The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 133

સાયબર ક્રાઇમનો ભોગ બનનારના નાણાં પરત અપાવતી સી ડીવીઝન પોલીસ

  • નાંણાકીય છેતરપીંડીના ભોગ બનનારના રૂ.૯૯,૮૦૦/- પરત મેળવી આપતી ભરૂચ સી ડિવીઝન પોલીસ

ભરૂચ “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનમા સાયબર ક્રાઇમને લગતા બનાવમાં એક અરજદારના રૂપીયા ઓનલાઇન ટ્રાન્ફરફર થઇ ગયેલ હતા જે બનાવમાં અરજદારે બી.એસ.એન.એલ નું સીમ કાર્ડ લીધેલ હતુ જેનુ કેવાયસી અપડેટ કરવા માટે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલ અને અરજદારને એનીડેસ્ક નામની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવી અરજદારના એકાઉન્ટમાથી કુલ રૂ, ૧, ૮૬, ૯૯૬૦/- ટ્રાન્સફર કરી લીધેલ જે બનાવમા અરજદાર દ્વારા ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ નોંધાવી હતી.

જેમાં ફરીયાદને આધારે ભરૂચ સી ડીવીઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આ બનાવમાં ભોગબનનારને મદદરૂપ થઇ તાત્કાલીક એક્શન લઇ રીલાયન્સ ડિજીટલ થ્રુ તેનું પેમેન્ટ થયેલ હોય જેથી રીલાયન્સ ડિજીટલના નોડલ ઓફિસરને પોલીસ મથક દ્વ્રારા મેઇલ કરતા ટ્રાન્જેકશન સ્ટોપ કરાવતા રીલાયન્સ ડિજીટલ દ્વારા અરજદારના ખાતામાંથી ઉપડેલા કુલ રૂ.૯૯, ૮૦૦/- દિન-૦૨માં બેંક એકાઉન્ટમાં પરત કરવાની પ્રોસીજર કરવામાં આવેલ છે .

આ સાથે ભરૂચ સી ડીવીઝન પોલીસ દ્વારા જણાવવામાં આવે છે કે આપના મોબાઇલ ઉપર કોઇ પણ પ્રકારના બેન્કમાંથી માહીતી માટે ફોન આવેતો આવા ફોન નો જવાબ આપવો નહી જરૂર જણાય તો રૂબરૂ બેન્કમાં જઇ માહીતી મેળવવા અપીલ કરાઇ છે.

પાલેજમાં બે જગ્યાએથી છ જુગારીઓ ઝડપાયા

  • રૂપીયા ૩૩,૧૦૦/-તથા રૂપીયા ૨૨,૩૦૦/- મળી કુલ રૂપીયા ૫૫,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરાયો

પો.સ.ઇ. જે.એન.ભરવાડ અને સ્ટાફના માણસોએ પાલેજ પો.સ્ટે. વિસ્તારમાં પાલેજ ટાઉનમાં અલહબીબ શોપીંગ સેન્ટર પાછળ આવેલ ખુલ્લી જગ્યાએ આંક ફરકના આંકડા લખતા લખાવતા કુલ ચાર ઇસમોને રોકડા રૂપીયા ૩૩,૧૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિં.રૂ. ૫૦૦૦/- તથા જુના પીકઅપ બસ સ્ટેન્ડ નજીક આવેલ ખુલ્લી જગ્યાએ આંક ફરકના આંકડા લખતા લખાવતા કુલ બે ઇસમોને રોકડા રૂપીયા ૨૨,૩૦૦/- તથા તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ રૂપીયા ૫૫,૪૦૦/- રોકડા તથા મોબાઇલ નંગ-૦૨ મળી કિ.રૂ. ૧૦૦૦૦/- મળી કુલ રૂપીયા ૬૫,૪૦૦/- તથા આંક ફરકના આંકડાના સાધનો સાથે મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

* અલહબીબ શોપીંગ સેન્ટર પાછળ આવેલ ખુલ્લી જગ્યાએથી પકડાયેલ આરોપીઓ

(૧) હુશેનખાન મહંમદખાન પઠાણ ઉ.વ. ૬૧ રહે. નવીનગરી પાલેજ, તા.જી.ભરૂચ

(૨) ઇશ્વરભાઇ ધુળાભાઇ મારવાડી ઉ.વ. ૬૫ રહે. રબારીવાડ, સરભાણ તા. આમોદ, જી.ભરૂચ

(૩) રમણભાઇ અંબુભાઇ વસાવા ઉ.વ. ૫૧ રહે. બાબરી મસ્જીદ પાસે, વલણ, તા.કરજણ, જી. વડોદરા

