણ ડેમ સાઇટ ખાતે “નૌકા અભિયાન-૨૦૨૧” નો શુભારંભ કરાયો છે. નેવલ વિંગના ૮૫ જેટલા NCC કેડેટ્સ ભાગ લઇ રહ્યાં હોવાની સાથે આ અભિયાન ૧૦ દિવસ સુધી ચાલશે જેમાં એકતા, અનુશાસનની સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ NCC કેડેટ્સના વિદ્યાર્થીઓ એડવેન્ચર, રીવર અને સ્વીમીંગ પણ કરી શકે તે ઉમદા હેતુસર આ આયોજન કરાયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

error: Content is protected !!