ભરૂચના અંતરિયાળ વિસ્તારમાંથી દારૂનું નેટવર્ક ચલાવવા બુટલેગરના પ્રયાસ પણ ફરીએકવાર ભરૂચ પોલીસે પાણી ફેરવી દીધું છે. દહેજમાં ભંગારના ગોડાઉનની આડમાં ચાલતા દારૂના નેટવર્ક દહેજ પોલીસે દરોડો પાડી 350 પેટી દારૂના જથ્થાને ઝડપી પડ્યો છે. મામલે હિસ્ટ્રીસીટર કુખ્યાત બુટલેગર તિલક પટેલ સહીત 8 લોકો સામે ગુનો નોંધી પોલીસે ધરપકડનો દોર ચલાવ્યો છે. આ બેનંબરી વેપલો પોલીસ જાસૂસીકાંડમાં વોન્ટેડ બુટલેગર નયન કયસ્થના ઈશારે ચાલી રહ્યો હોવાની પણ પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ સૂત્રો અનુસાર નારાયણ નામના ભંગારના વેપારીના ગોડાઉનમાં દારૂનું ગોડાઉન ઉભું કરાયું હતું. જોકે નારાયણે રેન્ટ એગ્રીમેન્ટ પોલીસને બતાવી મામલાથી દૂર રહેવા પ્રયાસ કર્યો છે. તેની સંડોવણી અંગે હજુ પોલીસે ચોપડે નામ ચઢાવ્યું નથી પણ મામલો તપાસ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.