(૪) ભગવાનભાઇ ચંદુભાઇ પટણવાડીયા ઉ.વ.૫૪ રહે. નવીનગરી, સીમલીયા, તા.જી. ભરૂચ

* જુના પીકઅપ બસ સ્ટેન્ડ નજીક આવેલ ખુલ્લી જગ્યાએથી પકડાયેલ આરોપીઓ

(૧) સિકંદર એહમદ સૈયદ રહે. મ,નં. ૧૦૬, એસ.કે. નગર-૨, હાઇસ્કુલની પાછળ, પાલેજ, ભરૂચ

(૨) યુનુસ મુસાભાઇ ધારીયા ઉ.વ. ૬૦ રહે. મેઇન રોડ, કહાન, તા.જી.ભરૂચ

ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે 3000 આયુષમાન કાર્ડ અર્પણ કરાયા

વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ ઘર ઘર આયુષમાન, હર ઘર આયુષમાન કાર્યક્રમ હેઠળ પ્રથમ તબક્કામાં વાગરા તાલુકાના દહેજ, લુવારા, લખીગામ, અંભેટા અને જાગેશ્વર સહિત પાંચ ગામોમાં અંદાજે 3000 જેટલા લોકોને વિના મૂલ્યે આયુષમાન કાર્ડ અર્પણ કરતા લોકોમાં ખુશીનો માહોલ ઉભો થયો છે.

ભારત સરકારની જન આરોગ્ય હેઠળ આયુષમાન કાર્ડની યોજનાને વાગરાના ધારાસભ્યએ ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો. જેના ભાગ રૂપે તેમની ટીમે ગામડાઓ ખૂંદી લોકોના આયુષમાન કાર્ડ કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આયુષમાન કાર્ડ તૈયાર થઈ જતા તેના વિતરણ માટેના કાર્યક્રમની શરૂઆત થઈ છે. પ્રથમ તબક્કામાં ધારાસભ્ય અરૂણસિંહ રણાની ઉપસ્થિતિમાં દહેજ, લુવારા, લખીગામ, અંભેટા અને જાગેશ્વરમાં આયુષમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયા હતા.

પાંચેવ ગામોમાં અંદાજે 3000 જેટલા આયુષમાન કાર્ડ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ લોકોને આપ્યા હતા. સાથે વિધવા માતાઓને વિધવા સહાય તેમજ વૃદ્ધ વડીલોને વૃદ્ધ સહાયના મંજૂરી પત્રો અર્પણ કરાયા હતા. ધારાસભ્યએ જાતે લોકોને આયુષમાન કાર્ડ ઘરબેઠા આપતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી ફતેસિંહ ગોહિલ, ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ કોમલબેન મકવાણા, પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ ગોહિલ, દહેજના સરપંચ જયદીપસિંહ રણા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સંજયસિંહ ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ સાથે શિક્ષકોએ કર્યા ધરણા(VIDEO)

ભરૂચ શહેરના શક્તિનાથ મંદિર પાસે આવેલ મેદાન ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સહિતના મંડળો દ્વારા ગુજરાતમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવા, HTAT સંવર્ગનો OP રદ્દ કરવા અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓને 4200 ગ્રેડ-પે સહિતના પ્રશ્નોને લઇ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

આ ધરણા પ્રદર્શન બાદ શિક્ષકો દ્વારા ભરૂચના શકતીનાથ સર્કલ થી એક વિશાળ મૌન રેલી કાઢી કલેકટરાલય પહોંચી અને જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું હતું. જેમાં પ્રવીણ બી.સોલંકી સહિત વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ કર્મચારીઓ જોડાયા હતા.

નેત્રંગના ઘરવિહોણા થયેલા પરિવારોએ ગરીબીની નનામી બનાવી કર્યું અનોખું વિરોધ પ્રદર્શન!(VIDEO)

નેત્રંગ ગામમાં રેલવેની હદમાં વર્ષોથી બનેલા ૩૫૦ જેટલા ઘર અને દુકાન ઉપર રેલવે તંત્રએ બુલડોઝર ફેરવી દેતા આશરે ૩૦૦ જેટલા પરીવાર તપતી ગરમીમાં ઘરવિહોણા થઈ ગયા હતા. તપતી ગરમીમાં ઘર વિહોણા થઇ ગયેલા અસરગ્રસ્ત પરિવારોની હાલત કફોડી બની છે.

