ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પથ્થરિયા ગામે વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણના મામલે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. એલસીબીની ટીમે બાતમીના આધારે તપાસ હાથ ધરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ રૂપિયા ૯૭૦૮૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ મામલે બે શખ્સો સામે વાલિયા પોલીસ મથકે પ્રોહિબિશન હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ તોરાણીની ટીમને વાલિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતીકે વાલિયા તાલુકાના પથ્થરિયા ગામમાં નિશાળ ફળિયામાં રહેતા કિરીટ સંજયભાઈ વસાવા તથા વૈભવ સંજયભાઈ વસાવાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.

જે બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર તપાસ કરતાં મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી મળેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂપિયા ૯૭૦૮૦ નો જથ્થો કબ્જે લીધો. પોલીસની રેઇડ દરમિયાન ઉપરોક્ત બન્ને ઇસમો ઘરે હાજર મળી આવ્યા નહતા. તેથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સદર બન્ને ઇસમો કિરીટ સંજયભાઇ વસાવા અને વૈભવ સંજયભાઇ વસાવાને વોન્ટેડ જાહેર કરીને તેમના વિરૂધ્ધ વાલિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.વાલિયા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ તોરાણી તથા સ્ટાફ નિમેશભાઇ,સંજયભાઇ,તુષારભાઇ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here