- આગામી રણનીતિ અને ચૂંટણીને લઈ મુખ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષે વૅચ્યુલી માર્ગદર્શન આપ્યું
ભરૂચ જિલ્લા ભાજપના સક્રિય કાર્યકરોનું સંમેલન મંગળવારે સાંજે ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે યોજાયું હતું. જેમાં ભાજપના સક્રિય કાર્યકરોને કાર્ડ વિતરણ કરવા સાથે આગામી વિધાનસભા ચૂંટણી માટે સજ્જ બનવા પણ હાકલ કરવામાં આવી હતી.ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે ભાજપના સક્રિય કાર્યકર્તા સંમેલન અને કાર્ડ વિતરણમાં વિરાટ મેદની વચ્ચે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું.
ભરૂચ જિલ્લા ભાજપ પરિવારની વિશાળ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ કાર્યકરોને વૅચ્યુલી સંબોધન કરી આગામી રણનીતિ અને વિધાનસભા ચૂંટણી માટે સજ્જ થવા આહવાન કર્યું હતું.ભરૂચ સ્વામિનારાયણ મંદિરના સભા ખંડમાં યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પ્રભારી જનકભાઈ બગદાણાવાળા, ધારાસભ્ય અને ઉપ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, અંકલેશ્વર ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, દિવ્યેશભાઈ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, મંત્રી નિશાંત મોદી સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.