રેલવે તંત્રની ડીમોલેશનની કાર્યવાહી બાદ સ્થાનિકોએ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી હતી. છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં આવી નથી, જેને પગલે બેઘર થયેલા પરિવારોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.

નેત્રંગ ગામે મુખ્ય બજારમાં રેલવે તંત્ર દ્વારા કરવામાં આવેલ ડીમોલેશનની કાર્યવાહી બાદ નિરાધાર બનેલ લોકોએ આજરોજ ગરીબીની નનામી કાઢી હતી, જે ઉગ્ર સ્ત્રોચ્ચાર અને ન્યાયની માંગ સાથે કલેકટર કચેરીની આજુબાજુ ફેરવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભરૂચ કલેકટર કચેરી ખાતે ઉગ્ર સુત્રોચાર કરી કચેરી ગજવી હતી. તંત્ર સામે અસરગ્રસ્તોએ છાજીયા લીધા હતા અને ન્યાયની માંગ કરી કલેકટરને રજુઆત કરતું આવેદનપત્ર આપ્યું હતું.

આમોદ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે શાંતાબેન રાઠોડે ચાર્જ સંભાળ્યો

  • ગુજરાત હાઇકોર્ટનો અંતિમ હુકમ ના થાય ત્યાં સુધી અથવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ના થાય ત્યાં સુધી કલેકટરનો હુકમ.

આમોદ નગરપાલિકાના અણઘડ અને અંધેર વહીવટથી આમોદની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી.જે બાબતે આમોદ પાલિકાના વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ દેસાઈએ આમોદ પાલિકાના પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતાં.અને ત્રીજી માર્ચના રોજ આમોદ પાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સામે ૧૭ સદસ્યોની બહુમતી સાથે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી.જેમાં અપક્ષના ૧૦ સદસ્યો તેમજ ભાજપના સાત સદસ્યોએ પ્રમુખ ઉપપ્રમુખની અવિશ્વાસની તરફેણમાં મતદાન કરતાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી.

ત્યારે હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં કેસ પેન્ડિંગ છે.પ્રમુખ ઉપપ્રમુખ વગર આમોદ પાલિકામાં વહીવટી કામમાં મુશ્કેલી ઉભી થઇ હતી.જેથી ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૪૨(૭) મુજબ મળેલી સત્તાની રૂએ આમોદ પાલિકામાં ચૂંટાયેલા સદસ્યો પૈકી વોર્ડ.નં.૧ ના શાંતાબેન જયંતીભાઈ રાઠોડને નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદનો અંતિમ હુકમ ના થાય ત્યાં સુધી અથવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ના થાય ત્યાં સુધી પ્રમુખની સત્તા,કાર્યો અને ફરજો બજાવવાનો હુકમ કર્યો હતો.હવે આમોદ નગરપાલિકામાં ઇન્ચાર્જ પ્રમુખ તરીકે શાંતાબેન જયંતીભાઈ રાઠોડે ચાર્જ સંભાળ્યો હતો.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ગારદામાં નલ સે જલ યોજના ભર ઉનાળે શોભાના ગાંઠીયા સમાન!

ડુંગરાળ વિસ્તારના આદિવાસીઓના ઘરે પણ પાણી પહોંચી જાય તે માટે સરકારે લિફ્ટ ઇરિગેશનની પદ્ધતિનો આશરો લઈ રહી છે. આ સાથે જ પાણી જન્ય રોગોથી ગુજરાતની જનતાને બચાવવા માટે દરેક ઘરે ફિલ્ટર્ડ પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. પરંતુ આ તમામ કામોમાં ખૂબજ મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે, અને કામમાં વેઠ ઉતારવામાં આવી છે.

પાણી પુરવઠા વિભાગની નલ સે જલ યોજનાઓ ઠેરઠેર દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોની કામગીરીઓમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિને લઇ ગ્રામ્ય વિસ્તારોમાં આ યોજના મોટે ભાગે શોભાના ગાંઠિયા સમાન બની છે. સરકાર દ્રારા ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓની સુવિધા માટે પાણી પુરવઠા વિભાગ થકી ઘર આંગણે નળ માંથી સીધુ પાણી ભરી લેવાની યોજના અમલમા મુકી છે. જે આવકારદાયક છે પહેલાના સમયમા મહેનત મજુરી કરી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પોતાના પરિવારો માટે ન્હાવાથી લઇને ધર વપરાશનું પાણી ભરવા માટે કુવા કે હેન્ડપંપનો સહારો લેવો પડતો હતો.

