સુરત આવી રહેલી ઉદયપુર-સુરત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવતાં રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અજાણ્યા શખસોએ મોજ-મસ્તી ખાતર ટ્રેન પર પથ્થરો ફેંકતાં ટ્રેનના ત્રણ કાચને નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફર કે રેલવે કર્મચારીને ઈજા થઈ નહોતી. ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં CCTV ફૂટેજની મદદથી પથ્થરમારો કરનારા ત્રણ યુવકોની ઓળખ કરી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.

ઉદયપુરથી સુરત આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનના C-6 કોચની બારીઓના બે કાચ અને પેન્ટ્રી કારનો એક કાચ તૂટી ગયો હતો. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની સુરક્ષાને જોખમમાં મૂકતી આ ઘટનાને રેલવે તંત્રએ ગંભીરતાથી લીધી હતી.
ઘટનાની જાણ રાત્રે 11:29 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના કંટ્રોલ રૂમ દ્વારા RPFને કરવામાં આવી હતી. ત્યારબાદ RPFની ટીમે સુરત યાર્ડ અને તાપી નદીના પટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી પથ્થરમારો કરનારાઓની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજની મદદથી ત્રણ યુવકોની ઓળખ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here