સુરત ક્રાઈમ બ્રાન્ચે એક નોંધપાત્ર સિદ્ધિસફળતા મેળવી છે, જેમાં ત્રણ દાયકા ૩૦ વર્ષ જૂના લૂંટના કેસનો ભેદ ઉકેલીને ફરાર આરોપીને ઝડપી પાડયો છે. 1997માં સુરતના મહિધરપુરા વિસ્તારમાં થયેલી એક સનસનાટીભરી હથિયારબંધ લૂંટમાં સામેલ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષની લાંબી શોધખોળ બાદ ઝડપી પાડયો છે.
આ લૂંટની ઘટનામાં ૧.૩૦ રૂપિયાના હીરાની ચોરી કરવામાં આવી હતી. આરોપી તે સમયે ૪૪ વર્ષનો હતો અને ઘટના બાદ તરત જ મધ્યપ્રદેશ ભાગી ગયો હતો. ઘણા વર્ષો સુધી તે કાયદાની પહોંચથી દૂર રહ્યો હતો અને તેને વિશ્વાસ હતો કે તે ક્યારેય પકડાશે નહીં.
જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચની સતત તપાસ અને મહેનત આખરે રંગ લાવી. હાલ ૭૩ વર્ષની ઉંમરે આ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ વ્યક્તિ એક સમયનો ખૂંખાર ગુનેગાર હતો અને તેના નામે અનેક ગુના નોંધાયેલા હતા. ૩૦ વર્ષ પછી પણ આ કેસને ઉકેલીને સુરત પોલીસે ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનો હાથ લાંબો હોય, તે ગુનેગાર સુધી પહોંચી જ શકે છે.