સરકારે નલ સે જલ યોજના અમલ મુકી અને આ ઝંઝટ માંથી  છુટકારો આપવાનો હેતુ હતો. પરંતુ આ યોજના શરૂ થઇ છે ત્યારથી અધિકારીઓ, પદાધિકારીઓ, કોન્ટ્રાક્ટર ની મિલીભગતથી આ કામગીરીની પાણીની પાઇપો લાઇનોમાં નિયમ મુજબ કામ થતું નથી. યોજના બન્યા બાદ મોટા ભાગના દેડીયાપાડા તાલુકાઓના ગામડાઓમાં ભર ઉનાળે શોભાના ગાંઠીયા સમાન આ યોજના થઇ પડી છે. ત્યારે દેડીયાપાડા તાલુકાના ગારદા ગામે નલ સે જલ યોજના અમલમાં આવી છે. પરંતુ તમામ કામમાં વેઠ ઉતારવામાં આવી છે. પાણીની તમામ લાઈન ઉપર જ દાટવામાં આવી હોવાથી વારંવાર તૂટી જાય છે અને પાણીનો ખૂબ જ પ્રમાણમાં બગાડ થઈ જાય છે. અને નળમાં પાણી ૧૫ મિનિટ પણ આવતું નથી, જેથી આ યોજનામાં થયેલ ભારે ગોબાચારી અને ભ્રષ્ટાચારને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ દિવસો ચાલી રહ્યા છે. ત્યારે પછાત આદિવાસી વિસ્તારમાં સરકારી કામોમાં ચાલતી ભારે ગેરરીતિ અને ભ્રષ્ટાચારને તપાસ હાથ ધરવામાં આવે એવું પ્રજામાં ચર્ચાઈ રહ્યુ છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

જૂના ભરૂચ લલ્લુભાઇ ચકલા ખાતે રામ મહોત્સવ નિમિત્તે યોજાઇ આરતી

ભરૂચ શહેરના લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં રામ મહોત્સવમાં અગ્રણીઓએ ભગવાન શ્રી રામની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.

વિશ્વ હિન્દૂ પરિષદ ભરૂચ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભરૂચ શહેરના લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં ભગવાન રામની સ્થાપના કરવામાં આવી છે અને રામ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગતરોજ અગ્રણીઓએ ભગવાન શ્રી રામની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમમાં ચેનલ નર્મદા ડિરેક્ટર નરેશ ઠક્કર,મારૂતીસિંહ અટોદરિયા,પંકજ હરીયાણી,ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ,વિશ્વ હિન્દૂ પરિષદના અજય વ્યાસ,ચિરાગ ભટ્ટ અને કૌશિક જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ : ટાટા ઈંન્ડીગો ગાડીમાં વિદેશી દારૂના જથ્થા સાથે ૧ ઝડપાયો, ૩ વોન્ટેડ

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ નાઓ તરફથી જીલ્લામા દારુ/જુગારની ગેરકાયદેસરની પ્રવુતી અટકાવવા સારુ તથા જીલ્લામા થતી દારુની ગેરકાયદેસર રીતે હેરફેર અટકાવવા સારુ વોચ રાખી અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન બાતમી મળેલ કે અંક્લેશ્વર તરફથી કેબલ બ્રીજ થઈ ઝાડેશ્વર ચોકડી તરફ વિદેશી દારૂ ભરેલ ફોર વ્હીલ ટાટા ઈંન્ડીગો ગાડી જેનો રજી નંબર GJ-06-DG-4240 આવવાની છે. જે બાતમી આધારે ઝાડેશ્વર ચોકડી ઉપર વોચમાં હતા તે દરમ્યાન ટાટા ઈંન્ડીગો ગાડી જેનો રજી નંબર GJ-06-DG-4240 તેને રોકવાનો ઇસારો કરતા ચાલકે ગાડી ભગાવેલ જેનો પીછો કરી આ ગાડી ને નિલકંઠ મંદિર પાસે રોકી એક ઈસમ અલ્પેશભાઈ ભીખાભાઈ પટેલ ઉ.વ-૩૪ રહે- દુકાન ફળીયુ જુના કાસીયા તા- અંકલેશ્વર જી ભરૂચને પકડી પાડ્યો હતો.

પોલીસ ટીમે ગાડીમા તપાસ કરતા ઈંગ્લીસ દારૂની નાની મોટી બોટલો તથા બીયર નંગ ૨૮૯ કુલ કિંમત રૂપીયા ૪૩,૩૦૦/- અને ટાટા ઈન્ડીગો ગાડી ફોર વ્હીલ ગાડી કીમત રૂપીયા ૧,૫૦,૦૦૦/- તથા અંગ જડતીના રોકડા રૂપીયા ૧૪૫૦/- તથા ઓપ્પો કંપનીનો મોબાઈલ જેની કીંમત રૂપીયા ૫૦૦૦/- મળી કુલ્લે કિમત ૧,૯૯,૭૫૦/-મુદ્દામાલ કબ્જે કરવા સાથે વિશાલ ઉર્ફે હોઠ ફાટલો ઠાકોરભાઇ પરમાર રહે- કસક ભરૂચ, સ્વપનીલ મહીનભાઇ વસાવા રહે- શુક્લતીર્થ તા જી ભરૂચ, દશુભાઇ રહે- હજાત તા-અંક્લેશ્વર જી.ભરૂચને આ ગુનામાં વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

નેત્રંગ તાલુકા માં રેલવેના ડીમોલેશન બાદ લોકો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબુર!(VIDEO)

નેત્રંગ ખાતે ગયા મહિને નિષ્ઠુર તંત્ર આકરા પાણીએ થતાં પાચ જ કલાક ની અંદર નેત્રંગના 368 જેટલા પરિવારોને નિરાધાર બનાવી અચાનક રસ્તા ઉપર લાવી દીધા હતા. ડીમોલેશન બાદ નિરાધાર થયેલાં લોકોએ સ્થાનિક લોકો અને તંત્રને મદદની ગુહાર લગાવી હતી. છતાં ઘણાં દિવસ વીત્યા બાદ પણ હજુ સુધી તંત્ર કોઈની મદદે આવ્યુ નથી. બીજી તરફ નેત્રંગમાં ડીમોલેશનના કારણે 368 પરિવારો બે ઘર થયા એ બાબતે જિલ્લા કલેકટરને જાણ છે કે નહી એ પણ મોટો પ્રશ્ન છે. જો એમને જાણ હોઈ તો કલેકટરની સીધી નિગરાનીમાં અસરગ્રસ્ત થયેલાં લોકોની મદદ માટે એમણે વ્યવસ્થા કરવાની હોઈ છે.

ડીમોલેશનમાં કેટલાં પરિવારો અને કેટલા વ્યક્તિઓને અસર થઈ એ બાબતે કલેકટરે નામ અને સંખ્યા સાથે સંબધિત અધીકારીઓ પાસે લીસ્ટ માગ્યું હતુ કે કેમ ? જો જિલ્લા કલેકટરને ડીમોલેશન બાબતની જાણ હતી તો હજુ સુધી આ લોકો માટે વૈકલ્પિક સુવિધા તંત્ર એ કેમ ન આપી. આ તમામ પ્રશ્નો સરકારની ઠીલી નીતિ તરફ ઈશારો કરે છે.

ડીમોલેશન વખતે બતાવવામાં આવેલાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ચોખ્ખું  ટાકવામાં આવ્યુ છે કે, સરકાર અને કલેકટરે અસરગ્રસ્ત થયેલાં લોકોની દરકાર રાખવી જ પડશે. પણ અહી હજુ સુધી તંત્ર ધોર નિદ્રામાં હોવાનું સામે આવ્યુ  છે. બીજી તરફ સુપ્રીમનાં જજમેન્ટમાં  એમ પણ છે કે, મકાનના ડીમોલેશનના એક મહિના પેહલાથી અને આગલા  6 મહીના સુધી રાજ્ય સરકારે દર મહિને અસરગ્રસ્ત થયેલાં પરિવારોને 2000 રૂપીયાની સીધી મદદ પુરી પાડવી પડશે. પણ એથી વિરૂદ્ધ મકાન તોડી પાડવામાં આવ્યાં છતાં સરકારે હજુ કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. આમ, પોતાને સંવેદનશિલ ગણાવતી સરકાર પાસે સામાન્ય લોકોની કોઇ દરકાર નથી એ આ ધટના બાદ દેખાઈ આવે છે. ડીમોલેશન બાદ નોંધાયેલા રેકોર્ડ પ્રમાણે ફરી પુનર્વસન ઉપલબ્ધ કરાવવા માટે આ વ્યક્તિઓ ખરેખર પાત્રતા ધરાવે છે કે નહિ એ બાબતે પણ કલેક્ટર વિચાર કરી શકે અને અમલ માં પણ મુકી શકે તેમ છે. આમ, સ્થળ તપાસ કરી લોકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાય એવી લોકમાગ ઉઠી છે.

* ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ

error: Content is protected !!